અન્ય

પાંદડાં અને ઘઉંના ફોતરાં પર ચાઠાં

Parastagonospora nodorum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પાણી શોષાયેલ, નાના પીળા જખમ.
  • પછીથી પીળા રંગની કિનારી સાથે પાંદડા પર સોનેરી-બદામી રંગના અંડાકાર ચાઠાં.
  • ઘઉંના ફોતરાં પર ઘેર રંગના જખમ.
  • રોપાઓ કથ્થાઈ અંકુરણની ટોચ સાથે વિકસે છે.

માં પણ મળી શકે છે

2 પાક

અન્ય

લક્ષણો

છોડમાં પાંદડાંની નીચલી સપાટી પર પાણી શોષાયેલ અને નાના પીળાશ પડતાં જખમ નિર્માણ થાય છે. રોગ નીચલા પાંદડા પરથી વિકાસ પામી અંકુરિત થતાં ઉપરના પાંદડાંસુધી ફેલાય છે . બાદમાં પાંદડાં પર, પીળી કિનારી સાથે સોનેરી-કથ્થાઈ, લંબગોળ અથવા અનિયમિત આકારના ચાઠાં બનાવે છે. જેમ જેમ રોગ વિકસે છે, બહિર્ગોળ કાચ અથવા માઈક્રોસ્કોપથી જોઈ શકાય તેવા, વિકસેલ રાખોડી જખમમાં નાના કથ્થાઈ રંગના, ફળ જેવી સુગંધ વાળા કણો દેખાય છે. ચાઠાં ભેગા થવાથી ગંભીર રીતે અસરગ્રસ્ત પાંદડા, ટોચ પરથી નાશ પામવાનું શરુ કરે છે. ફૂલ આવ્યા પછી, ભીનું હવામાન ઘઉંના છોતરા પર જખમ વિકાસ પામી શકે છે. લક્ષણો ટોચ પરથી શરૂ થાય છે, પરંતુ સમગ્ર વિસ્તાર ઘાટા કથ્થાઈ કે ઘાટા જાંબલી જખમ સાથે રાખોડી આવરણથી ( "ધાનના ફોતરાં") ઘેરાઈ શકે છે. ગંભીર ચેપ ના કારણે દાણાં હલકા, ચીમળાયેલ બની શકે છે. દૂષિત બીજ અનિયમિત રીતે અંકુરિત થાય છે અને રોપાઓની અંકુરિત પામેલ ટોચકથ્થાઈ રંગની હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, ફેહોસ્પેરિયા નોડોરમ સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

રોગના ફેલાવાનું જોખમ ઘટાડવા માટે રાસાયણિક પદ્ધતિથી સારવાર અસરકારક હોઇ શકે છે, પરંતુ નાના ખેતરોમાં શક્ય બનતું નથી. જો ફુગનાશક જરૂરી જ હોય તો, ડાયફેનોકોનેઝોલ, ટ્રાયઍડીમેનોલ અથવા ફ્લુકવિનકોનેઝોલ ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે. રોગ લાગ્યાનો સમય અને ખેતીના પ્રકાર પર આધાર રાખીને સારવારની પદ્ધતિ બદલાય શકે છે.

તે શાના કારણે થયું?

પાંદડાંનો આ રોગ પેરાસિટગોનોસ્પોરા નોડોરમ ફૂગ થી નિર્માણ થાય છે, જે ઘઉંની દાંડી, ચેપી બીજ અથવા વૈકલ્પિક યજમાન પાક પર અસ્તિત્વ ધરાવે છે. આ ફૂગ પાણી દ્વારા ફેલાય છે અને ચેપ નિર્માણ કરવા માટે પાંદડાં 12-18 કલાક સુધી ભીના હોવા જરૂરી છે. માટીની નજીકના જૂના પાંદડા પ્રથમ અસર પામે છે. ત્યારબાદ, ફૂગ પવન અથવા વરસાદ છાંટા મારફતે છોડના ઉપરના ભાગોમાં અને પડોશી પાકમાં ફેલાય છે. પાછળની ઋતુમાં, જો રોગ પાંદડાની ઉપરની ઘટામાં ફેલાય તો ઘઉંના ફોતરુંમાં ચાઠાં નિર્માણ કરે છે. તેનાથી ચીમળાયેલ અનાજ પેદા થાય છે અને ઉપજ ઘટે છે. રોગના બીજ પવન દ્વારા ફેલાય છે અને ઋતુમાં પાછળથી લાંબા અંતર આવરી લઇ અન્ય ખેતરમાં રહેલ પાકને ચેપ લગાડે છે. જેનાથી પછીના પાકમાં શરૂઆતથી ચેપ લાગે છે અને અનિયમિતરીતે અંકુરિત થાય છે. 7 ° C થી નીચા તાપમાને ફૂગનું જીવન ચક્ર અટકી જાય છે. 20 ° સે અને 27 ° સે ની વચ્ચેનું તાપમાન વૃદ્ધિ માટે શ્રેષ્ઠ હોય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડમાંથી અથવા રોગ મુક્ત પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ વાપરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ એવી સહિષ્ણુ અથવા લાંબા થડ વળી જાતોનો ઉપયોગ કરવો.
  • સીઝનમાં પાછળથી પાકતા ઘઉંની જાતોનો ઉપયોગ કરવો અથવા વાવેતર મોડા કરવું.
  • વાવણી વખતે છોડ વચ્ચે યોગ્ય ઘનતા રાખો.
  • વૃદ્ધિ નિયમનકારનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરવો અને ફળદ્રુપતાનું સંતુલન જાળવવું.
  • તંદુરસ્ત છોડ માટે માટીમાં જરૂરી માત્રામાં પોટેશિયમ હોય તેની ખાતરી કરો.
  • અંકુરણ બાદ રોગ માટેની નિશાની જોવા માટે તમારા છોડ અથવા ખેતરનું નિરીક્ષણ કરો.
  • હર્બિસાઈડનો થોડી માત્રામાં જ ઉપયોગ કરોવ.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • છોડના અવશેષોને ઊંડે દફનાવવા માટે ઊંડી ખેડ કરો.
  • ખેતરમાંથી દાંડી અને છોડનો અન્ય કચરો દૂર કરો.
  • જાતે વિકસેલ વનસ્પતિઓને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો