કેરી

ફોમા ફૂગ

Peyronellaea glomerata

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જૂના પાંદડાઓ પર અનિયમિત પીળા થી બદામી જખમ.
  • જખમ રાખોડી મૃત કેન્દ્રો સાથે મોટા થાય છે.
  • પાંદડા કરમાય છે , છેવટે પાનખર.

માં પણ મળી શકે છે


કેરી

લક્ષણો

ફોમા ફૂગના ચેપના લક્ષણો માત્ર જુના પાંદડા પર જોઇ શકાય છે. અસરગ્રસ્ત પાંદડા ના સમગ્ર પડ પર કોણીય, પીળા થી કથ્થઈ અનિયમિત જખમ ફેલાયેલા દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે જખમ વૃદ્ધિ પામે છે અને મોટા પટ્ટા રચે છે કે જે પછી રાખોડી કેન્દ્રો અને ઘાટી કિનારી વાળા આછા સુકાયેલ વિસ્તારોમાં ફેરવાઇ જાય છે. અંતિમ તબક્કામાં, પાંદડા કરમાય છે અને છેવટે પાનખર થાય છે. વૈકલ્પિક યજમાન છોડમાં સામાન્ય વેલો (વિટિસ વિનિફેરા) અને કેન્ટુકી ઘાસ (પો પ્રાટેન્સિસ) નો સમાવેશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રથમ લક્ષણો દેખાયા પછી તરત જ અને ત્યારબાદ 20 દિવસ ના અંતરાલોએ કોપર ઓક્સીકલોરાઈડ (0.3%) ના છંટકાવ દ્વારા રોગને નિયંત્રણ માં રાખી શકાય છે. સંગ્રહ દરમિયાન ઠંડી સંગ્રહ સાથે સંયોજનમાં લીમડાના પાંદડાના અર્ક સાથે ફળોની સારવાર સંપૂર્ણપણે ફળો પર શ્રેણીબદ્ધ રોગાણુંઓ ની વૃદ્ધિ અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પ્રારંભિક દેખાવ બાદ 0.3% મિલટોક્સ સમાવતી ફુગનાશકોનો 20 દિવસના અંતરાલોએ છંટકાવ, ફૂગ ને મર્યાદિત ક્ષેત્ર માં રોકી રાખવામાં અસરકારક કામ કરે છે.

તે શાના કારણે થયું?

ફોમા ફૂગ એક નવો રોગ છે, પરંતુ હવે તેનું કેરી ઉત્પન્ન વિસ્તારોમાં આર્થિક મહત્વ વધી રહ્યું છે. પીરોનેલેઆ ગ્લોમેરેટા ફૂગ ને કારણે લક્ષણો થાય છે, જેને અગાઉ ફોમા ગ્લોમેરેટા તરીકે ઓળખવામાં આવે છે, તેથી રોગનું સામાન્ય નામ આ છે. તે એક સર્વવ્યાપક અને વ્યાપક ફૂગ છે કે જે સામાન્ય રીતે લક્ષણો લાવ્યા વગર , માટી અને વિવિધ મૃત અથવા જીવંત વૃક્ષ ની સામગ્રી (બીજ, ફળો, શાકભાજી) પર ટકી રહે છે. તે મકાનની અંદર લાકડા, સિમેન્ટ, રંગરોગાણ કરેલ સપાટી અને કાગળ પર પણ થઈ શકે છે. ફૂગ સામાન્ય રીતે રોગગ્રસ્ત પેશીઓ ના ગૌણ હુમલાખોર તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં, કેટલાંક યજમાનો માં, અને ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓ (ભેજવાળુ હવામાન અને ઊંચું તાપમાન) હેઠળ, તે રોગ ને ઉત્તેજિત કરે છે. 26 ° C થી 37° C નીચે ના તાપમાન માં ખુબજ વિકાસ થાય છે.


નિવારક પગલાં

  • સંગ્રહ દરમ્યાન ફૂગનો વિકાસ ટાળવા માટે સંગ્રહ સુવિધાઓ સંપૂર્ણપણે સ્વચ્છ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો