ઘઉં

ફ્યુસિરિયમ માથા પાસે થતી ફૂગ

Fusarium graminearum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • રોગને બે પ્રકારના લક્ષણોના આધારે દર્શાવી શકાય : બીજાંકુરણમાં ફૂગ અને છોડના માથા પાસે ફૂગ.
  • થડના પાયામાં આછા કથ્થાઈ, પાણીના શોષાવાથી થાય એવા જખમ, સડો અને ફૂગ એ રોગના પ્રારંભિક ચિહ્નો છે.
  • પાણીના શોષાવાથી બનેલ ડૂંડા અને નળીનો ઉડી ગયેલો રંગ એ રોગની બે વિશિષ્ટ નિશાનીઓ છે.
  • જે ગરમ, ભેજવાળા હવામાન દરમ્યાન, ફૂગના પારાવાર વિકાસ કારણે, તે ગુલાબી - આછા કથ્થાઈ રંગના દેખાય છે.

માં પણ મળી શકે છે


ઘઉં

લક્ષણો

રોગના લક્ષણોની ગંભીરતા પાકના પ્રકાર(નોંધપાત્ર યજમાનો ઘઉં, ઓટ અને જવ છે), ચેપનો સમય અને વાતાવરણની સ્થિતિ પર આધાર રાખે છે. રોગને બે પ્રકારના લક્ષણોના આધારે દર્શાવી શકાય : બીજાંકુરણમાં ફૂગ અને છોડના માથા પાસે ફૂગ. પહેલા કિસ્સામાં, થડના પાયામાં આછા કથ્થાઈ, પાણીના શોષાવાથી થાય એવા જખમ દેખાય છે અને છોડ ઉગવાની સાથે તેના કોષો અસરગ્રસ્ત દેખાય છે. આ ખાસ કરીને જયારે બીજનું વાવેતર ઠંડી, ભેજવાળી જમીનમાં કરવામાં આવેલુ હોય ત્યારે આઘાત પામેલ હોય છે. આગળ જતા વિકાસ પામતા છોડમાં, ઉપરના ભાગ અને મુખ્ય થડમાં સડો જોઈ શકાય છે. પાણીના શોષાવાથી બનેલ ડૂંડા અને નળીનો ઉડી ગયેલો રંગ એ રોગની બે વિશિષ્ટ નિશાનીઓ છે. જે ગરમ, ભેજવાળા હવામાન દરમિયાન, ફૂગના પારાવાર વિકાસ કારણે, તે ગુલાબી - આછા કથ્થાઈ રંગના દેખાય છે. ગર્ભનો ભાગ સુકાય છે અને ખરબચડો દેખાવ ધરાવે છે. સામાન્ય રીતે, ચેપ એક ડૂંડાના દાણા પરથી બીજા પર, આખું ડૂંડું ચેપગ્રસ્ત થાય ત્યાં સુધી ફેલાય છે. કેટલાક પાકોમાં, ઉત્પાદનને 70% સુધી નુકસાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફ્યુસિરિયમ ગ્રામીનેરમ દ્વારા ચેપની અસરોને ઘટાડવા માટે કેટલાક જૈવનિયંત્રણ દવાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઘઉં માં રોગની અસર, તેની તીવ્રતા અને ઉપજ નું નુકસાન ઘટાડવા, સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ, બેસિલસ મેગાથેરીયમ અને બેસિલસ સબટાઇટલિસ ના બેકટેરિયા ધરાવતા વિવિધ ઉત્પાદનો મોર આવવાની શરૂઆતના તબકકા માં ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના પરીક્ષણ ખેતરમાં નિયંત્રિત અવસ્થામાં કરવામાં આવે છે. થોડી સફળતા સાથે ટ્રાઇકોડર્મા હરઝીયાનમ અને કલોનોસટચી રોઝિયા સ્પર્ધાત્મક ફૂગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં અને જવના બીજ માટે, 5 દિવસ 70 ° સે શુષ્ક ગરમીથી સારવાર, એ બીજને આ ફૂગ, તેમજ અન્યથી બચાવવા માટે એક અસરકારક પદ્ધતિ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફ્યુસિરિયમ માથા પાસે થતી ફૂગના નિયંત્રણ માટે ફૂગનાશક ના ઉપયોગનો સમય અતિ મહત્વ નો છે. મોર આવવાની શરૂઆતના સમયે ટ્રાઇઝોલ કુટુંબના (મેટકોનાઝોલ,ટેબુકોનાઝોલ,પ્રોથીઓકોનાઝોલ અને થીઆબેંડાઝોલ) ફુગનાશકો નો પાંદડાં પર છંટકાવ કરવાથી રોગની અસર માં અને અનાજમાં માયકોટોક્સિનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. નોંધ લો કે લણણી દરમ્યાન આ ઉત્પાદનો માટે પ્રતિબંધ છે.

તે શાના કારણે થયું?

અનાજની ટોચપર થતો રોગ ફ્યુસિરિયમ ગ્રામીનેરમ ફૂગ ના કારણે થાય છે, જે ઋતુઓ વચ્ચે વૈકલ્પિક યજમાનો અથવા સુપ્ત અવસ્થામાં પાકના કચરા અને માટીમાંના કાર્બનિક પદાર્થો પર જીવે છે. અનુકૂળ વાતાવરણમાં, તે બીજકણ બનાવે છે કે જે પવન દ્વારા લાંબા અંતર સુધી ફેલાય છે. એવું પણ માનવામાં આવે છે કે તેનો ફેલાવો કેટલીક નાની પ્રજાતિઓ દ્વારા થઇ શકે છે. અનાજ પર મોરના આવવાના સમયગાળાની આસપાસ ફૂગનો ચેપ લાગવાની શક્યતા મહત્તમ છે. એક વખત છોડની પેશીઓને અસર કર્યા બાદ, તે કુદરતી છિદ્રો મારફતે તે પાંદડાની સપાટીને સીધું નુકશાન પહોંચાડી શકે છે. તે પાણીનુંવહન કરતી પેશીઓમાં વધતી હોવાથી, તે ડૂંડામાં પાણી અને પોષક તત્વોનો પુરવઠો પહોંચાડવામાં અવરોધ નિર્માણ કરે છે, જેનાથી ડૂંડા રંગ ઉડી ગયેલા અને સંકોચાયેલ દાણા દેખાય છે. વધુમાં, ઝેરી તત્વોના કારણે ઉત્પાદિત અનાજની વેચાણ પાત્રતા ઘટે છે. પ્રકાશ તીવ્રતા, તાપમાન, ભેજ, વરસાદ અને પાંદડાની ભીનાશ જેવા ઘણા પર્યાવરણીય પરિબળો, તેના જીવન ચક્ર પર પ્રભાવ પાડી શકે. 20-32 ° સે વચ્ચેનું તાપમાન અને લાંબા સમય સુધી પાંદડાની ભીનાશ અત્યંત અનુકૂળ છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનો, ઉપયોગ કરો.
  • સૂર્યપ્રકાશ અને સારા હવાઉજાસ વાળા ખુલ્લા ક્ષેત્રની પસંદગી કરો.
  • પાકના સારા હવાઉજાસ માટે, વાવણી વખતે છોડ વચ્ચેનું અંતર વધારે રાખો.
  • બિન-યજમાન જાતિઓ સાથે પાકની ફેરબદલીની યોજના કરો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરનો અતિ ઉપયોગ ટાળો.
  • ખેડાણની આવશ્યકતા ચકાશો, કારણકે તે ફૂગના જીવનચક્રની તરફેણ કરી શકે છે.
  • ખેતર અને આસપાસની જગ્યા સાફ કરી નીંદણ અને વૈકલ્પિક યજમાનોને દૂર કરો.
  • લણણી પછી પાકના અવશેષો દૂર કરો અને તેમને દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો