જરદાળુ

શોટ હોલનો (પાંદડાં માં કાણાં) રોગ

Wilsonomyces carpophilus

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નાના જાંબુડિયા કે કાળા રંગના ટપકાં.
  • જેમ જેમ ટપકાં મોટા થાય છે તેનું કેન્દ્રમાં થોડું કથ્થઈ રંગનું બને છે.

માં પણ મળી શકે છે

4 પાક
બદામ
જરદાળુ
ચેરી
પીચ

જરદાળુ

લક્ષણો

વસંતઋતુ દરમિયાન શરૂઆતના લક્ષણો દેખાય છે જે નવા પાંદડાં પર અને ક્યારેક અંકુરો અને કળીઓ પર જાંબલી અથવા લાલ રંગના ટપકાં તરીકે જોવા મળે છે. આ ટપકાં ઘણીવાર આછા લીલા અથવા પીળા રંગની કિનારીથી ઘેરાયેલા હોય છે. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ તેનું કેન્દ્ર કથ્થાઈ અથવા કાટ જેવા રંગનું બને છે અને આખરે ખરી પડે છે, જે ગોળીથી કાણું પડ્યું હોય તેવું લાગે છે અને એટલે જ તેને 'શૉટ હોલ' એવું નામ આપે છે. પાંદડાં અકાળે ખરી શકે છે. ડાળીઓ પર મૃત કળીઓ, ઝખ્મ અથવા તિરાડ જોવા મળે છે જેમાંથી ગુંદર જેવું દ્રવ્ય બહાર નીકળતું જોવા મળે છે. ફળો પર જાંબલી કિનારી વાળા બરછટ અને બુચ જેવા ઝખ્મ જોવા મળે છે જે સામાન્ય રીતે ફળની ફક્ત ઉપરની સપાટી પર જ જોવા મળે છે. આના કારણે ફળ આકર્ષક લગતા નથી અને વેચાણ માટે અયોગ્ય ઠરાવે છે. બહિર્ગોળ કાચ થી જોતા ઝખ્મની મધ્યમાં નાના કદના કાળાં રંગના કણો જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

શિયાળાની શરૂઆતમાં કોપર આધારિત ફૂગનાશકોનો છંટકાવ એ રોગ સામેના સંરક્ષણ માટેનું પ્રથમ પગલું હોઈ શકે છે. આ માટે ઘરે બનાવેલ બોર્ડેક્સ મિશ્રણ અથવા બજારમાં મળતા કોપર સંયોજન ખરીદી શકાય છે. બીજી ઋતુ શરુ થાય તે પહેલા, પાંદડાને ખરી પડતા અટકાવવા અને ફુગની હાજરી નાબૂદ કરવા પાનખરના અંતમાં પાંદડાં પર ઝિંક સલ્ફેટનો છંટકાવ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ફળોનું રક્ષણ કરવા માટે, મોર આવવાના સમય પહેલા અને પછી, એટલે કે મોર આવવાની શરૂઆત થી લઇ ખરે ત્યાં સુધી ફૂગનાશકનો છંટકાવ કરી શકાય છે. ફળની સુરક્ષા માટે છંટકાવની જરૂર છે કે નહીં તે મોર આવવાના સમયની આસપાસના હવામાનની માહિતી સૂચવે છે. આ તબક્કે કોપર ઉત્પાદનની ભલામણ કરવામાં આવતી નથી, તેથી થીરમ, ઝિરમ, એઝોકસીસ્ટ્રોબિન, ક્લોરોથેલોનિલ, આઇપ્રોડિઓન પર આધારિત ફૂગનાશકોની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

વિલ્સનોમોમસ કાર્પોફિલસના ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે પથ્થર જેવા બીજ ધરાવતા ફળો (પીચ, બદામ, ચેરી અને જરદાળુ) ની વિવિધ જાતિઓને ચેપ લગાડે છે. ઇંગલિશ લોરેલ અને નેકટેરિન્સ આ વૈકલ્પિક યજમાનો છોડ છે. કળીઓ અને ડાળીઓ પરના ઝખ્મ અથવા સુકાયેલ ફળોમાં ફૂગના ઠંડી દરમિયાન ટકી રહે છે. જ્યારે અનુકૂળ હવામાન પ્રાપ્ત થાય, ત્યારે તે ફરીથી વિકાસ શરુ કરે છે અને રોગના કણો નિર્માણ કરે છે જે વરસાદના ઝાપટાં દ્વારા તંદુરસ્ત પેશીઓ પર ફેલાય છે. લાંબા સમય માટે પાંદડાની ભીનાશ (14-24 કલાક અથવા વધુ) અને 22 ડિગ્રી સે. ની આસપાસનું તાપમાન ફુગના જીવનચક્ર માટે અનુકૂળ રહે છે અને તંદુરસ્ત વૃક્ષને અસર કરવાની શક્યતા વધારે છે. ગરમ, ધુમ્મસયુક્ત કે વરસાદી શિયાળો અને વસંત દરમિયાનનો ભારે વરસાદ રોગના કણોના નિર્માણ રચના અને તેના ફેલાવા માટે અનુકૂળ રહે છે. આ રોગ મુખ્યત્વે, વસંત દરમિયાન વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં પથ્થર જેવા બીજ ધરાવતા ફળોના વૃક્ષો પર જ ફેલાય છે.


નિવારક પગલાં

  • સિંચાઇ દરમિયાન નીચલા પાંદડાં પર પાણી ન પડે તેનું ધ્યાન રાખો.
  • રોગના ચિહ્નો જોવા માટે નિયમિતપણે વાડીનું નિરીક્ષણ કરો.
  • પાંદડાંમાં સારો હવાઉજાસ જળવાઈ રહે તે માટે કાપણીની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો.
  • ચેપ જોવા મળે કે તરત, જ્યાં ચેપ લાગેલ હોય તે શાખાને તંદુરસ્ત ભાગથી થોડા સેન્ટીમીટર નીચેથી કાપી નાખો.
  • ખેતીકામ બાદ કાપણી માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો અને અન્ય વાસણોને જંતુમુક્ત કરો.
  • કાપી નાખેલી ડાળીઓ અને લાકડાને ખેતરમાંથી દૂર કરો અને તેનો નાશ કરો.
  • જંતુઓને ભગાડવા માટે વૃક્ષની નજીક લસણ અથવા ડુંગળી ઉગાડો.
  • વૈકલ્પિક રીતે, થડની કાર્બનિક મલચ છાંટો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો