કેપ્સિકમ અને મરચાં

મરચાંની ફૂગ પાંદડા ઉપર ના ટપકા

Cercospora capsici

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • સફેદ કેન્દ્ર, શ્યામ રિંગ અને પીળા રંગની આભા ( 'દેડકા આંખ') સાથે પાંદડા પર મોટા કેન્દ્રિત બદામી ટપકાં હોય છે.
  • ટપકાં મોટી ઈજા તરીકે ફેલાય છે.
  • પાંદડા પીળા પડે છે અને ખરે છે.
  • વધુ પડતાં સૂર્યપ્રકાશથી ફળોને નુકશાન.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

ચેપ પ્રારંભિક તબક્કા દરમિયાન પાંદડા પર , આછા રાખોડી કેન્દ્રો અને કથ્થઇ કિનારી સાથે રાતા બદામી ટપકાં દેખાય છે. પછીથી, તેઓ સફેદ કેન્દ્રની આજુબાજુ શ્યામ રિંગ દ્વારા ૧.૫ સે.મી. સુધી કદના મોટા ગોળાકાર ઘેરા રંગના ટપકાં તરીકે વિકસે છે. એક કામચલાઉ શ્યામ રિંગ અને પીળા રંગની આભા ફોલ્લીઓને 'દેડકાની આંખ' જેવો દેખાવ આપે છે. જેમ જેમ ફોલ્લીઓ વધુ સંખ્યામાં બને છે, તેઓ ધીમે ધીમે મોટા પાંદડાના જખમ બનાવવા માટે એક થાય છે. સફેદ કેન્દ્ર ઘણીવાર સૂકાઈ જાય છે અને નીકળી જાય છે, જેનાથી “ગોળી-કાણું” પડે છે. ચેપના પાછળના તબક્કે, પાંદડા પીળા અને નરમ પડે અથવા ખરી પડે છે, જે ફળોને વધુ પડતાં સૂર્યપ્રકાશમાં ખુલ્લા મૂકે છે. ગંભીર કિસ્સાઓમાં, ફળ દાંડી અને વજ્ર પર પણ ટપકાં જોઇ શકાય છે, જેના પરિણામે ઘણીવાર ડાંખળીના અંતમા સડો નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

30 મિનિટ માટે 52 ° C તાપમાનવાળા ગરમ પાણી વડે બીજ ની સારવાર કરવાથી ફૂગની હાજરી માં ઘટાડો થાય છે, જે બીજની સારવાર નો રસ્તો છે. નોંધ લો કે જો સારવાર યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવે તો (અતિશય સમય અથવા તાપમાન) બીજના અંકુરણ પર પણ અસર કરે છે. કોપર હાઇડ્રોક્સાઇડ સમાવતા ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ કરી શકાય છે, જ્યારે સૌપ્રથમ પટ્ટા દેખાય ત્યારે સારવાર શરૂ કરવી, અને છેલ્લા લણણી પહેલાં ના 3 થી 4 અઠવાડિયા માં 10 થી 4 દિવસ ના અંતરે ચાલુ રાખો. તેને પાંદડા ની બંને બાજુ છાંટવું મહત્વપૂર્ણ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કેપ્ટન ૩ જી/કિલોગ્રામ વડે નિદાન કરેલા બીજ રોગ સામે લડવા સારા રહે છે. આ રોગ નિયંત્રિત કરવા માટે અન્ય સારવાર તરીકે કોપર હાઇડ્રોક્સાઇડ, હરિતદ્રવ્ય અથવા માનકોઝેબ સમાવતી ઉત્પાદનો પાંદડાં પર છંટકાવ કરવામાં આવે છે. જ્યારે સૌપ્રથમ પટ્ટા દેખાય ત્યારે સારવાર શરૂ કરવી, અને છેલ્લા લણણી પહેલાં ના 3 થી 4 અઠવાડિયા માં 10 થી 4 દિવસ ના અંતરે ચાલુ રાખો. તેને પાંદડા ની બંને બાજુ છાંટવું મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

લક્ષણો કર્કસ્પોરા કેપ્સીસી દ્વારા ફેલાઈ છે, એક ફૂગ જે ઉષ્ણકટિબંધમાં ખાસ કરીને જોવા મળે છે, જે બીજ ના ક્યારા અને ખેતરમાં બંને પરના છોડને અસર કરે છે. તે એક મોસમ થી બીજી મોસમ સુધી બીજમાં, જમીનમાં અને ચેપગ્રસ્ત છોડના અવશેષો મા પણ રહે છે. તે પાણી, વરસાદ, પવન દ્વારા અને પાંદડા થી પાંદડા ના સંપર્ક વડે, ઓજારો અને કામદારો મારફતે પણ ફેલાઇ છે. પાનખરનો ચેપ પાંદડા પરના સીધા આક્રમણ દ્વારા થાય છે અને લાંબા સમયસુધી પાંદડાની ભીનાશ તેના માટે અનુકૂળ છે. ૨૩ સેલ્સિયસ તાપમાન અને ૭૭ થી ૮૫% ભેજ એ ચેપ માટેની શ્રેષ્ઠ સ્થિતિ છે. જો આ શરતો પૂરી થાય, તો ઉપજ પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે, ખાસ કરીને જો ચેપ સીઝનની શરૂઆતમાં લાગ્યો હોય તો.


નિવારક પગલાં

  • તંદુરસ્ત અને પ્રમાણિત બીજ મેળવવા ની ખાતરી કરો.
  • છોડની વચ્ચે જગ્યા છોડો જેથી હવાની સારી અવરજવર થઈ શકે અને લાંબા સમય માટે પાંદડાને અનુભવાતી ભીનાશ ટાળો.
  • છોડ અને ફૂગ વચ્ચે ભૌતિક અવરોધ ઉભો કરવા માટે લીલા ઘાસ નું વાવણ કરો.
  • છોડ ને સીધા રાખવા માટે ટેકા નો ઉપયોગ કરો.
  • પાંદડાની ભીનાશ ઘટાડવા સિંચાઈ માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરો.
  • રોગના કોઈપણ લક્ષણો માટે બીજ, નાના છોડ અથવા પ્રત્યારોપણની દેખરેખ રાખો.
  • ચેપ પામેલા છોડને દૂર કરો અને ખેતર થી દુર લઇ જઈ તેનો નાશ કરો.
  • ખેતર અને તેની આસપાસમાંથી નીંદણને નિયંત્રણમાં રાખો.
  • જ્યારે છોડ ભીનાહોય ત્યારે ખેતરમાં કામ કરશો નહિ.
  • 3 વર્ષના ગાળામાં પાકની મોટી ફેરબદલી કરો.
  • લણણી પછી છોડો નો કચરો દૂર કરો અને તેનો નાશ કરો.
  • ખાતરી કરો કે બીજ માટે પસંદ કરેલા ફળોની દાંડીઓમાં સડો નથી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો