કાકડી

કાકડી પર ભીંગડા

Cladosporium cucumerinum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાની, ભીની અથવા નિસ્તેજ લીલા રંગની ફોલ્લીઓ.
  • પછીથી તે સૂકાઈ જાય છે અને પાંદડા પર કાણાં પાડી દે છે.
  • ફળો પર નાની, ભૂખરા રંગની ફોલ્લીઓ, જે પછીથી ઊંડા ડાઘમાં ફેરવાઈ જાય છે.
  • ગૌણ બેક્ટેરિયાના કારણે ચેપ લાગવાથી ફળમાં સડો થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કાકડી

લક્ષણો

પાંદડા પર અસંખ્ય નાની, નિસ્તેજ લીલા રંગની ભીની ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. આ ફોલ્લીઓ ધીરે ધીરે સુકાઈને મરી જાય છે, જે સફેદ રંગ અને કોણીય આકાર ધરાવે છે. મોટેભાગે, જખમની આસપાસ પીળાશ પડતો ભાગ જોવા મળે છે, અને તેના કેન્દ્રથી તેમાં તિરાડ પડે છે, જેથી પાંદડામાં કાણાં પડે છે. મોટાભાગના આવા ગંભીર લક્ષણો ચેપગ્રસ્ત ફળો પર વિકસે છે, જે જંતુના ડંખ જેવું દેખાય છે. શરૂઆતમાં નાના (લગભગ ૩ મીમીના), રાખોડી, સહેજ ઊંડા ડાઘ દેખાય છે, જેમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે. પછીથી, ફોલ્લીઓ મોટી થાય છે અને છેવટે ભીંગડા જેવું બની જાય છે. અસરગ્રસ્ત ફળ પર મોટેભાગે બેક્ટેરિયા જેવા તકવાદી રોગકારક જીવાણુઓ આક્રમણ કરે છે, જે ગીચ અને ગંધ મારતો સડો ઉત્પન્ન કરે છે. રોગ પ્રતિરોધક ફળો જેવા કે અમુક સ્ક્વોશ અને કોળા પર, અનિયમિત, ડટ્ટા જેવા જેવું બંધારણ જોવા મળી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કાકડી પર ભીંગડાની સીધી જૈવિક સારવાર શક્ય નથી. કોપર-એમોનિયમ કોમ્પ્લેક્સ પર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરો, જે રોગકારક જીવોના ફેલાવાને ધીમો કરવા માટે કુદરતી રીતે પ્રમાણિત છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. Chlorothalonil અથવા કોપર-એમોનિયમ કોમ્પ્લેક્સ પર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરો. બીજની સપાટી પરથી રોગકારક ચેપને દૂર કરવા માટે ૧૦ મિનિટ માટે બીજ પર ૦.૫% સોડિયમ હાયપોક્લોરાઇટનો ઉપયોગ કરી શકાય છે. Dithiocarbamates, maneb, mancozeb, metiram, chlorothalonil અને anilazine ધરાવતા ફૂગનાશકો પણ C. cucumerinum સામે અસરકારક છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો Cladosporium cucumerinum ફૂગના કારણે જોવા મળે છે, જે છોડના અવશેષો પર, જમીનમાંની તિરાડોમાં અથવા ચેપગ્રસ્ત બીજ પર શિયાળો ગાળે છે. વસંત ઋતુમાં થતાં ચેપનું કારણ આમાંથી કોઈ હોઈ શકે છે. ફૂગ બીજકણ પેદા કરતી રચનાઓ ફેલાવવાનું શરૂ કરે છે. આ બીજકણ અન્ય જંતુઓ, કપડાં, ભારે પવન અથવા સાધનો દ્વારા બધે ફેલાય છે. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય અને તાપમાન મધ્યમ હોય ત્યારે ચેપનું જોખમ વધારે હોય છે. ૧૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ૧૨-૨૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે, ઉપરાંત ભેજવાળું હવામાન, વારંવાર ધુમ્મસ, ઝાકળ અથવા હળવો વરસાદ ફૂગના વિકાસ માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. છોડની પેશીઓમાં ફૂગના પ્રવેશ પછી ૩ થી ૫ દિવસ બાદ આ રોગનાં લક્ષણો દેખાઈ શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી બીજનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતો વાવો.
  • વાવેતર માટે સારી રીતે પાણી નીકળી જાય તેવી જગ્યા પસંદ કરો.
  • ગરમ તાપમાનમાં આ ભીંગડા ન થતાં હોવાથી વસંત ઋતુના અંત, ઉનાળા કે પાનખરની શરૂઆતમાં કુકુરબીટની ખેતી કરો.
  • બિન-યજમાન પાકો, જેમ કે મકાઈ સાથે આ પાકની ૨ વર્ષ કે તેથી વધુ સમય માટે ફેરબદલીની યોજના બનાવો.
  • નીંદણને નિયંત્રિત કરો.
  • જ્યારે વરસાદ અથવા ઝાકળથી છોડ ભીના હોય ત્યારે ખેતરમાં કામ ન કરો.
  • ભેજનું પ્રમાણ ઘટાડવા માટે છોડના રોપાઓ વચ્ચે પૂરતી જગ્યા રાખો જેથી હવાની અવરજવર થઈ શકે.
  • વધારે પડતું પાણી ન આપો અને ફુવારા પદ્ધતિથી સિંચાઇ ટાળો.
  • રોગનાં લક્ષણો માટે પાકની નિયમિતરીતે દેખરેખ રાખો.
  • ચેપગ્રસ્ત છોડ અને છોડના કચરાને દૂર કરી તેનો નાશ (જમીનમાં ઊંડે દાટી દો અથવા બાળી દો.) પાકને ઉગાડવામાં અને કાપણીમાં વપરાતા સાધન-સામગ્રી અને ફૂલનાં ક્યારા તથા બોક્સને જંતુરહિત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો