સફરજન

સફરજનમાં ભીંગડું

Venturia inaequalis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના, ઓલિવ જેવા લીલા અથવા કથ્થઈ રંગના ટપકા હોય છે.
  • પછીથી તે મોટી કથ્થઈ રંગની પટ્ટીઓ બનાવે છે.
  • પાંદડાઓમાં વિકૃતિ અને અકાળે ખરી પડે છે.
  • ફળ પર ઘેરા કથ્થઈ રંગનો , ઉપસેલો, કડક વિસ્તાર.
  • ફળોનું ફાટવું અને વિકૃતિ.

માં પણ મળી શકે છે

1 પાક

સફરજન

લક્ષણો

વસંત દરમ્યાન, પાંદડા પર ઝીણા, ગોળાકાળ, ઓલિવ જેવા લીલા રંગના ટપકાંના સ્વરૂપમાં સફરજનના ભીંગડાંના રોગના પ્રારંભિક લક્ષણો દેખાય છે જે ઘણીવાર મુખ્ય નસ સાથે હોય છે. તેઓ મોટા થાય છે, અને કથ્થઇ-કાળા બને છે અને છેવટે એકરૂપ થઈ સુકાયેલ પેશીઓના મોટા પટ્ટાની રચના કરે છે. ઘણીવાર અસરગ્રસ્ત પાંદડા વિકૃત બને છે અને અકાળે ખરી પડે છે, જેનાથી ભારે ચેપના કિસ્સામાં પાનખર નિર્માણ થાય છે. ચેપના કારણે અંકુર પર, ફોલ્લીઓ અને તિરાડ પડે છે જેનાથી બાદમાં તકવાદી રોગાણુઓ પ્રવેશ કરી શકે છે. ફળોની સપાટી પર, ઘેરા બદામી કે બદામી રંગના ગોળાકાર વિસ્તારો દેખાય છે. જેમ જેમ તેનો વધુ વિકાસ થાય છે તેમ તેમ, તે એકરૂપ થાયછે અને ઊપસેલ, કડક અને બુચ જેવું બને છે. આનાથી ફળોના ફેલાવામાં અવરોધ નિર્માણ થાય છે અને જેનાથી વિકૃતિ નિર્માણ થાય છે અને ફાટે છે તથા તેની અંદરનો ગર ખુલ્લો પડે છે. હળવો ઉપદ્રવ ફળની ગુણવત્તામાં નોંધપાત્ર અસર કરતા નથી. જોકે, ભીંગડાં ફળોને તકવાદી જીવાણુઓ અને સડા માટે સંવેદનશીલ બનાવે છે, તેની સંગ્રહ ક્ષમતા અને ગુણવત્તા ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો અગાઉની સિઝનમાં રોગનું સ્તર ઊંચું હોય તો, વૃક્ષ પર ફૂગના વિકાસને અટકાવવા શિયાળામાં પ્રવાહી કોપર ફુગનાશકોનો છંટકાવ કરી શકાય. સફરજનના ભીંગડાં માટે સલ્ફર નો છંટકાવ માત્ર આંશિક અસરકારક બની રહે છે. જોકે, વિકાસની મોસમ દરમિયાન રોગ સામે જૈવિક નિયંત્રણ તરીકે સલ્ફર અને પાયરિથ્રિન ધરાવતા સંયોજનો ઉપલબ્ધ હોય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગને ટાળવા અંકુર આવવાના સમયે, ડોડાઇન, કેપ્ટન અથવા ડીનેથીઓન જેવા રક્ષણાત્મક ફુગનાશકનો છંટકાવ કરી શકાય છે. એકવાર રોગ દેખાયા પછી ફૂગના વિકાસને નિયંત્રિત કરવા માટે, ડાયફેનોકોનેઝોલ, માયકલોબ્યુટેનીલ અથવા સલ્ફર આધારિત ફુગનાશક વાપરી શકાય છે. પ્રતિકાર ક્ષમતાનો વિકાસ થતો ટાળવા માટે અલગ અલગ પ્રકારના રાસાયણિક જૂથોના ફુગનાશકો વાપરવા.

તે શાના કારણે થયું?

સફરજન પરના ભીંગડાં નો રોગ વેન્ચુરિયા ઈનેકવાલિસ (Venturia inaequalis) ફુગ ના કારણે નિર્માણ થાય છે. તે શિયાળામાં મુખ્યત્વે જમીન પરના ચેપગ્રસ્ત પાંદડા પર નભે છે પણ ક્યારેક અંકુર પરના ભીંગડા કે લાકડા પર જખમ પર પણ અસ્તિત્વ ધરાવે છે. વસંતની શરૂઆતમાં, ફૂગ વૃદ્ધિ પામવાનું પાછું શરુ કરે છે, જે પાછળથી છુટા પડે છે અને પવન દ્વારા લાંબા અંતર સુધી વિખેરાય છે. આ રોગના બીજ વિકાસ પામતાં પાંદડાં અને ફળો પર પડે છે અને એક નવા ચેપની શરૂઆત થાય છે. વણખીલેલ ફળની કળીઓનો બાહ્ય ભાગ આ રોગ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જોકે, જેમ જેમ ફળ મોટું થાય છે તે રોગ પ્રત્યે ખુબ જ ઓછું સંવેદનશીલ બની જાય છે. ભેજવાળું વાતાવરણ, પાંદડાંઓ અથવા ફળમાં ભીનાશનો સમયગાળો ચેપ માટે આવશ્યક છે. જીનસ કોટોનેસ્ટર, પાયરાકાંટા (Pyracantha ) અને સોરબસના છોડનો વૈકલ્પિક યજમાનોમાં સમાવેશ થાય છે. સફરજનની બધી જ જાતો, ભીંગડાં પ્રત્યે સંવેદનશીલ હોય છે, જેમાં ગાલા જાત સૌથી વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • રોગના લક્ષણ માટે વાડીનું નિરીક્ષણ કરો.
  • અસરગ્રસ્ત પાંદડાં, ડાળીઓ અને ફળોને ચૂંટી લો.
  • લણણી પછી તમારા વૃક્ષોની આસપાસના ખરેલા તમામ પાંદડાનો ઢગલો કરો.
  • વૈકલ્પિક રીતે, પાનખરમાં પાંદડામાં વિઘટનની પ્રક્રિયા વધારવા અને ફૂગનું જીવન ચક્ર અટકાવવા તેમાં 5% યુરિયા લાગુ કરો.
  • વધારાના પાંદડાના કચરાને તેના કોષોના વિઘટનની પ્રક્રિયા વધારવા માટે તેને તોડી શકાય છે.
  • વધુ હવાઉજાસ માટે કાપણીની યોગ્ય પદ્ધતિ ઉપયોગમાં લેવાની ખાતરી કરો.
  • સાંજે અથવા વહેલી સવારે પાણી આપવાનું રાખો અને વધુ પડતી સિંચાઈ ટાળો.
  • પાણી અપાતી વખતે પાંદડા ભીના ન થાય તેની કાળજી રાખો.
  • પાંદડાં ખરવાનું શરુ થયા બાદ જમીનમાં પી.એચ.
  • નું પ્રમાણ વધારવા માટે તેમાં લાઇમ ઉમેરો.
  • થડથી દૂર રાખી, જમીન પર ઘાસનું ભુસુ પાથરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો