કેળા

પનામા રોગ

Fusarium oxysporum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જૂના પાંદડા પીળા અને નબળા બને છે.
  • પાંદડાઓ કથ્થાઈ બને અને ખરી પડે છે.
  • થડ વિભાજીત થાય છે.
  • થડ પર પીળાશ કે લાલાશ પડતી છટાઓ જોવા મળે છે.
  • આંતરિક પેશીઓ ના રંગમાં વિકૃતિકરણ.
  • આખરે છોડના બધા ભાગો સડે અને નાશ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

કેળાંની જાત, રોગ પેદા કરતા જીવાણુની શક્તિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને રોગના લક્ષણો સહેજ બદલાઇ શકે છે. રોગ પ્રથમ જુના પાંદડા પર અને પછી ધીમે ધીમે ઉપરની તરફ નવા પાંદડાં પર ફેલાય છે. પીળા અને ચીમળાયેલ પાંદડાં અને પાંદડાંના ડીટાં તથા આધારથી વિભાજીત થડ દ્વારા રોગની લાક્ષણિકતા જોવા મળે છે. રોગગ્રસ્ત પાંદડા કથ્થઈ, સુકાયેલ બને છે અને આખરે પાંદડાના ડીટાં પાસેથી તૂટી પડે છે અને થડની આસપાસ "સ્કર્ટ" જેવી રચના કરે છે. પીળાશ થી લાલશ પડતી છટાઓ થડ પર જોઈ શકાય છે જે પાયામાં વધુ તીવ્ર દેખાય છે. આડો છેદ લઈને જોતા આંતરિક પેશીઓમાં લાલ-કથ્થાઈ રંગની વિકૃતિ જોવા મળે છે, જે પેશીઓમાં ફૂગનો વિકાસ અને સડાના સંકેતો દર્શાવે છે. આખરે, જમીન ઉપર અને નીચેના છોડના તમામ ભાગમાં સડો થાય છે અને નાશ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટ્રાઇકોડર્મા વિરિડી ફૂગ અથવા બેક્ટેરિયા સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ જેવા જૈવનિયંત્રણ એજન્ટો થી સારવાર એ રોગની ઘટના અને ગંભીરતા ઘટાડવાની અસરકારક પદ્ધતિઓ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અન્ય ફૂગના રોગોથી અલગ એકવાર ફયુસીરીયમ સુકારો નો રોગ જોવા મળ્યા બાદ, તેને ફુગનાશકથી નિયંત્રિત કરી શકાતું નથી. વાવેતરના 6 મહિના પછી, બાલતરુને ચોક્કસ ફુગનાશકમાં (10 ગ્રા/10 લિટર પાણી ) રાખવાથી અને બાદમાં દર બીજા મહિને જમીનને તેનાથી ભીંજવવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પનામા રોગ (ફ્યુસિરિયમ સુકારો તરીકે પણ ઓળખાય છે) ફુસિરિયમ ઓકસીપોરમ ફૂગની એક પેટાપ્રજાતિ દ્વારા નિર્માણ થાય છે જે દાયકાઓ સુધી જમીનમાં ટકી શકે છે. તે નાના મૂળતંતુઓ દ્વારા છોડમાં પ્રવેશે છે, આ પ્રક્રિયા પાણીના અયોગ્ય, નબળા નિકાલની વ્યવસ્થામાં વધુ દેખાય છે. તે થોડા અંતર સુધી જમીન પરના પાણી, વાહનો, સાધનો અને બુટ-ચપ્પલ દ્વારા ફેલાય છે. ઉપરાંત, વાવેતર માટે ની ચેપગ્રસ્ત સામગ્રીથી, રોગ સામાન્ય રીતે દૂર સુધી ફેલાય છે. વધતું તાપમાન એ રોગના ફેલાવા માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. થડની વાહકપેશીઓમાં સડો નિર્માણ થવાથી પાણી અને પોષકતત્વોના પરિવહન પર પ્રતિકૂળ અસર પડે છે અને તેથી પાંદડાં પીળા પડે છે અને છોડની તાજગીમાં ઘટાડો થાય છે. જો બધી પરિસ્થિતિ મળી રહે તો, ફયુસીરીયમ સુકારો એ કેળાં નો ખૂબ વિનાશક રોગ બની શકે છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત વાવેતરની સામગ્રીનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોની વાવણી કરો.
  • પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • દરેક બીજા સપ્તાહે છોડનું નિરીક્ષણ કરો.
  • હાજર રોગગ્રસ્ત છોડને મારવા વનસ્પતિનાશકનો ઉપયોગ કરો.
  • ગંભીર રીતે અસરગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી નાખો અને તેને તરત જ બાળી નાખો.
  • અજાણતાં પણ ચેપગ્રસ્ત વિસ્તારોમાંથી સ્વચ્છ વિસ્તારોમાં માટીના પરિવહનથી સાવધ રહો.
  • સોડિયમ હાઇપોક્લોરાઇટ બ્લીચનો ઉપયોગ કરીને સાધન, સામગ્રી અને ખેતીના યંત્રોને ચેપમુક્ત કરો.
  • અત્યંત ચેપી જમીનમાં પછીના 3-4 વર્ષ માટે કેળાંનું વાવેતર કરવું નહિ.
  • રોગના બનાવો ઘટાડવા શેરડી, ચોખા અથવા સૂરજમુખી સાથે પાકની ફેબદલી કરો.
  • ચીની લસણ (એલિયમ ટ્યુબેરોસમ) સાથે આંતર-પાક કરો.
  • ફૂગની વૃદ્ધિને અટકાવતાં સૂક્ષ્મજીવોને પાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો