ગુલાબ

કાળા ટપકાં

Diplocarpon rosae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર નાના ટપકાં.
  • જે ફરતે પીળા રંગની આભાથી ઘેરાયેલા હોય છે.
  • પાંદડાં અકાળે ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક
ગુલાબ

ગુલાબ

લક્ષણો

પાંદડાની ઉપરની બાજુ પર આવે નાના ટપકાં દ્વારા લક્ષણો જોઈ શકાય છે. આ જાંબુડિયા અથવા કાળો પટ્ટા ઝડપથી 2 થી 12 મીમી સુધી વિકાસ પામે છે અને કિનારીઓ ફેલાય શકે છે. પાંદડાનો આસપાસનો વિસ્તાર પીળો બને અને તે અકાળે ખરી શકે છે. ક્યારેક કુમળી ડાળીઓ પર પણ નાના, કાળા, ભીંગડાં જેવા પટ્ટા દેખાય છે. ક્યારેક ગંભીર ઉપદ્રવ ના કિસ્સામાં છોડ પરના લગભગ તમામ પાંદડાઓને અસરગ્રસ્ત બને છે અને તેની પર ઓછા પ્રમાણમાં ફૂલો ઉત્પન્ન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કાળા ટપકાના રોગને નિયંત્રિત કરવા માટે નીચેના ઘટકોની ભલામણ કરવામાં આવે છે: કોપર, લાઇમ સલ્ફર, લીમડાનું તેલ, પોટેશિયમ બાયકાર્બોનેટ. બેકિંગ સોડા (સોડિયમ બાયકાર્બોનેટ) નો પણ ઉપયોગ કરી શકાય છે: એક લીટર પાણીમાં 1 ચમચી (5 મિલી), વત્તા પ્રવાહી સાબુનું એક ટીપું. બેક્ટેરિયમ, બેસિલસ ઉપટેલિસ ધરાવતી રચના પણ ઉપલબ્ધ છે. ફુગનાશક સાથે ટ્રાયકોડર્મા હર્ઝેનિયમના મિશ્રણનો ઉપયોગ પણ સારું નિયંત્રણ પૂરું પાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. કાળા ટપકાંના રોગ પર નિયંત્રણ રાખવા માટે ટેબ્યુકોનેઝોલ, ટેબ્યુકોનેઝોલ + ટ્રાયફલોક્સીસ્ટ્રોબીન અને ટ્રાઇકોનેઝોલ ધરાવતાં ફૂગનાશકનો ઉપયોગ આગ્રહણીય છે.

તે શાના કારણે થયું?

ડિપ્લોકાર્પોન રોસે ફુગના કારણે ગુલાબ પર કાળો ટપકાં નિર્માણ થાય છે. આ ફૂગ ખરેલા અથવા નાશ પામતા પાંદડા અને ડાળીઓ પર પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહે છે. પવન અને વરસાદના ઝાપટાં દ્વારા રોગના બીજકણો ફેલાય છે અને ચોમાસા દરમિયાન પાંદડાંના ખીલવા પર અસર કરે છે. ચોમાસા દરમિયાન 20-26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ભેજવાળી પરિસ્થિતિઓ હેઠળ આ ફૂગ વધુ ગંભીર હોય છે.


નિવારક પગલાં

  • રોગ મુક્ત વાવેતરની સામગ્રીનો ઉપયોગ કરો.
  • વહેલા કે મોડા પાકતી ઓછી સંવેદનશીલ જાતોની રોપણી કરો.
  • યોગ્ય સૂર્યપ્રકાશ, પાણીનો યોગ્ય નિકાલ, હવાની સારી અવરજવર હોય તેવી યોગ્ય જગ્યાનો રોપણી માટે ઉપયોગ કરો, તેમજ છોડ વચ્ચે 1-1.25 મીટરનું અંતર રાખો.
  • જમીન પર મલચ કરો.
  • નિયમિતપણે યોગ્ય કાપણી કરો, નબળી અથવા મૃત ડાળીઓને દૂર કરો.
  • સવારે ગુલાબની આસપાસની જમીનમાં પાણી આપો.
  • ખરી પડેલ પાંદડાને એકત્ર કરી તેનો નાશ કરો અથવા મલચ નીચે દાટી દો.
  • નવા પાંદડા આવે તે પહેલાં અસગ્રસ્ત ડાળીઓને કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો