ચોખા

ચોખામાં ફાટ

Magnaporthe oryzae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર ઘેરા રંગની કિનારી સાથે ગોળાકાર સફેદ રંગના ટપકાં હોય છે.
  • ગાંઠો પર પણ લક્ષણો જોઈ શકાય છે.
  • રોપા અથવા કુમળા છોડનો નાશ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ચોખા ફાટવાનો રોગ જમીનની ઉપર આવેલા છોડના તમામ ભાગને અસર કરે છે: પાંદડા, કોલર, ગાંઠ, ફૂલ સાથે જોડાયેલ ડાળીનો ભાગ, ફૂલના ભાગો, અને ક્યારેક પર્ણદંડ. પાંદડા પર અણીદાર છેડા વાળા, આંખ જેવા આકારના, પીળા કે આછા લીલા રંગના પીળાશ પડતાં જખ્મો જોવા મળે છે. જખમની કિનારી સુકાયેલી અને તેનું કેન્દ્ર રાખોડી થી સફેદ રંગનું હોય છે. જખમના કદનો આધાર છોડની ઉંમર, પ્રજાતિ અને કયા સમયે ચેપ લાગ્યો છે તેના ઉપર રહે છે. જેમ જેમ જખમ નો વિકાસ થાય છે, તેમ તેમ પાંદડાં સુકાઈ જાય છે. જો પાંદડાં અને પર્ણદંડના જોડાણ વાળા ભાગમાં ચેપ લાગેલ હોય તો, તેમાં (કોલર) સડો નિર્માણ થાય છે અને જોડાણની ઉપર આવેલ પાંદડાનો ભાગ નાશ પામે છે. ગાંઠને પણ અસર થઈ શકે છે. જેના કારણે ગાંઠ કથ્થઈ રંગની બને છે અને દાંડી તૂટી જાય છે, અને ક્યારેક સંપૂર્ણ રોપા અથવા કુમળા છોડનો નાશ થાય છે. વૃદ્ધિના પાછળના તબક્કે, ગંભીર રીતે પાંદડા ફાટવાના કારણે પાંદડાંનો વિસ્તાર ઓછો થાય છે અને તેનાથી દાણાં ભરાવા તેમજ ઉપજમાં ઘટાડો થાય છે. તે ચોખાના સૌથી વિનાશક રોગો પૈકીનો એક છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, આ રોગ કોઈ માટે કોઈ જ વ્યાપારી ધોરણની અસરકારક જૈવિક નિયંત્રણની પદ્ધતિ ઉપલબ્ધ નથી. ફૂગ અને રોગની અસર/ફેલાવા પર અસર જોવા માટે બેક્ટેરિયા આધારિત ઉત્પાદનો સ્ટ્રેપ્ટોમાઈસીસ અથવા સ્યુડોમોનાસની ચકાસણી ચાલી રહી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. બીજને થીરમથી સારવાર આપવી એ રોગ સામે અસરકારક છે. ચોખા ફાટવાના રોગનું નિયંત્રણ કરવા માટે છોડના વિકાસ અથવા ફૂલ આવવાના તબક્કે તેની પર એઝોકસીસ્ટ્રોબીન અથવા ટ્રાએઝોલ્સ કે સ્ટ્રોબિલ્યુરીન્સ ના સક્રિય ઘટકો ધરાવતા ફુગનાશકનો છંટકાવ કરી શકાય. ડૂંડા આવવાના સમયે એક અથવા બે વાર ફૂગનાશકથી સારવાર રોગનું નિયંત્રણ કરવા માટે અસરકારક બની શકે છે.

તે શાના કારણે થયું?

મેગ્નેપોર્થે ગ્રીસિયા ફુગના કરીને ચોખા ફાટવાના લક્ષણો નિર્માણ થાય છે, જે ઘઉં, રાઈ, જવ, અને મોટી બાજરી જેવા અન્ય ખેતીવાડીના મહત્વપૂર્ણ અનાજને પણ સંક્રમિત કરી શકે છે. લણણી પછી ફૂગ ચોખાની સાંઠીઓ પર અસ્તિત્વ ધરાવે છે અને તે રીતે આગામી ઋતુમાં તેનો ફેલાવો થાય છે. સામાન્ય રીતે છોડ પરિપક્વ બનતાં તે આ રોગ પેદા કરતા જીવાણુ પ્રત્યે ઓછા સંવેદનશીલ બની જાય છે. ઠંડુ તાપમાન, વારંવાર વરસાદ, અને માટીમાં ભેજનું ઓછું પ્રમાણ રોગની તરફેણ કરે છે. ચેપના માટે લાંબા સમય માટે પાંદડાં ભીના હોવા પણ જરૂરી છે. ઉંચાણવાળી જગ્યાએ વાવેલ ચોખામાં, ઝાકળના (રાત્રી અને દિવસના તાપમાનમાં મોટો તફાવતો) કારણે જોખમ રહે છે. છેલ્લે, વધુ નાઇટ્રોજન અથવા ઓછા પ્રમાણમાં સીલીકોન ધરાવતી જમીનમાં ઉગાડેલ છોડમાં રોગનો વિકાસ થવાની શક્યતા વધુ હોય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત અથવા પ્રમાણિત બિયારણની સામગ્રીનો ઉપયોગ કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ છોડની પ્રજાતિનું વાવેતર કરો.
  • ચોમાસાની ઋતુની શરૂઆત થયા બાદ, વહેલું વાવેતર કરો.
  • વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતર નો ઉપયોગ કરશો નહીં અને તેની બે અથવા વધારે ભાગમાં વહેંચણી કરી પછી લાગુ કરો.
  • નિયમિત સિંચાઈ કરી પાણીના તણાવની પરિસ્થિતિ નિર્માણ ન થાય તેનું ધ્યાન રાખો.
  • ચોખાનો વ્યવસ્થિત વિકાસ થાય તે માટે પાણીનું યોગ્ય સ્તર જાળવી રાખો.
  • સતત પાણી પૂરું પાડો અને ખેતરમાંથી પાણી વહી ન જાય તેનું ધ્યાન રાખો.
  • નીંદણ અને વૈકલ્પિક યજમાન છોડનું નિયંત્રણ કરો.
  • જો માટીમાં સિલિકોનની ઉણપ હોય તો, સિલિકોનયુક્ત ખાતર પૂરું પાડો.
  • ચોખાની વિવિધ પ્રજાતિની સાંઠીઓ સિલિકોનની વધુ માત્રા ધરાવે છે અને તે સિલિકોન માટેનો ખુબ જ સસ્તો સ્ત્રોત છે.
  • રોગના લક્ષણો માટે નિયમિત તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • ફૂગનો આગામી ઋતુમાં ફેલાવો થતો અટકાવવા માટે ચેપગ્રસ્ત છોડના બધા જ અવશેષોનો નાશ કરો.
  • પાકની ફેરબદલી કરવી એ બનાવો ઘટાડવા માટેનો સરળ અને અસરકારક રસ્તો છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો