કોબી

રેસાદાર ફૂગ

Peronosporales

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પીળાશ પડતા ટપકાં - જે પાછળથી બદામી રંગના મૃત ઘા માં પરિણમે છે.
  • ટપકાંની નીચે સફેદ-રાખોડી રંગનું રૂ જેવું આવરણ બને છે.
  • પાનખર થાય.
  • જો કળીઓ, ફૂલો, ફળો પર થાયતો નાના કદના અથવા મૃત્યુ પામે છે.
  • અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


કોબી

લક્ષણો

યુવાન વિકસતા પાંદડા પર, ઉપરની સપાટી પર વિવિધ કદના, પ્રસરેલા, પીળાશ પડતાં ટપકાં દેખાય છે. જેમજેમ રોગ વિકસે છે, તેમતેમ તે વધુ મોટા અને પેશીઓ દ્વારા વિભાજીત અને કોણીય બની જાય છે. તેનું કેન્દ્ર કથ્થઈ જેવા વિવિધ રંગો સાથે મૃત બને છે, અને તેઓ પીળા રંગની આભા દ્વારા ઘેરાયેલ હોય છે. સામાન્ય રીતે ગરમ ભેજવાળી શ્રેણીબદ્ધ રાત બાદ, આ ટપકાંની નીચે ગાઢ, સફેદ-ભૂખરા રંગનું રૂ જેવું સ્તર વિકસે છે. ફૂગ છોડમાંથી પોષક તત્ત્વો શોષે છે અને તેની વૃદ્ધિ-વિકાસને અટકવવાનું કારણ બને છે. ફળો અને છોડના અન્ય ભાગોને પણ અસર થઈ શકે છે. પાનખર અને નાના અંકુર, ફૂલો અથવા ફળોથી વિકાસ અટકે છે અને જેના પરિણમે ઉત્પાદન ઓછું આવે છે. પાઉડર ફુગથી વિપરીત, આવરણ પાંદડાના નીચેના ભાગ પર દેખાય છે અને તેની વૃદ્ધિ મુખ્ય શિરા પૂરતી મર્યાદિત હોય છે. ઉપરાંત, તે સરળતાથી દૂર કરી શકાતી નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

રેસાદાર ફૂગ સામે લડાઈ માટે ધંધાકીય જૈવિક સારવાર ઉપલબ્ધ છે. હળવા કિસ્સાઓમાં, કંઈ પણ ન કરવું અને હવામાન સુધરે તેની રાહ જોવી વધુ ઇચ્છનીય છે. કેટલાક કિસ્સાઓમાં, ચેપના પૂર્વે કાર્બનિક ફુગનાશક છોડ પર દૂષણ થતું ટાળવા માં મદદ કરી શકે છે. આમાં તાંબું આધારિત ફુગનાશકનો સમાવેશ થાય છે, જેમ કે બોર્ડેક્સ મિશ્રણ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. છોડ પર દૂષણ રોકવા, રક્ષણ પૂરું પાડતા ફુગનાશક મદદ કરી શકે છે, પરંતુ તેને કાળજીપૂર્વક પાંદડાની નીચેની બાજુએ યોગ્ય રીતે છાંટવું જોઈએ. ડાય-થિયોકાર્બમેટ પરિવારની ફુગનાશકનો ઉપયોગ કરી શકાય છે. ચેપ લાગ્યાના , પ્રથમવાર તેના લક્ષણો જણાયા પછી તરત જ ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ ઉપયોગમાં લેવાતા ફુગનાશકમાં ફોઝટીલ-એલ્યૂમિનમ, એઝોસીસ્ટરૉબિન અને ફિનાઈલએમાઇડનો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

પેરૉનૉસ્પોરાલ્સ ના જૂથ વાળી ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે અને છાંય વાળા વિસ્તારમાં કે જ્યાં, વારંવાર વરસાદ અને હુંફાળું તાપમાન (15-23 ° સે) હોય છે ત્યાં તે અત્યંત વિનાશક બની શકે છે. આ ફૂગ તેમના યજમાનો માટે ખૂબ સારી રીતે અનુકૂળ છે, જેનો અર્થ છે કે દરેક મુખ્ય પાક પોતાની આગવી ફૂગ જાતિઓને આશ્રય આપે છે. ફૂગ ઠંડી દરમ્યાન જમીનમાં ચેપગ્રસ્ત પાકના કાટમાળમાં અથવા અંકુરમાં તથા વૈકલ્પિક યજમાન (પાકો અને નીંદણ) પર નભે છે. સાનુકૂળ સ્થિતિ દરમિયાન પવન અને વરસાદના છાંટાથી રોગના બીજકણ ફેલાય છે. બીજકણોને અંકુર ફૂટે છે અને માળખુ તૈયાર કરે છે જે પાંદડાની નીચેની સપાટી પર આવેલા કુદરતી છિદ્રો મારફતે પાંદડામાં દાખલ થાય છે. ત્યાં તે પેશીઓ દ્વારા ફેલાય છે, છેવટે આંતરિક પેશીઓ બહારની તરફ ફેલાય છે અને બહાર ફૂગ જેવી લાક્ષણિકતા વાળું આવરણ રચે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોની પસંદગી કરો.
  • તમારા છોડને કોરા રાખો, ઉદાહરણ તરીકે યોગ્ય હવાની અવરજવર મારફતે.
  • જમીનમાંથી સારીરીતે પાણી નીકળી જાય છે તેની ખાતરી કરો.
  • છોડમાં તંદુરસ્તી માટે સંતુલિત ખાતરની ખાતરી કરો.
  • છોડ વચ્ચે સારૂ અંતર પૂરું પાડો.
  • સારા સૂર્યપ્રકાશ વાળી જમીન તેમજ યોગ્ય અભિગમ પસંદ કરો.
  • ખેતરમાં અને આસપાસની જમીનમાં નીંદણનું નિયંત્રણ કરો.
  • ખેતરમાંથી પાકના અવશેષોને દૂર કરો.
  • સાધનો-સામગ્રીને સાફ રાખો.
  • ચેપગ્રસ્ત માટી અને છોડની સામગ્રીનું વિતરણ ટાળો.
  • છોડના આરોગ્ય માટે મજબૂતી પુરી પડતા તત્વોને લાગુ કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો