કેળા

કેળામાં કાળી ફૂગ

Colletotrichum musae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળ પર ઘાટા-છીકણીથી કાળા રંગના ઊંડા ટપકાં.
  • જે મોટા ચાઠા તરીકે વિકાસ પામે છે.
  • તેના કેન્દ્રમાં નારંગી કે ગુલાબી રંગની ફૂગનો વિકાસ થાય છે.
  • ફળ અકાળે પાકી જાય છે અને સડે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

ફૂગથી ચેપગ્રસ્ત ફળોની છાલ પર ઘાટા-છીંકણી થી કાળા રંગના, શોષાયેલ ટપકાં બને છે. પ્રારંભિક લક્ષણો લીલા ફળોની છાલ પર આછા રંગની કિનારી સાથે ઘેરા કથ્થાઈ-કાળા દ્વિબહિર્ગોળ, શોષાયેલ જખમ તરીકે દૃશ્યમાન થાય છે. પીળા ફળો પર, આ જખમ અલગ અલગ કદના હોય છે અને એકરૂપ થઈ મોટા કાળા શોષાયેલ પટ્ટીઓ બનાવી શકે છે. તેના કેન્દ્રમાં નારંગી કે ગુલાબી રંગની ફૂગનો વિકાસ થાય છે. આ લક્ષણો ફળોની ટોચ પર દેખાવાના શરુ થઇ શકે છે, જે અગાઉ ફૂલ પર લાગેલ ચેપનું પરિણામ હોઈ શકે છે. અસરગ્રસ્ત ફળો અકાળે પાકી જાય છે, જેનો ગર ક્રમશઃ સડા દ્વારા અસર પામે છે. પ્રાથમિક લક્ષણો, લણણી પછી લાંબા સમય પછી, પરિવહન અથવા સંગ્રહ દરમિયાન પણ દેખાઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લણણી વખતે 10% અરબીક ગમ જેવા જૈવિક ફુગનાશકને 1.0% ચિતોસન (મૂળ ચિટિન) સાથે ભેળવીને ફળોને સારવાર આપવાથી સંગ્રહ દરમિયાન રોગને અંશતઃ નિયંત્રિત કરી શકાય છે. જુદા જુદા છોડ આધારિત મિશ્રણનો જેમ કે લીંબુનો અર્ક, આદુનો અર્ક ઉપરાંત બાવળ, આસોપવાલ તેમજ કડવી મેંદીના પાંદડાનો અર્ક વગેરેનો, આ રોગ પેદા કરતાં જીવાણુની વૃદ્ધિ અટકાવવા સફળતા પૂર્વક ઉપયોગ કરવામાં આવેલ છે. આ આશાસ્પદ આંકડા માટે હજુ ખેત પ્રયોગો દ્વારા પુષ્ટિ કરવાની જરૂર છે. 55° C તાપમાન વાળા ગરમ પાણીમાં લીલા ફળોને 2 મિનિટ માટે ઝબોળવાથી પણ બનાવ ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ખેતી દરમિયાન, કેળાંના ઘોણ પર મેન્કોઝેબ(0.25%) અથવા benzimidazoles (0.05%) સમાવતા ઉત્પાદનો સાથે છંટકાવ કરી શકાય અને પછીથી તેના પર ચેપ ટાળવા ઢાંકી દેવા. લણણી કરેલ ફળોને બૅઝિમિડેઝોલ ધરાવતા ફુગનાશકમાં ડુબાડવા અથવા તેનો છંટકાવ કરવો. ફળો પર ખાદ્ય કક્ષાનું butylated hydroxyanisole (BHA) રાસાયણનું આવરણ કરવાથી આ ફુગનાશકોની ક્ષમતા સંભવતઃ વધી શકે છે.

તે શાના કારણે થયું?

Colletotrichum musae દ્વારા કાળી ફૂગનું નિર્માણ થાય છે, જે નાશ પામેલ અથવા નાશ પામતા પાંદડાં કે ફળો પર જીવિત રહે છે. આ રોગના બીજકણ પવન, પાણી અને જંતુઓ દ્વારા તેમજ કેળાને ખાતાં પક્ષીઓ અને ઉંદરો દ્વારા પણ ફેલાઈ શકે છે. તેઓ છાલ પરના નાના ઝખ્મ દ્વારા ફળમાં પ્રવેશ કરે છે અને બાદમાં ચેપ લગાડી અને લક્ષણો અભિવ્યક્ત કરવાના શરૂ કરે છે. વધતું તાપમાન, વધુ ભેજ અને વારંવાર વરસાદ એ ચેપ માટે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. આ લક્ષણો ફળ ડાળી પર પાકતાં હોય ત્યારે અથવા લણણી પછી સંગ્રહ દરમિયાન વિકસી શકે છે. આ પરિવહન અને સંગ્રહ દરમિયાન કેળાંના ફળોની ગુણવત્તાને અસર કરતો એક મુખ્ય રોગ છે.


નિવારક પગલાં

  • લણણી, પેકેજીંગ અને સંગ્રહ દરમિયાન કેળાંની પેશીઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • કેળાના ઘોણના ઉદભવ બાદ તેને ચેપ સામે રક્ષણ કરવા માટે પ્લાસ્ટિકની બાંય વાપરો.
  • લણણી બાદ ચેપ થતો અટકાવવા માટે પ્રક્રિયા સ્થળો અને સંગ્રહની જગ્યા સ્વચ્છ રાખો.
  • ફળની સપાટી પરથી ફૂગના બીજ દૂર કરવા માટે ફળોને પાણીથી ધોઈ લેવા.
  • ક્ષીણ થતાં પાંદડા અને બાકી રહેલ મોરના ભાગોને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો