મકાઈ

દક્ષિણી મકાઇમાં કાટ

Puccinia polysora

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની ઉપલી સપાટી પર નાની, લાલ-નારંગી રંગની, પાવડર જેવી, નજીક નજીક દેખાતી ફોલ્લીઓ.
  • પાંદડાં પર પીળા અને કથ્થાઈ રંગના પટ્ટા પણ દેખાય છે.
  • દાંડીમાં સડો, વસાહતો, ઓછી ગુણવત્તાવાળું અનાજ.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

દક્ષિણી કાટ જુના પાંદડાંની ઉપરની સપાટી પર સોયની અણી જેવી નાની, નારંગી લાલ રંગની ફોલ્લીઓ તરીકે દેખાય છે, જ્યારે નીચેની સપાટી પર માત્ર છૂટીછવાઇ દેખાય છે. આ ફોલ્લીઓ પાવડર જેવી, આકારમાં અંડાકાર કે ગોળાકાર, ઉપસેલી અને ગીચ દેખાવ ધરાવે છે. રોગના અંતિમ તબક્કામાં, તે ખુબ જ ગીચરીતે ફેલાયેલ અને ક્યારેક કુમળા પાંદડા પર, પર્ણદંડ, છોતરા અને સાંઠા પર પણ દેખાઈ શકે છે. પાંદડાં પર ક્લોરોસિસ (પીળાશ) અને નેક્રોસિસ (કથ્થઇ) પટ્ટાઓ પણ પર દેખાય છે. જુના પાંદડા કરતાં તાજાં પાંદડાં રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને તેથી મોડા વાવેતર કરાયેલ ખેતરમાં રોગની શક્યતા વધુ હોય છે. રોગની નબળી પરિસ્થિતિથી દાંડીમાં સડો, વસાહતો અને ઓછી ગુણવત્તા વાળું અનાજ ઉદ્ભવે છે. તેના ફેલાવાની ક્ષમતા ઉપજને નોંધપાત્ર નુકસાન કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગના કણોનું અંકુરણ રોકવા ગુએકૉ (મિકેનિયા ગ્લોમેરેતા) ના પ્રવાહી અર્ક લાગુ કરવો. અર્ક બનાવવા માટે નિસ્યંદિત પાણીમાં ગુએકૉના પાંદડાને ડુબાડો અને તેને 24 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી મુકો. પછીથી, ફિલ્ટર પેપર થી ગાળી લઇ તેની સાંદ્રતા 5% થાય ત્યાં સુધી પાણી ઉમેરો અને પછી તેને પાંદડા પર લાગુ કરો.

રાસાયણિક નિયંત્રણ

જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં લેવો એ ખુબ જ મહત્વનું છે. ચેપગ્રસ્ત છોડને સારો કરવા ફુગનાશકથી સારવાર શક્ય નથી તેથી તંદુરસ્ત છોડમાં અને વચ્ચે ફેલાવો અટકાવવા માટે પ્રતિબંધક રીતે જ લાગુ કરી શકાય છે. છોડની વય, રોગના બનાવ અને હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇ ઉપચારને સમયસર લાગુ કરવો એ અતિ મહત્વનું છે. મેન્કોઝેબ, સાયપ્રોકોનેઝોલ, ફ્લુટ્રીએફોલ +ફ્લુઓક્ષેસ્ટ્રોબીન, પાયરેકલોસ્ટ્રોબીન, પાયરેકલોસ્ટ્રોબીન + મેટાકોનેઝોલ, એઝોક્ષીસ્ટ્રોબીન + પ્રોપિકોનેઝોલ, ટ્રાયફ્લોકસીસ્ટ્રોબીન + પરોથીઓકોનેઝોલ પર આધારિત ફુગનાશક અસરકારક રીતે રોગની અસર ઘટાડી શકે છે. સારવારનું એક ઉદાહરણ: જયારે ફોલ્લીઓ દેખાય કે તરત 2.5 ગ્રા/લી મેન્કોઝેબનો છંટકાવ કરવો અને પછી ફૂલ આવે ત્યાં સુધી દર 10 દિવસે તેનું પુનરાવર્તન કરવું.

તે શાના કારણે થયું?

પેટા ઉષ્ણકટિબંધ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં છોડની વૃદ્ધિના પાછલા તબક્કામાં પૂસીનીયા પોલીસોરા ફુગના કારણે દક્ષિણી કાટનો રોગ થાય છે. તે નબળું પરોપજીવી છે, જેનો અર્થ એ છે કે તે માત્ર જીવંત છોડ પર નભી શકે છે અને માટીમાંના કચરા કે બીજમાં ટકી શકતાં નથી. પરિણામે, એક મોસમ દરમિયાન લાગે ચેપ જરૂરી નથી કે આગામી મોસમમાં તેનો વધારો થાય. પવન દ્વારા અન્ય ખેતર કે વિસ્તારોમાંથી ઉડીને આવતા રોગના બીજ એ ચેપ માટેનો પ્રાથમિક સ્ત્રોત છે. પછી તે એક છોડમાંથી બીજામાં પવન અને પાણી દ્વારા ફેલાય છે. 27° C અને 33° C વચ્ચેનું તાપમાન અને ભેજનું ઊંચું પ્રમાણ એ ભારે ચેપ માટે અનુકૂળ પરિસ્થિતિ છે. ફૂલ આવવાના પ્રારંભિક તબક્કે લાગેલ ચેપ છોડને ઝડપી અને નોંધપાત્ર નુકસાન કરી શકે છે.


નિવારક પગલાં

  • સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય તેવી પ્રતિકારક અથવા સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • મકાઈનું ઋતુના અંત ભાગમાં મોડેથી વાવેતર કરવાનું ટાળો.
  • રોગ નિશાની માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • પાકને મજબૂત બનાવવા સંતુલિત ખાતર આપવાની ખાતરી કરો.
  • વૃદ્ધિના પાછલા તબક્કા દરમ્યાન ખેતરમાં વધુ પડતી સિંચાઈ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો