ડુંગળી

લીલી ડુંગળીમાં ખવાણ

Puccinia porri

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની બંને બાજુએ નાના, સફેદ ટપકાં દેખાય છે.
  • ટપકાં તેજસ્વી નારંગી રંગના ફોલ્લા તરીકે વિકાસ પામે છે.
  • પાંદડાની સપાટી પર કાપા જેવા મુખ દેખાય છે.
  • વધુ ચેપથી છોડ, પીળો પડે છે, કરમાય છે અને સૂકાઈ શકે છે.
  • લસણના છોડનો કંદ સંકોચાયેલો અને નીચી ગુણવત્તા વાળો હોઇ શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક

ડુંગળી

લક્ષણો

વૃદ્ધિના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે અને તે પ્રથમ પાંદડા પર દેખાય છે. પ્રારંભિક લક્ષણો નાની, સફેદ ટપકાં તરીકે પડની બંને બાજુઓ પર જોઈ શકાય છે. સમય જતાં, આ સ્થળોએ તેજસ્વી નારંગી રંગની કાટ જેવી ફોલ્લીઓ કે જે બીજકણ ઉત્પાદક માળખાં તરીકે વિકસે છે. ફોલ્લી વધવાની ચાલુ રહે છે, જે તૂટીને ખુલ્લું થઈ જતાં તેમાંથી રોગના બીજકણ બહાર આવે છે. પાંદડાં છેવટે પીળા પડી જાય છે અને પડની લંબાઈની સાથે-સાથે ઈજાઓ જોઈ શકાય છે, જે ક્યારેક કાપા જેવા મુખમાં પરિણમે છે. ભારે ચેપના કિસ્સામાં સમગ્ર છોડ પીળો પડી જાય છે અને નમી પડે છે, જેનાથી છોડ અકાળે મૃત્યુ પામી શકે છે. જો છોડને શરૂઆતમાં જ અસર થાય, અથવા ભારે ચેપ હોય તો, નીચી ગુણવત્તા સાથે નાના અને સંકોચાયેલ કંદ ઉત્પન્ન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લાંબા ગાળે ખવાણને હલ કરવા માટે થતું અટકાવવું એ એકમાત્ર રસ્તો છે. સલ્ફર સમાવતા કેટલાક સંયોજનોને જૈવિક માનવામાં આવે છે અને ચેપનું જોખમ ઘટાડવા માટે નિવારક તરીકે વાપરી શકાય છે. વાપરવાના વિવિધ માર્ગો છે ઉદાહરણ તરીકે, છોડ પર સલ્ફર પાઉડરનો ફુવારો અથવા છંટકાવ કરી શકાય છે. અથવા સલ્ફરને પાણી સાથે ભેળવી પાંદડાં પર તેને ખરતા અટકાવવા માટે છંટકાવ કરી શકાય છે અથવા છોડના આધાર પાસે આસપાસ જમીન પર રેડી શકાય છે. યોગ્ય ઉપયોગની રીત માટે, અનુરૂપ ઉત્પાદનના નિયમને અનુસરો અથવા તમારા સ્થાનિક વેપારીને પૂછવા વિનંતી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર પ્રતિબંધક છંટકાવ તરીકે અથવા જમીનમાં રોગનું જોખમ અટકાવવા માટે એઝોઝીસ્ટરૉબિન મેન્કોઝેબ ધરાવતી પેદાશનો ઉપયોગ કરી શકાય છે. કૃપા કરી ધ્યાન રાખો કે આ ફૂગજન્ય રોગનો ઇલાજ શક્ય નથી.

તે શાના કારણે થયું?

પૂસીનીય પોરી ફૂગના કારણે રોગ નિર્માણ થાય છે, જે માત્ર જીવંત છોડની પેશીઓમાં વસવાટ કરી શકે છે. તે ઠંડી દરમ્યાન ક્યાંતો વૈકલ્પિક યજમાન (નીંદણ અથવા જાતે ઉગી નીકળેલ છોડ) પર, અથવા નિષ્ક્રિય મોસમ પસાર કરવા રોગના બીજકણ નિર્માણ કરે છે. આ ફૂગના બીજકણોનો પવન અને વરસાદના છાટાં દ્વારા અન્ય છોડ અથવા ખેતરમાં ફેલાવો થાય છે. ભેજનું ઊંચું પ્રમાણ, ઓછો વરસાદ અને 10-20° સે સુધીનું તાપમાન ફૂગના જીવનચક્ર અને રોગના ફેલાવા માટે સૌથી સાનુકૂળ પરિસ્થિતિ છે. આ સંજોગોમાં, એકવાર ફૂગના બીજકણો યજમાન છોડ પર સ્થાપિત થયા બાદ, ફૂગનો વિકાસ અને વસાહતીકરણ શરૂ થાય છે. તાપમાન અને ભેજના સ્તર પર આધાર રાખીને, ચેપ અને રોગ ફાટી નીકળવા વચ્ચે 10-15 દિવસનો સમયગાળો હોય છે. ફેલાવા માટે મુખ્ય સમય ઉનાળાનો અંત ભાગ છે. રોગથી ઉત્પાદનમાં ભારે નુકસાન પહોંચી શકે છે અને કંદની ગ્રહણ ક્ષમતા ઘટી શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત તરફથી મેળવેલ તંદુરસ્ત બીજ અથવા વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • સારી હવાની અવરજવર અને રોગનો ફેલાવો ટાળવા માટે, હરોળમાં વાવેતર કરવા માટે ભલામણ કરેલ અંતરને અનુસરો.
  • સારીરીતે સુકાયેલ જમીન વાવણી માટે પસંદ કરો, ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની ખાતરી કરો અને વધુ પડતી પિયત ટાળો.
  • નીંદણ કરતી વખતે કંદને નુકશાન ન થાય તેની સાવચેતી રાખો.
  • નાઇટ્રોજનથી સમૃદ્ધ જમીનમાં એલિયમ પ્રજાતિના છોડ ઉગાડવા નહિ.
  • પોટેશિયમ સમૃદ્ધ ખાતર (ઉદાહરણ તરીકે પોટાશનો સલ્ફેટ) નો ઉપયોગ કરો.
  • રાત્રિ દરમિયાન ભેજવાળી પરિસ્થિતિ ટાળવા, સવારે પિયત કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • કોઇપણ પ્રકારના રોગના ચિહ્નો માટે નિયમિત તમારા છોડ અથવા ખેતરની ચકાસણી કરો.
  • પ્રારંભિક લક્ષણો જણાતાં, ચેપગ્રસ્ત છોડને દૂર કરો અને નાશ કરો, ઉદાહરણ તરીકે બાળી નાખો.
  • ઓછામાં ઓછા 2-3 વર્ષ માટે બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલ કરો.
  • તે સમયે જીવાણુ મુક્ત ખેતરમાં વાવણીની ખાતરી કરવા, જાતે ઉગી નીકળેલા એલિયમ છોડનો નાશ કરો.
  • રોગનું ખેતરના બીજા ભાગમાં વહન થતું અટકાવવા, તમારી સાધન-સામગ્રીને શુદ્ધ રાખો અને વારંવાર તમારા હાથ ધોવા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો