Cercospora melongenae
ફૂગ
ચેપ વૃદ્ધિના કોઈ પણ તબક્કે લાગી શકે છે અને તે પાંદડા, પર્ણદંડ અને થડ ઉપર જોવા મળે છે. શરૂઆતના લક્ષણો નીચેના ભાગે આવેલા જુના પાંદડાંની ઉપરની સપાટી ઉપર નાના, ગોળ અને થોડા શોષાયેલ ટપકાં તરીકે જોવા મળે છે. સમય જતાં, ટપકાં થોડા મોટા, વધુ અનિયમિત રીતે વિકસે છે અને ફરતે પીળા રંગની આભા ધરાવે છે. સમય જતા પાંદડાની બંને સપાટી પર ટપકા જોવા મળે છે. પાંદડા ઉપર એમની જગ્યાને આધારે જુના ટપકા એકરૂપ થાય છે અને જુદો જ દેખાવ ધરાવે છે. તે (ઉપલી બાજુ પર) કથ્થાઈ કે રાખોડી અને (નીચલા બાજુ પર ) આછો કથ્થઈ રંગ ધરાવે છે. જો ચેપ વધુ માત્રામાં લાગેલ હોય તો, પાંદડા વાંકડીયા બની અને ખરી પડે છે. ફળ ઉપર ફૂગનો સીધો ચેપ લાગતો ન હોવા છતાં, છોડની ઓછી ઉત્પાદકતા ને કારણે ફળોની વૃદ્ધિમાં ઘટાડો થઇ શકે છે.
જૈવિક એજન્ટો ચેપને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે. સેરકોસ્પોરા મેલોન્ગેને સામે સ્પર્ધાત્મક રીતે બેક્ટેરિયા બેસિલસ સબટાઇટલિસ તાણ ક્યૂએસટી 713 પર આધારિત જૈવિક-ફુગનાશકને પાંદડાં પર છંટકાવ કરવા માટે વાપરી શકાય છે. લીમડાના છોડનો અર્ક (લીમડાના તેલ) પણ ચેપને નિયંત્રિત કરવા માટે મદદરૂપ થઈ શકે છે.
રોગને નિયંત્રિત કરવા માટે હંમેશા સંકલિત અભિગમ અપનાવવો જોઈએ. જો ફૂગનાશકની જરૂર પડે તો, કોપર તત્વ સાથે ક્લોરોથેલોનીલ, મેન્કોઝેબ અથવા ઓકટેનોઇક એસિડ ધરાવતા ઉત્પાદનોના મિશ્રણનો પાંદડા પર છંટકાવ અથવા જમીનમાં સારવાર માટે ઉપયોગ કરી શકાય છે.
સેરકોસ્પોરા મેલોન્ગેને એ છોડ પરની રોગકારક ફૂગ છે. ઓછામાં ઓછા એક વર્ષ માટે ફૂગના કણો છોડના કચરામાં અને જમીનમાં ટકી શકે છે. પછી તે જુદી જુદી રીતે નીચેના ભાગે આવેલા જૂના પાંદડા પર ફેલાય છે. મોટાભાગે તેનો ફેલાવો પવન અને પાણી (વરસાદ અને પિયત) દ્વારા થાય છે, પરંતુ તે ચેપગ્રસ્ત સાધનો અને માણસો દ્વારા પણ ફેલાઈ શકે છે. પછી તે થડ પર ઉપરની બાજુ કુમળા પાંદડાં તરફ ગતિ કરે છે. ચેપ અને રોગના વિકાસમાં ભીનાશ અને વધુ પડતો ભેજ સાનુકૂળ રહે છે. તેથી તે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન (ભીનુ હવામાન, છોડમાં સતત ભીનાશ) વધુ જોવા મળે છે.

Put your product in front of farmers the moment they diagnose રીંગણ ના પાંદડા ઉપર સેરકોસ્પોરા ટપકા — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover