કઠોળ

કઠોળનું ખવાવું

Uromyces appendiculatus

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જૂના પાંદડાના નીચેના ભાગમાં પીળા કે કથ્થાઈ રંગની નાની ફોડલી.
  • તેની આસપાસ પીળા રંગનું કુંડાળું.
  • પાંદડાંની દાંડી, ડાળી અને શીંગો ઉપર પણ લક્ષણો જોઈ શકાય છે.
  • પાંદડા પીળા પડે અને કરમાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કઠોળ

લક્ષણો

સૌ પ્રથમ, પીળા કે કથ્થાઈ રંગની નાની ફોડલી જેવા લક્ષણો દેખાય છે જે જુના પાંદડાંના બાહ્ય ભાગને, મુખ્યત્વે નીચેના ભાગમાં, નુકસાન પહોંચાડે છે. સમય જતાં, તેની આસપાસની કોશિકા ગોળાકારે પીળી પડે છે અને કદાચ વધુ ઘેરી થાય. આવી જ ફેલાયેલી ફોડલીઓ પાંદડાંની દાંડી, ડાળી અને શીંગો ઉપર પણ જોઈ શકાય છે. પાંદડા પીળા અને સૂકા તથા કદાચ વહેલા ખરી પણ જાય. પાનખર થવાથી કદાચ, ઉપજ ઉપર પણ તેની અસર થાય. પાંદડાંના ખાવવાથી પુખ્ત છોડ પણ નાશ પામી શકે છે. ફુગથી જૂના છોડ પર મોટે ભાગે ઉપજ પર નહિવત અસર પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બેસિલસ સબટાઇલિસ, આર્થ્રોબેક્ટર અને સ્ટ્રેપ્ટોમાઈસીસ જેવી પ્રજાતિઓ રોગના વિકાસ પર નોંધપાત્ર અસર કરે છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટ્રાઈઝોલ અને સ્ટ્રોબિલ્યુરિન જેવા ફુગનાશક આ રોગને નિયંત્રિત રાખવામાં આશાસ્પદ પરિણામો આપે છે.

તે શાના કારણે થયું?

યુરોમાયસીસ એપેન્ડીસ્યુલટસ ફૂગ ઠંડી દરમ્યાન જમીનમાં છોડના અવશેષોમાં રહે છે. તે પરોપજીવી છે, જેનો અર્થ એ છે કે તેને ટકી રહેવા માટે છોડની પેશીઓની જરૂર છે. જયારે તેના બીજકણ પવન, પાણી કે બીજા જંતુઓ દ્વારા છોડ પર વિસ્થાપિત થાય છે, ત્યારે પ્રારંભિક ચેપની શરૂઆત થાય છે. ભેજનું ઊંચું પ્રમાણ અને વધતા તાપમાનમાં ફૂગ ઝડપથી વધે છે. આ પરિસ્થિતિમાં બીજકણ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. લાંબા સમયગાળાના ગરમ, ભેજવાળા વાતાવરણમાં આ ચેપની અસર વધુ ગંભીર હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક અને સક્ષમ જાતોનું વાવેતર કરો.
  • ચેપગ્રસ્ત સ્થળોએ રોપણી કરશો નહિ.
  • મકાઈ જેવા બિન-યજમાન પાક સાથે આંતર-વાવણી કરો.
  • ખેતરમાંથી નીંદણ અને જાતે ઉગી નીકળેલી વનસ્પતિઓને દૂર કરો.
  • વધુ પડતી સિંચાઈ ટાળો અને સિંચાઈ માટે ઉપરથી પડતા ફુવારાનો ઉપયોગ ન કરો.
  • ચેપગ્રસ્ત ભાગને કાપી અને દૂર કરો.
  • પાક થઇ ગયા પછી, પાકનો કચરો સાફ કરી અને નિકાલ કરો.
  • લાંબા સમયગાળા માટે પાંદડા ભેજવાળા ન રહે માટે, જયારે તાપમાન ઊંચું હોય ત્યારે, રોપણી અને સિંચાઈ માટે કાળજીપૂર્વક સમય નક્કી કરો.
  • અતિશય નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો અને પર્યાપ્ત પોટેશિયમયુક્ત ખાતર મળી રહે તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો