ઘઉં

ઘઉંના બળેલા દાણા

Tilletia indica

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ડૂંડા દીઠ થોડા અનાજના દાણા આધાર પાસે કાળા હોય છે.
  • અનાજ કાળા પાવડર જેવા દ્રવ્યથી ભરાય છે.
  • જયારે દાણાને મસળવામાં આવે ત્યારે સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

પ્રારંભિક તબક્કામાં, ડૂંડા દીઠ થોડા અનાજના મૂળમાં કાળો પડી ગયેલ વિસ્તાર વિકસ પામે છે. થોડું થોડું કરીને, અનાજમાં તેનો ગર ખાલી થાય છે, અને આંશિક કે સંપૂર્ણપણે કાળા પાવડર જેવા દ્રવ્યથી ભરાઈ જાય છે. આ પ્રક્રિયામાં અનાજનો દાણો ફૂલી નથી જતો અને દાણાનું ફોતરું સામાન્યરીતે અકબંધ રહે છે. જેમ જેમ રોગ વિકસે છે, વધુ અન્ય ડૂંડા પર પણ અનાજને અસર થાય છે. જ્યારે મસલવામાં આવેછીણ, આ અનાજના દાણામાંથી સડેલી માછલી જેવી ગંધ આવે છે. જોકે, મેશ નિર્માણ થઇ હોય તેવા દાણાની સંખ્યા ડૂંડા દીઠ ભાગ્યે જ 5 કે 6 થી વધુ હોય છે. ચેપગ્રસ્ત છોડ વામણો હોઈ શકે છે. આ રોગથી અનાજની ઉપજ પર માત્ર ન્યૂનતમ અસર થાય છે, પરંતુ રોગના બીજકણની હાજરી અથવા ગુણવત્તાને લગતી સમસ્યાઓના કારણે બિયારણ તરીકે તેનો અસ્વીકાર થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, ટીલેસિયા ઇન્ડિકા સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કોઈ બીજ સારવાર 100% અસરકારક નથી, પરંતુ અનેક સારવાર એવી છે કે જે ફૂગની વૃદ્ધિ અને અનાજને નુકસાન થતું અટકાવે છે. કાર્બોક્ઝિન-થીરમ, ડાયફેનોકોનેઝોલ, મેફેનોક્ઝામ અથવા ટબુકોનેઝોલ પર આધારિત ફુગનાશકોના ઉપયોગથી હવાથી નિર્માણ થયેલ ચેપને ખેતરમાંથી અસરકારક રીતે દૂર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

બળેલા દાણાનો રોગ બીજજન્ય અથવા ભૂમીજન્ય ફૂગ ટીલેસિયા ઇન્ડિકાના કારણે થાય છે. આ ફૂગ જમીનમાં 4-5 વર્ષ સુધી ટકી શકે છે. દૂષિત જમીન અથવા છોડના અવશેષોમાં રહેલ રોગના બીજકન તંદુરસ્ત છોડ પર ફેલાય છે અને વિકાસ પામે છે. ફૂલ આવવાના સમગ્ર સમય દરમિયાન ચેપ ફેલાઈ શકે છે, પરંતુ ડૂંડાના ઉદભવ દરમિયાન છોડ વધુ સંવેદનશીલ હોય છે. વિકાસ પામતાં બીજમાં ફૂગ વસાહત બનાવે છે અને ધીમે ધીમે તેમાંથી તેનું સમગ્ર દ્રવ્ય ખાલી કરી નાખે છે. લક્ષણો વિકાસમાં વાતાવરણ એ ખૂબ મહત્વનું પરિબળ છે. ઘઉંના દાણાની રચના દરમિયાન ભેજવાળું હવામાન (> 70%) અને 18 અને 24 ° સે વચ્ચેનું તાપમાન રોગના વિકાસ માટે અનુકૂળ છે. ખેતરની સાધન-સામગ્રી, કપડાં અને વાહનો મારફતે પણ રોગના બીજકણ ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ વાપરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો ઉગાડો.
  • ખેતરની આસપાસ વૈકલ્પિક યજમાનોની ખેતી કરવાનું ટાળો.
  • 5 વર્ષ માટે બિન-યજમાન પાક સાથે વિશાળ માત્રામાં પાકની ફેરબદલી કરો.
  • ડૂંડાંની રચનાના સમયે ફૂગ માટે શ્રેષ્ઠ હવામાનની પરિસ્થિતિઓ તે રીતે વાવણીનો સમય નક્કી કરો.
  • ફૂલ આવવાના સમયે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરો અને અતિશય સિંચાઇ ટાળો.
  • અતિશય નાઇટ્રોજનયુકત ખાતર આપવાનું ટાળો.
  • ચેપગ્રસ્ત ખેતરમાંથી યંત્રો અને માટીની હેરફેર ટાળો.
  • જમીનનું તાપમાન વધારવા માટે અને ફૂગનો ફેલાવો ઘટાડવા માટે પ્લાસ્ટિકના આવરણનો ઉપયોગ કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો