કઠોળ

કઠોળના મૂળમાં સુકો સડો

Fusarium solani f. sp. phaseoli

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • છોડના પાંદડા પીળા પડે છે અને કરમાવવાનું શરૂ કરે છે.
  • છોડના ઉદ્ભવ પછી ટૂંક સમયમાં જ મુખ્ય મૂળમાં લાલાશ પડતા જખમ દેખાય છે.
  • આ જખમ ઘેરા કથ્થઈ રંગના બની શકે છે, એકરૂપ થાય અને મૂળની મુખ્ય ધરી પર તિરાડો વિકસાવી શકે છે.
  • પેશીઓ નરમ અને આવરિત રહેતી નથી, જેથી રોગનું સામાન્ય નામ "મૂળનો સૂકો સડો" છે.
  • જો તે ટકી જાય તો, ચેપગ્રસ્ત છોડ ઉપર ફક્ત થોડા દાણાવાળી ઓછી માત્રામાં સિંગો ઉગે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કઠોળ

લક્ષણો

વાવણી કર્યાના થોડા અઠવાડિયા બાદ, અસરગ્રસ્ત રોપા ના પાંદડા પીળા પડે છે અને કરમાવાનું શરૂ કરે છે. છોડનો વિકાસ અટકેલો દેખાઈ શકે છે અને જો પર્યાવરણીય પરિસ્થિતિ રોગની તરફેણ કરે તો, થોડા જ સમયમાં નાશ પામી શકે છે. જમીનના નીચેના ભાગમાં નિર્માણ થતાં લક્ષણો તરીકે, અંકુરણ પછી એક અઠવાડિયામાં મુખ્ય મૂળ પર, લાલાશ પડતા જખમ અથવા છટાઓ દેખાય છે. આ જખમ ઘેરા કથ્થઈ રંગના બની શકે છે, એકરૂપ થાય અને કારણકે તે સૂકા હોય છે, મૂળની મુખ્ય ધરી પર તિરાડો વિકસાવી શકે છે. મૂળની શાખાઓ અને ટોચ કરમાય અને નાશ પામે છે, પરંતુ છોડ પર ટકી રહે છે. આ જખમની ઉપરની બાજુએ, જમીનની સપાટીથી નજીક નવા તંતુ મૂળનો વિકાસ થાય છે. પેશીઓ નરમ અને આવરિત રહેતી નથી, જેથી રોગનું સામાન્ય નામ "મૂળનો સૂકો સડો" છે. જો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તે ટકી જાય તો, છોડ ઉપર ફક્ત થોડા દાણાવાળી ઓછી માત્રામાં સિંગો ઉગે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બીજને બેસીલસ સબટીલિસ સાથે ર્હીઝોબિયમ ટ્રોપીસી જેવા જૈવ-નિયંત્રક એજન્ટથી અપાયેલ સારવાર સારું કામ આપી શકે છે. સુક્ષ્મસજીવોથી અપાતી અન્ય સારવાર માં ટ્રાઇકોડર્મા હરીઝીનમ પર આધારિત દ્રાવણનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મૂળમાં ફ્યુસિરિયમ સડા ને નિયંત્રિત કરવા માટે સામાન્યરીતે ફુગનાશક અસરકારક રહેતાં નથી.

તે શાના કારણે થયું?

ફ્યુસિરિયમ સોલાની ફુગના કારણે મૂળમાં ફ્યુસિરિયમ સડો નિર્માણ થાય છે, જે ઘણા વર્ષો સુધી જમીનની અંદર કચરામાં ટકી શકે છે. અંકુરણના થોડા સમય પછી ફૂગના અણુ વિકાસ પામતા રોપામાં પ્રવેશ કરે છે અને પાણી તથા પોષકતત્વોનું વહન કરતી પેશીઓમાં સ્થાયી થાય છે. સામાન્ય રીતે ફૂગની ત્યાં હાજરીથી તણાવમુક્ત, તંદુરસ્ત છોડને ખુબ થોડું નુકસાન થાય છે. જોકે, પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં (દુષ્કાળ, ખુબ જ પાણીવાળી જમીન, પોષણનો અભાવ, ઊંડુ વાવેતર, સઘન જમીન, પ્રાણીઓથી ઈજા) , પાણી અને પોષક તત્વોના વહનમાં નિર્માણ થવાથી વધારાનો તણાવ અને લક્ષણો દેખાય છે. આ કિસ્સામાં ઉપજમાં મહત્વપૂર્ણ નુકસાનની અપેક્ષા કરી શકો છો.


નિવારક પગલાં

  • જો તમારા બજારમાં ઉપલબ્ધ હોય તો, સહનશીલ અથવા પ્રતિકારક્ષમ જાતો નો ઉપયોગ કરો.
  • છીછરી ક્યારી અથવા ચાસમાં વાવેતર કરો.
  • ઋતુ દરમ્યાન જ્યારે જમીન ગરમ હોય ત્યારે મોડેથી વાવેતર કરો.
  • છોડ વચ્ચે વધુ જગ્યા રાખો.
  • ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સુધારો.
  • દુકાળ જેવો તણાવ નિર્માણ ન થાય તેથી છોડને નિયમિત પાણી આપો.
  • માટીની ઘનતા ઓછી કરો અને માટીમાં કડક સ્તરની રચના ન થવા દો.
  • સારુ ખાતર પૂરું પાડો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને ઇજા ન થાય તે માટે સાવધાન રહો.
  • 4 થી 5 વર્ષના લાંબા સમયગાળા માટે બિન-કઠોળ પાક સાથે ફેરબદલીની ભલામણ કરવામાં આવે છે.
  • પાક.ના કચરાને દફનાવવા માટે ઊંડી ખેડ કરો.
  • જમીનને ખેડો અને સૂર્યના તડકામાં તપાવો.
  • ચેપગ્રસ્ત છોડનું ઘાસ પ્રાણીઓને ખવડાવવું નહિ.
  • છાણીયું ફૂગનું વહન કરશે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો