બટાટા

રૂપેરી પોપડી

Helminthosporium solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નાના રાખોડી ચાંદી જેવા ટપકા અથવા જખમ જે મોટા થઈને વર્તુળાકાર બનાવે છે.
  • તે સામાન્ય રીતે અનિયમિત આકારના અને બીજા વિકસતા છોડને જોડતા ભાગ સાથે સંકળાયેલા હોય છે.
  • જખમ મોટાભાગે ઉપરછલ્લા હોય છે અને અંદરની પેશીઓને નુકસાન પહોંચાડતા નથી.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

લક્ષણો સામાન્ય રીતે લણણી દરમિયાન જ હાજર હોય છે, પરંતુ સંગ્રહ દરમિયાન તેનો વિકાસ થાય છે. સંગ્રહ દરમિયાન, બટાકા ઉપર રૂપેરી ટપકા જોઈ શકાય છે, જે મોટા થઈ કથ્થઈ કિનારીવાળા વર્તુળમાં ફેરવાય છે. ત્યારબાદ જખમ એકરૂપ થઈ અને કથ્થઈ રંગના બને છે, જે તેમને ધોયા વગરના બટાકા પર જોવા માટે અઘરા બનાવે છે. બટાકાની જાત, ખાસ કરીને છાલના પ્રકારના કારણે, જખમનો દેખાવ પણ અલગ અલગ હોય છે. અસરગ્રસ્ત બટાકાની છાલનો બહારનો ભાગ મુલાયમ અને કરચલીવાળો બને છે અને એકંદરે ઊખડી જાય છે. બીજા જીવાણુઓ દ્વારા પછીનો અન્ય ચેપ લાગી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

નૈસર્ગીક જીવાણુનાશક (હાઇડ્રોજન પેરોક્સાઇડ) અથવા જૈવિક ઉત્પાદનો (બેસિલસ સબટાઇટલિસ, લવિંગ તેલ) રૂપેરી પોપડીના ચેપનું જોખમ ઘટાડવા માટે મર્યાદિત અસરકારક અથવા કોઈ જ અસરકારકતા દર્શાવતું નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવણી પહેલાં અથવા લણણી વખતે બિયારણના બટાકા પર ફૂગનાશક ની સારવાર ચેપને અટકાવી શકે છે. બટાકાના કંદ પર થીએબેન્ડેઝોલ, નો પાવડર તરીકે છટકાવ આગામી ઋતુમાં અથવા સંગ્રહ દરમિયાન રૂપેરી પોપડીનો બનાવ ઘટાડી શકે છે.

તે શાના કારણે થયું?

રૂપેરી પોપડી નો રોગ બીજજન્ય ફૂગ, હેલ્મીન્થોસ્પોરિયમ સોલાની, ના કારણે થાય છે. તે બટાકાના કંદમાં લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે અને તેની ત્વચાને અસર કરે છે. જમીન, બિયારણ માટે વપરાયેલ ચેપગ્રસ્ત કંદ અથવા સંગ્રહના કોઠારમાં રહી ગયેલ રોગના કણોના કારણે ચેપની શરૂઆત થઇ શકે છે. સંગ્રહ સમયે 3 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન અને સાપેક્ષ ભેજનું 90% થી ઓછું પ્રમાણ રોગના વિકાસને અવરોધે છે. સંગ્રહ સમયે બટાકાના કંદપર નિર્માણ થતું ઘનીકરણ(ઠંડા કંદ પર હુંફાળી હવા) સમસ્યાને વધારે છે. બટાકા ખાવાલાયક હોવા છતાં, એની વેચાણની કિંમતમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્ત્રોત તરફથી મેળવેલ બિયારણનો જ ઉપયોગ કરવો.
  • બટાકાની સહનશીલ જાતો માટે તપાસ કરો.
  • વ્યાપક રીતે પાકની ફેરબદલી કરો.
  • બટાકાના કંદની પ્રારંભિક તબક્કમાં માવજત ચેપના બનાવને ઘટાડે છે.
  • લણણી પછી સ્વૈચ્છિક ઊગી નીકળેલ છોડનું નિયંત્રણ કરો.
  • ઉપજના બે જથ્થા વચ્ચે સાધનો અને સારવારની સામગ્રીને સ્વચ્છ તથા ચેપમુક્ત કરો.
  • સારા હવા-ઉજાસવાળી, સતત ઠંડી અને સૂકી જગ્યાએ બટાકાનો સંગ્રહ કરો.
  • લણણી પછી સારી સ્વચ્છતા અને તારવવાની પદ્ધતિ આવશ્યક છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો