કેપ્સિકમ અને મરચાં

ડાળીઓનું સડવું

Sclerotinia sclerotiorum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળો, પાંદડા અથવા નાની ડાળીઓ પર પાણી ભરેલ ફોલ્લીઓ.
  • સફેદ કપાસ જેવા ઘટકથી ઢંકાયેલ વિસ્તૃત ફોલ્લીઓ.
  • પાછળથી રાખોડી અથવા કાળા મસા જેવું માળખું.
  • ડાળીઓ અને છોડના ઉપરના ભાગોનું વળી જવું.

માં પણ મળી શકે છે

19 પાક
કઠોળ
કારેલા
કોબી
રાયડો
વધુ

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

યજમાન જાતિઓ પ્રમાણે અલગ અલગ લક્ષણો જોવા મળે છે છે, પરંતુ તેમાં ઘણી સમાનતાઓ છે. શરૂઆતમાં, અનિયમિત આકારવાળી પાણીથી ભરાયેલ ફોલ્લીઓ ફળો, પાંદડા અથવા નાની ડાળીઓ પર દેખાય છે. જેમ જેમ તે મોટી થાય છે, અસરગ્રસ્ત વિસ્તારો સફેદ કપાસના જેવા ઘટકથી ઢંકાય છે, પછીના તબક્કે ભૂખરા-કાળા મસા જેવી પ્રજનન સંરચના જોવા મળે છે, જેને સ્ક્લેરોટિયા (sclerotia) કહે છે. "સૂકાં" જખમ દાંડી અને શાખાઓ પર વિકસી શકે છે, જેને તંદુરસ્ત પેશીઓ દ્વારા સ્પષ્ટપણે સીમાંકિત થયેલ જોઈ શકાય છે. તેઓ કેટલીક જાતિઓમાં ખાસ કરીને છોડની ઉપરના ભાગમાં સ્પષ્ટ દેખાય છે. પછીના તબક્કા દરમિયાન ફૂગ ડાળી પર અસર કરે છે અને છોડના ઉપરના ભાગો વળવા લાગે છે, પછી સુકાઈને મરી જાય છે. ફૂગ છોડની અંદરના ભાગમાં રચાય છે અને પેશીઓનું સ્થાન લઇ લે છે. આમ છોડ મરી જાય છે. ચેપવાળી શીંગો અને બીજ કરમાઈ જાય છે અથવા કાળી ફૂગમાં બદલાઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફંગલ પરોપજીવી કોનિઓથિરિયમ મિનિટેન્સ અથવા ટ્રીચોડર્મા જાતિના બીજકણના દાણાદાર સંયોજનને જમીન પર નાખવાથી સ્ક્લેરોટિનીયા ફૂગના ભારને ઘટાડવામાં અને રોગના વિકાસમાં અવરોધ લાવવામાં મદદ મળે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પૌષ્ટિક ફૂગનાશક લાગુ કરવાની ભલામણ ફક્ત ગંભીરપણે રોગગ્રસ્ત થયેલ ખેતર માટે જ કરવામાં આવે છે. પાક અને તેના વિકાસના તબક્કાના આધારે સારવાર અલગ અલગ હોય છે. કોબી, ટમેટા અને કઠોળના સ્ક્લેરોટિનીયા રોગનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે. જો કે, આઇપ્રોડિઓન અથવા કોપર ઓક્સિક્લોરાઇડ (@ ૩ ગ્રામ/લિટર પાણી) પર આધારિત ફૂગનાશકો લેટસ અને મગફળી પર અસરકારક નિયંત્રણ પ્રદાન કરે છે. આમાંથી કેટલાક સંયોજનો માટે પ્રતિકારના વિકાસનું વર્ણન કરવામાં આવ્યું છે.

તે શાના કારણે થયું?

સ્ક્લેરોટિનીયા સ્ટેમ રોટ એ માટી દ્વારા થતી ફૂગ સ્ક્લેરોટિનીયા સ્ક્લેરોટિઓરિયમને કારણે થાય છે, જે છોડના કચરા પર અથવા જમીનમાં સ્ક્લેરોટિયા તરીકે લાંબા સમય સુધી જીવી શકે છે. તેનું મોટાભાગનું જીવનચક્ર જમીનમાં વીતે છે, અને આ માટે જ તેના સીધા સંપર્કમાં આવતા છોડના ભાગોમાં તેના લક્ષણો જોવા મળે છે. જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ હોય છે, ત્યારે તે કાર્બનિક પદાર્થો પર અને ક્યારેક છોડની પેશીઓ પર આક્રમણ કરીને ફરી વૃદ્ધિ શરૂ કરે છે. જેમ જેમ તે છોડના તમામ ભાગોમાં વસાહત કરે છે, તેમ બીજ પણ રોગગ્રસ્ત બની શકે છે. છોડ પર ઉત્પન્ન થતાં નવા બીજકણ હવાજન્ય હોય છે. છત્ર હેઠળ ભેજવાળી આબોહવામાં ડાળીઓ પર આ બીજકણ ફેલાય છે. પ્રારંભિક વિકાસ માટે પાંદડા પર ભેજ અને ૧૫ થી ૨૪ અંશ સેલ્શિયસ જેટલું તાપમાનના કેટલાક કલાકો માટે આવશ્યક હોય છે. બાહ્ય પોષક તત્ત્વોની હાજરી પણ તેની વૃદ્ધિની તરફેણ કરે છે. આ ફૂગના યજમાન છોડમાં શીંગો, કોબી, ગાજર અને કેનોલા જેવા છોડનો સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતમાંથી આવતાં તંદુરસ્ત બીજનો ઉપયોગ કરો.
  • પ્રતિરોધક અથવા વધુ સહિષ્ણુ જાતો પસંદ કરો.
  • અગાઉ અસરગ્રસ્ત થયેલ જમીન પર વાવેતર ન કરો.
  • પાકને સારા પ્રમાણમાં હવા મળી રહે, તે માટે બે રોપાઓ વચ્ચે વધુ અંતર રાખી વાવણી કરો.
  • છોડને ટેકો આપવા માટે વાયર અથવા લાકડીનો ઉપયોગ કરો.
  • રોગના લક્ષણોની ચકાસણી માટે નિયમિતપણે ખેતરની દેખરેખ કરો.
  • ખેતરમાં અને તેની આસપાસ નીંદણને નિયંત્રણમાં રાખો.
  • ચેપગ્રસ્ત શાખાઓ અથવા પાકના ભાગોને કાપી નાખો.
  • વૃદ્ધિના અંત તબક્કા દરમિયાન વધુ પડતું ખાતર નાખશો નહીં.
  • છોડના વિકાસના પછીના તબક્કા દરમિયાન અતિશય સિંચાઈ ટાળો.
  • અનાજ જેવા બિન-યજમાન પાકો સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો