અન્ય

વર્ટીસિલીયમ વિલ્ટ

Verticillium spp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ક્લોરોસિસ અને નેક્રોસિસ વૃદ્ધ પાંદડાઓ પર દેખાય છે.
  • મોટેભાગે ગરમ આબોહવા અને ગરમીના દિવસોમાં છોડ કરમાઈ જાય છે.
  • ચેતાક્ષ પેશી છીકણી રંગની થાય છે.
  • આ પરિસ્થિતિઓમાં નવી કુંપળો પણ કરમાઈ શકે છે.

માં પણ મળી શકે છે

24 પાક
જરદાળુ
કઠોળ
કારેલા
કોબી
વધુ

અન્ય

લક્ષણો

વિવિધ પાકો વચ્ચે લક્ષણો અલગ-અલગ જોવા મળે છે. સામાન્ય રીતે આંત્રવાહીની ક્લોરોસિસ સૌપ્રથમ વૃદ્ધ પાંદડાઓના માર્જિન્સ પર દેખાય છે. જેમ જેમ ક્લોરોસિસ બાકીના પેશીઓ સુધી વિસ્તરે છે, પાંદડા કરમાવા લાગે છે, ઘણીવાર માત્ર એક જ તરફથી આવું થાય છે. આ વિશિષ્ટ લક્ષણને સેક્ટરલ ક્લોરોસિસ અથવા "વન-સાઇડ વિલ્ટ" કહેવામાં આવે છે. ગરમ આબોહવામાં આ પ્રક્રિયા તીવ્ર બને છે. ડાળીઓ પર ઉપરના ભાગથી કાળી લીટીઓ વિકાસ પામે છે અને વિસ્તૃત થાય છે, જેથી ડાળીઓ કરમાવા લાગે છે. ઝાડમાં નબળી વૃદ્ધિ, પાંદડાનું જલ્દી વૃદ્ધ થવું, શાખાઓનો વિકાસ રૂંધાવો અને મૃત્યુ એ મુખ્ય લક્ષણો છે. ગોળાકાર રિંગ્સ અથવા છટાઓના સ્વરૂપમાં થડની પેશીઓના ડાઘા જોઈ શકાય છે. કેટલીકવાર, લેન્સ વડે નજીકથી નિરીક્ષણ કરવાથી, મૃત્યુ પામેલા પેશીઓમાં અથવા જીવંત પેશીમાં પણ નાના કાળા બિંદુઓ દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્ટ્રેપ્ટોમીસીસ લાઇડિકસ ધરાવતી બાયોફન્ગિસાઇડ્સ ફૂગના જીવન ચક્રને તોડે છે અને રોગની પ્રગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે ઝાડને એકવાર રોગ લાગુ પડી જાય છે પછી તેણે દૂર કરવો બહુ મુશ્કેલ થઈ જાય છે. જમીન ફ્યુમીગન્ટ અસરકારક છે, પરંતુ ખર્ચાળ પણ છે. અસરકારકતા વપરાયેલ રાસાયણ, તેના દર અને તેને લગાવતા સમયેની પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. અસરગ્રસ્ત છોડના ભાગોના ઉપચારને પણ ધ્યાનમાં લઈ શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો માટીથી જન્મેલા ફૂગની શ્રેણી દ્વારા થાય છે, જેમાં વી. દહલિયા પણ છે, જે કોઈ યજમાન ઉપલબ્ધ ન હોય ત્યારે જમીન પર રહેલ પાકના કચરાના આધારે જીવી શકે છે. તે છાલ પરના ઘા અથવા મૂળની શાખાઓમાંથી ચેતાક્ષ પેશીમાં પ્રવેશ કરે છે. એકવાર છોડ અથવા વૃક્ષની અંદર પ્રવેશ કર્યા બાદ, તે ઝડપથી વધે છે અને પાણી અને પોષક પરિવહનને અવરોધે છે, જેના પરિણામે એરિયલ ભાગો (પાંદડા અને ડાળીઓ) નબળી પડી જાય છે. રોગના પછીના તબક્કે, ફૂગ મૃત્યુ પામેલા પેશીઓનું સંસ્થાન કરે છે અને કાળું માળખુ બનાવે છે જેને બિલોરી કાચ દ્વારા જોઈ શકાય છે. ફૂગ એક સ્થાન પર ઘણા વર્ષો સુધી ટકી શકે છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક અથવા સહનશીલ છોડની જાતોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ઉપાય છે.
  • રોગ ફેલાવી શકતા સંવેદનશીલ પાક સાથે ફેરબદલ કરશો નહીં.
  • નાઇટ્રોજનથી સમૃદ્ધ ખાતરો અને વધારે પડતું પાણી આપવાનું ટાળો.
  • ચેપ સામે છોડને મજબૂત કરવા માટે પ્લાન્ટ ફોર્ટીફાયરનો ઉપયોગ કરો.
  • રોપા તથા ચેપગ્રસ્ત છોડની સામગ્રી દૂર કરો અને બાળી નાખો.
  • ચેપગ્રસ્ત છોડ પર વાપરેલા બધા સાધનોને સાફ કરો.
  • ભીનું હોય ત્યારે ખેતરોમાં કામ ન કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે મૂળને નુકસાન ન પહોંચે તેની કાળજી રાખો.
  • જમીનને સૂર્યના કિરણો મળે(સોલારાઇઝેશન) તે રીતે ખુલ્લી રાખો.
  • પાકના કચરાને જમીનમાં ઊંડે દાટી દો અથવા દૂર કરી, બાળી દો.
  • બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો