બાજરી

મોતી બાજરીમાં મસી

Moesziomyces bullatus

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • અનાજ લીલા રંગની વસાહતો (ફૂગના રોગાણુની શીંગો) બની જાય છે.
  • બાદમાં ફૂગ કાળા રંગની બને છે.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરી

લક્ષણો

બાજરીના દાણા લીલા રંગની વસાહતો બની જાય છે. તે અનાજના દાણા કરતાં મોટા હોય છે અને અંડાકાર / શંકુ આકારની શીંગો તરીકે દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, આ વસાહતો કાળા રંગની બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને યુમોઈઝીયોમાયસીસ બ્યુલેટસ સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આર્થિક દૃષ્ટિએ, રાસાયણિક સારવાર સધ્ધર નથી.

તે શાના કારણે થયું?

મોઈઝીયોમાયસીસ બ્યુલેટસ તરીકે ઓળખાતા રોગ પેદા કરતા જીવાણુ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. આ રોગ બીજ મારફતે ફેલાય છે. રોગ પેદા કરતા જીવાણુ તાપમાનની વ્યાપક શ્રેણીમાં વિકસી શકે છે (5 ° સે - 40 ° સે), જયારે 30 ° સે તાપમાને તેની મહત્તમ વૃદ્ધિ થાય છે. ફૂગના કણો જમીનમાં ટકી શકે છે. બીજ, જમીન અને હવા જન્ય પ્રકૃતિ ધરાવે છે.


નિવારક પગલાં

  • ડબ્લ્યુસી-સી75, આઈસીએમએસ 7703, આઇસીટીપી 8203, અને આઈસીએમવી 155 જેવી પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરવો.
  • તંદુરસ્ત બિયારણ નો ઉપયોગ કરો.
  • વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતર નો ઉપયોગ ન કરવો.
  • સફેદ કોથળી અને ઘાસને જમીન પર પાથરવા સાથે જમીને સૂર્યપ્રકાશમાં ખુલ્લી રાખવાથી મસીનો ચેપ ઘટાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો