અન્ય

ફળાઉ વૃક્ષમાં ઊધઈ

Neonectria ditissima

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ડાળી પર લાલ રંગના સંકોચાયેલ જખમના સ્વરૂપમાં ચેપની શરૂઆત થાય છે.
  • આ જખમ પાછળથી ઊધઈમાં ફેરવાય છે અને ડાળી પર એક પટ્ટો બનાવે છે અથવા તેનો નાશ કરે છે.
  • મોટા શાખાઓ પર, બારેમાસ નાશ પામેલ છાલ દેખાય છે અને ઊપસેલ કિનારી વાળી કેન્દ્રિત રિંગ્સ જોવા મળે છે.
  • ક્યારેક, વિકાસશીલ ફળોમાં વજ્રની આસપાસ સૂકા "આંખ જેવો સડો" દેખાય છે.

માં પણ મળી શકે છે

2 પાક
સફરજન
પિઅર

અન્ય

લક્ષણો

થડ અને ડાળીઓની મૃત છાલ (ઉધઈ) પર ગોળ અથવા અંડાકાર સંકોચાયેલ પટ્ટીઓને જોઇ શકાય છે. ઘણીવાર ચેપ રોપા કે કુમળી ડાળી પરના ઘાવ અથવા અંકુર પરથી લાલ સંકોચાયેલ જખમના સ્વરૂપમાં શરૂ થાય છે. આ જખમ પાછળથી ઊધઈમાં ફેરવાય છે અને ડાળી પર એક પટ્ટો બનાવે છે અથવા તેનો નાશ કરે છે. મોટી ડાળીઓ પર, તે કથ્થઇ-લાલ, અંતર્મુખ, સંકોચાયેલ ટપકાંના સ્વરૂપમાં હોય છે, જે પાછળથી ફાટી અને તેની મધ્યમાં મૃત લાકડું ખુલ્લું પાડે છે. વર્ષો પછી એકત્રિત થઇ મૃત છાલ લાક્ષણિક રીતે ઊપસેલ કિનારી વાળી કેન્દ્રિત રિંગ્સ દર્શાવે છે. ઊધઈ ઉપરની શાખાઓ નબળી હોય છે અને ક્રમશઃ નાશ પામે છે. વિકાસશીલ ફળો ઉપર પણ ઘણી વખત હુમલો થાય છે, અને તેના વજ્રની આસપાસ શુષ્ક "આંખ આકારનો સડો" દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ફૂગ માટે આજદિન સુધી કોઈ જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ નથી. ફળાઉ વૃક્ષમાં ફુગના બનાવ ઓછા કરવા કોપર આધારિત ઘા પરના આવરણ માટેના ઉત્પાદનો વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચેપગ્રસ્ત શાખાઓની કાપણી બાદ, ખુલ્લી પડેલ સપાટી પરના ઘા યોગ્ય ઉત્પાદન અથવા રંગનું આવરણ કરવું જોઇએ. કોપર હાઇડ્રોક્સાઇડ અથવા કેપ્ટન પર આધારિત ફુગનાશકોનો પણ ફળાઉ વૃક્ષ પર ફૂગનો બનાવ મર્યાદિત કરવા ના હેતુથી ઉપયોગ કરી શકાય છે. પાનખર અને અંકુરના સોજો ના બનાવ માં પણ કોપરથી સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

નેક્ટ્રિયા ગેલીજીના, ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે સફરજનની સાથે સાથે બીજા અનેક વૃક્ષોની છાલ પર હુમલો કરે છે. ઉનાળા દરમિયાન પાણીજન્ય અને શિયાળા અને વસંત ઋતુમાં હવાજન્ય રોગના બીજકણ મારફતે ફૂગનો ફેલાવો થાય છે. આ બંને પ્રકારના બીજકણ જયારે સડા અથવા ઝખ્મ પર પડે છે ત્યારે ચેપની શરૂઆત થાય છે. કાપા, હીમ, ફોતરી અને એફિડ દ્વારા નિર્માણ થતું નુકશાન ઝાડમાં ચેપ લાદવાની તરફેણ કરે છે. ભેજવાળી જમીન, ભારે જમીનમાં અને એસિડિક જમીન પર ફૂગ વધુ ગંભીર રીતે લાગે છે. 14 - 15.5 ° સે તાપમાન રોગ ફાટી નીકળવા માટે અનુકૂળ રહે છે. વૃક્ષો પર લાંબા ગાળા માટે ભેજ પણ એક અગત્યનું પરીબળ (6 કલાક અથવા વધુ) હોય છે. મીણજેવી ફુગનું કદ અને ક્ષય વૃક્ષની મજબૂતાઈ અને ચેપીગ્રસ્ત પેશીઓ સામે છાલની વૃદ્ધિ ક્ષમતા પર આધાર રાખે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતો વાપરવાની ખાતરી કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે અથવા લણણી દરમિયાન છોડને ઈજા થતી ટાળો.
  • સંતુલિત ખાતર અને કાપણીની ખાતરી કરો.
  • ફક્ત શુષ્ક હવામાન દરમિયાન જ વૃક્ષની કાપણી કે છટણી કરવી અને કાપવાના સાધનો હંમેશા સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા.
  • વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને તમામ અસરગ્રસ્ત શાખાઓ અને રોપા દૂર કરો.
  • રક્ષણાત્મક રંગ વડે ઘાવને રંગી લેવા.
  • ખેતરમાં પાણીના નિકાલની સારી વ્યવસ્થા હોય તેની ખાતરી કરો.
  • જો જરૂરી હોય તો, લાઇમ દ્વારા જમીન પીએચ વધારવી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો