પપૈયા

પપૈયા અને કેરીમાં થતો ફુગજન્ય રોગ

Colletotrichum gloeosporioides

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળો પર મોટા, ઘેરો બદામી રંગના જખમ.
  • જખમની અંદર ગુલાબી-નારંગી રંગના કણો વિકસે છે.
  • પાંદડાં પર ઘાટી કિનારી અને પીળા રંગની આભા સાથે ભુખરા રંગના ટપકાં.

માં પણ મળી શકે છે


પપૈયા

લક્ષણો

ફૂગ પાંદડાં અને પાંદડાંના ડીટાં પર લાગી શકે છે, પરંતુ તે મુખ્યત્વે ફળનો રોગ છે. પાંદડા પર તેના લક્ષણો ઘાટી કિનારી અને પીળા રંગની આભા સાથે ભુખરા રંગના ટપકાં દ્વારા જોઈ શકાય છે. ટપકાં પાછળથી મોટા થઇ અને એકબીજામાં ભળી જઈ મોટો મૃત વિસ્તાર રચે છે. શરૂઆતમાં ફળની છાલ પર નાના, આછા રંગના ટપકાં દેખાય છે. પાક્યા પછી, ટપકાંના કદમાં નોંધપાત્ર (5 સે.મી.) વધારો થાય છે અને આકારમાં ગોળ બની જાય છે, ઘેરો બદામી જખમ, જે ઘણી વાર પાણી શોષાવાથી થતા અથવા ઉપસેલો દેખાવ ધરાવે છે. જખમની અંદર કેન્દ્રિત થઈને ગુલાબી-નારંગી રંગના કણો વિકસે છે. નાના, રાતા બદામી રંગના, ચપટા ટપકાં (2 સે.મી. સુધી), જે "ચોકલેટ ટપકાં" તરીકે ઓળખાય છે, પણ જોઇ શકાય છે. ફળો અકાળે ખરી પડે છે. ખાસ કરીને જો ફળોને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ હોય, તો આ લક્ષણો કદાચ લણણી પછી પણ વિકાસ પામી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો સાનુકૂળ હવામાનની સ્થિત દરમિયાન લાગુ પાડવામાં આવે તો, બેસિલસ સબટાઇટલિસ (Bacillus subtilis) અથવા બેસિલસ માયલોલીકવેફેસીન્સ (Bacillus myloliquefaciens) પર આધારિત જૈવિક -ફુગનાશક સારું કામ આપી છે. બીજ અથવા ફળોને (48° C પર 20 મિનિટ માટે ) ગરમ પાણીની સારવાર આપવાથી કોઈપણ ફુગના અવશેષનો નાશ કરી શકાય છે અને તેનો ખેતરમાં અથવા પરિવહન દરમિયાન રોગ ફેલાતો અટકાવી શકાય છે. જ્યારે ચેપગ્રસ્ત ડાળીઓને દૂર કરતી વખતે બોર્ડેક્સ પેસ્ટ સાથે તૂટેલા ભાગને આવરી લેવાની ખાતરી કરો (1 CuSO4:લાઈમ:પાણી 1:2:6ની માત્રામાં). 10-12 દિવસના અંતરાલમાં ઓછામાં ઓછા સતત 3 વાર છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ચેપનું જોખમ ઘટાડવા azoxystrobin, ક્લોરોથેલોનીલ અથવા કોપર સલ્ફેટ સમાવતા ફુગનાશકનો 10-12 દિવસના અંતરે ઓછામાં ઓછા સતત 3 વખત છાંટી શકાય છે. આ સંયોજનો સાથે બીજની સારવાર પણ કરી શકાય છે. છેલ્લે, વિદેશી બજારોમાં વેચાણ માટેના ફળમાં બનાવનું પ્રમાણ ઘટાડવા, લણણી પછી ફુગનાશકને ખાદ્ય મીણ સાથે ભેળવીને લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફૂગએ વિશ્વભરમાં થતો એક મહત્વપૂર્ણ રોગ છે. તે માટીમાં ઉદ્ભવેલ કલેક્ટરીચમ ગ્લોસ્પોરિયોડસ (Colletotrichum gloeosporioides) ફૂગના કારણે થાય છે. ફૂગ જમીનમાં બીજ અથવા પાકના અવશેષોમાં અસ્તિત્વ ધરાવે છે. જયારે પરિસ્થિતિ અનુકૂળ હોય, ત્યારે તે પવન અને ઝરમર વરસાદ મારફતે ખેતરમાંમાં અકબંધ, સારા, અપરિપક્વ લીલા ફળો પર ફેલાય છે. રોગ પેદા કરતા ઘટકો માટે કેરી, કેળા અને એવોકાડો, એ બીજા વૈકલ્પિક યજમાનો છે. મધ્યમ તાપમાન (18° અને 28° સે ની વચ્ચે), વધુ પડતો ભેજ (97% અથવા વધુ) અને ઓછી પીએચ (5.8 થી 6.5) ખેતરમાં રોગના વિકાસની તરફેણ કરે છે. સુકુ હવામાન, વધુ સૌર કિરણોત્સર્ગ અથવા અતિ તાપમાન, તેની વૃદ્ધિ અવરોધે છે. ફૂગને તેનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે ઉપદ્રવ પામેલ ફળ ચોક્કસ માત્રા સુધી પાકે તે જરૂરી છે.


નિવારક પગલાં

  • ઓછા વરસાદ વાળી જગ્યાની પસંદ કરો.
  • પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થાની પદ્ધતિનો અમલ કરો.
  • કફોડી પરિસ્થિતિ ટાળવા વહેલી લણણી કરો.
  • પ્રતિકારક્ષમ જાતોની વાવણી કરો અને તંદુરસ્ત બીજનો જ ઉપયોગ કરો.
  • છોડની વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • ખેતરમાં કે આસપાસની જગ્યામાં બિન-યજમાન વૃક્ષો જેવા કે સંતરા કે કોફીની વાવણી કરો.
  • સારા હવાઉજાસ માટે વર્ષમાં એક વાર વૃક્ષની છાંટણી કરો.
  • ખરી પડેલા ફળો, ડાળીઓ અને પાંદડા દૂર કરો.
  • ખેતરને નીંદણ અને વૈકલ્પિક યજમાન છોડને દૂર કરી ચોખ્ખું રાખો.
  • ફળોનો સંગ્રહ એક સારી હવાઉજાસ વાળી જગ્યાએ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો