કપાસ

સોરેશીન

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • રોપાઓની ડાળીઓ પર અનિયમિત આકારના કાળા રંગના ભૂરા-લાલ ડાઘ.
  • દાંડી જીર્ણ થઈ જાય છે અને છોડ મૃત્યુ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

બીજની દાંડી પર ઊંડા, અંડાકાર અથવા અનિયમિત આકારના અને લાલ,ભૂરા કે કાળા ડાઘ દેખાય છે. આ રોગ કપાસના રોપાઓની દાંડીને કચડી નાખતો હોવાથી છોડ ઘણીવાર મરી જાય છે. ઘાની સપાટી પર ફૂગ હાજર હોય છે, જેમાંથી જમીનના કણો પર ફેલાય છે. ચેપ અને ઘાનો વિકાસ વારંવાર માટી રેખા નીચે થાય છે, પરંતુ જેમ ડાળીઓ વધે છે તેમ માટીની સપાટી પર ડાઘ દેખાઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આવતા ૪-૫ દિવસમાં જો ઠંડક અથવા વરસાદી હવામાનની આગાહી હોય તો વાવણી ન કરશો. ૫ સેમીથી ઊંડું ન વાવશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એટ્રીડાયઝોલ, કોપર ઓક્સિક્લોરાઇડ, ટોલકલોફોસ-મિથાઈલ, થિયાબેંડાઝોલ અને કપ્તાન જેવા ફૂગ્નાશકો ઝડપથી કપાસમાં રોગનું નિવારણ લાવી શકે છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો રહિઝોકટોનિઆ સોલાની નામની ફૂગ દ્વારા થાય છે, જે મોટા ભાગના યજમાનોને અસર કરે છે. વાવણી વખતે બિયારણને થતું નુકસાન ચેપને પ્રોત્સાહન આપે છે. જયારે માટીની રેખા નજીક ડાઘ થાય છે ત્યારે ઘણીવાર તેની ભારે પવનના લીધે ડાળી અને જમીન વચ્ચે થતા ઘર્ષણના ઘાવ તરીકે ગેરસમજણ થાય છે. જેમ બીયારણ પાકે છે તેમ મૂળનો વિકાસ થવાથી મૂળના છોડ કડક બની જાય છે.


નિવારક પગલાં

  • રોગના લક્ષણોની ખાતરી માટે નિયમિતપણે ખેતરનું ધ્યાન રાખો.
  • પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો.
  • રોગમુક્ત બીજ સામગ્રીનો ઉપયોગ કરો.
  • ભીની જમીનમાં વાવણી ન કરશો.
  • ઠંડા હવામાન દરમિયાન સિંચાઈ ન કરો.
  • સોર્ઘમ અને નાના અનાજ સાથે પાકની ફેરબદલી કરો.
  • જ્યારે જમીનનું તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે વાવણી કરો.
  • ઊભા પથારી પર છોડ વાવવાથી જમીનના તાપમાનમાં વધારો થાય છે અને ડ્રેનેજ સુધારવામાં મદદ મળે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો