જવ

પાંદડાં પર રેમ્યુલેરીયા ટપકાં

Ramularia collo-cygni

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ઋતુમાં મોડેથી પાંદડાંની સપાટી અને દાંડી પર લંબચોરસ કથ્થઈ રંગના ટપકાં જોવા મળે છે.
  • રોગના આગળના તબક્કે, આ ટપકાં એકરૂપ થઇ શકે છે અને પાંદડાંનો મોટો વિસ્તાર અથવા પેશીઓ સુકાઈ શકે છે.
  • લીલા પાંદડાની પેશીઓને થયેલ નુકસાન અકાળે તેનો નાશ કરી શકે છે અને ઉપજને નુકસાન થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
જવ

જવ

લક્ષણો

પાકની વૃદ્ધિના શરૂઆતના સમયે જ ફૂગનો ચેપ લાગી શકે છે પરંતુ પ્રથમવાર તેના લક્ષણો ઋતુના અંત સમયે, મોડેથી જ દેખાય છે. રોગના પ્રારંભિક તબક્કે, પાંદડાંની સપાટી અને દાંડી પર નાના, કથ્થઈ રંગના અનિયમિત આકારના "મરી જેવા ટપકાં" (પીપર સ્પોટ્સ) દેખાય છે. પાછળથી, આ ટપકાં મોટા થાય છે અને લંબચોરસ, લાલ-કથ્થઈ રંગના, 1 થી 3 મીમી કદ ધરાવતાં સુકાયેલ ટપકામાં પરિવર્તિત થાય છે. આ ટપકાં પાંદડા નસો પૂરતા સીમિત હોય છે, અને પાંદડાની સપાટીની બંને બાજુ પર દેખાય છે, અને સામાન્ય રીતે તે આછા કથ્થઈ અથવા પીળા રંગની કિનારીથી ઘેરાયેલ હોય છે. રોગના આગળના તબક્કે, આ ટપકાં એકરૂપ થઇ ઘેરો-મોટો વિસ્તાર બનાવે છે અને પાંદડાની મોટાભાગની સપાટી સુકાયેલી દેખાઈ શકે છે. આ લક્ષણો પાંદડાની અને ડૂંડાંની દાંડી પર પણ દેખાઈ શકે છે. બહિર્ગોળ કાચથી જોતાં પાંદડાની નીચેની બાજુએ સફેદ રંગની ફૂગનો વિકાસ જોઈ શકાય છે. પાંદડાને થતાં નુકસાનથી તેનો અકાળે નાશ અને ઉપજ ને નુકસાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને રેમ્યુલેરીયા કોલો-સિગ્ની માટે કોઈપણ વૈકલ્પિક સારવાર વિશે અમે જાણતા નથી. આ રોગ સામે લડત આપવામાં મદદ કરે એવું તમે કંઈક જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારી પાસેથી જાણવા માટે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. નિવારક પગલાં તરીકે અથવા એક વાર રોગની જાણ થયા બાદ પાંદડાં પર ટ્રાઈઝોલ ધરાવતા ફુગનાશકોનો છંટકાવ કરી શકાય છે. હાલમાં ઉપલબ્ધ બીજ સારવારની પધ્ધતિ આ ફૂગ પર ખુબ ઓછી અસરકારક છે.

તે શાના કારણે થયું?

રેમ્યુલેરીયા કોલો-સિગ્ની ફૂગના કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે બિયારણ, જાતે ઉગી નીકેળેલ છોડ, અન્ય યજમાન અનાજના છોડ અથવા જમીન પર રહેલ છોડના અવશેષોમાં ટકી શકે છે. રોગના બીજકણો પવન અને વરસાદ દ્વારા ફેલાય છે. છોડના વિકાસના કોઈ તબક્કે ચેપ લાગી શકે છે, તેમ છતાં, ઋતુના અંત ભાગમાં જયારે મોલ આવવાનો શરુ થાય ત્યારે જ તેના લક્ષણો દેખાય છે. પાંદડા પર રહેલા કુદરતી છિદ્રો દ્વારા ફૂગ છોડમાં પ્રવેશ કરે છે અને તેની આંતરિક પેશીઓમાં વસાહત નિર્માણ કરે છે, અને ઝેરી દ્રવ્ય નિર્માણ કરે છે જે છોડને નુકસાનકારક હોય છે. ફુગના વિકાસ અને અંકુરણ માટે પાંદડાની સપાટી પર ભેજ (વરસાદ અથવા ઝાકળ પછીની પાંદડા પરની ભીનાશ) જરૂરી છે. ભેજવાળું હવામાન અથવા ગરમ દિવસોમાં પડતું ઝાકળ ફૂગનો વિકાસ અને ચેપનો દર વધારે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત પાક અથવા પ્રમાણિત સ્રોત તરફથી મેળવેલ બિયારણનો જ ઉપયોગ કરો.
  • ટકી શકે તેવી અને પ્રતીકરક્ષમ જાતનો જ ઉછેર કરો.
  • પાક ખુબ ગીચ ન હોય તેની ખાતરી કરો.
  • કોઈપણ પ્રકારના રોગના સંકેત જોવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • બિન-યજમાનના છોડ સાથે પાકની ફેરબદલીનો અભ્યાસ રાખો અને જવ, ઓટ્સ અથવા રાઈની ખેતી કરવાનું ટાળો.
  • લણણી પછી ડાળખાને ખેતરમાંથી દૂર કરો અને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો