ખેતીમાં ડિજિટલ પરિવર્તન લાવી પર્યાવરણ અને આર્થિક રીતે સક્ષમ ખેતી તરફ દોરી જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્લાન્ટિક્સે છોડના રોગ નિદાન અને ખેતી માટે ડીજીટલ નિષ્ણાત તરીકે ગણના મેળવી છે. આજે, અમે અમારી બે એપ્લિકેશન, પ્લાન્ટિક્સ અને પ્લાન્ટિક્સ પાર્ટનર દ્વારા નાના ખેડૂતો અને સપ્લાયર્સને એક જ ડિજિટલ પ્રણાલીમાં જોડીએ છીએ. અમારા પ્રાથમિક ધ્યેયોમાં જરૂર પ્રમાણે ઉકેલ, ભરોસાપાત્ર ઉત્પાદનો અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવી એ અમારુ મુખ્ય ધ્યેય છે. અમે ખેડૂતોના ખેતી અને પાક-સંબંધિત લાખો પ્રશ્નોના જવાબો આપી ચૂક્યા છીએ અને લાખો છૂટક વેપારીઓ સાથે ડિજિટલ રીતે જોડાયેલા છીએ.
યોગ્ય નિરાકરણ, વિશ્વશનીય ઉત્પાદન અને સેવા એ અમારું મુખ્ય ધ્યેય છે. અમે ડિજિટલ માધ્યમથી 100,000 છૂટક વેપારી સાથે જોડાયેલ છીએ અને 2022માં અમે ખેડૂતોના ખેતી અને પાકને લગતા 5 કરોડ કરતાં વધુ પ્રશ્નોના જવાબ આપેલ છે.
એપ્લીકેશનના દરરોજના 134,000 સક્રિય ઉપયોગકર્તા
દર 1,5 સેકન્ડ માં 1 નિદાનો
177 દેશો અને 18 ભાષાઓમાં ઉપલબ્ધ
40+ બ્રાન્ડ અને 1000+ ઉત્પાદનો પુરા પડે છે
ભારતના 10 રાજ્યોમાં કાર્યરત છે
100,000+ છૂટક વેપારી દ્વારા ભરોસો પ્રાપ્ત
પ્લાન્ટિક્સના 250+ કર્મચારીઓ
કચેરીઓ:
બર્લિન · ઇન્દોર
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને સહ-સ્થાપક તરીકે, સિમોન સ્ટ્રેએ કૃષિમાં ડિજિટલ પરિવર્તન લાવી પર્યાવરણીય અને આર્થિક રીતે સક્ષમ ખેતી નિર્માણ કરવાના દ્રષ્ટિકોણ તરફ પ્લાન્ટિક્સને દોરી રહ્યા છે.
સિમોને લીબનીઝ યુનિવર્સિટી હેનોવરથી ભૂગોળમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે. તેણીની કારકિર્દી તેને બર્લિન, એમેઝોન વરસાદી જંગલથી પશ્ચિમ આફ્રિકા, ગાંબિયા અને ભારત લઈ ગઈ, જ્યાં તેણે નાના-નાના ખેડૂતોની જરૂરિયાતોનો પ્રથમ અનુભવ અને સમજ મેળવી.
સિમોને પાણી, કૃષિ અને ઉર્જા માળખામાં આત્મનિર્ભર તકનીકી ઉકેલો નિર્માણ કરવા માટે ગ્રીન ડેઝર્ટ ઈ.વી. એનજીઓનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું હતું.
રોબર્ટ સ્ટ્રે એ પ્લેન્ટિક્સના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) અને સહ-સ્થાપક છે, જે પ્લાન્ટીક્સની અદ્યતન ટેકનોલોજી અને કૃષિવિષયક ડેટાબેઝના આર્કિટેક્ટ છે. રોબર્ટે લીબનીઝ યુનિવર્સિટી હેનોવરથી ભૂગોળમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે.
પ્લાન્ટિક્સમાં તેમનું મુખ્ય કાર્ય ટેકનોલોજી સંસાધનોનો કાર્યક્ષમ, નફાકારક અને સુરક્ષિત ઉપયોગ અને માળખાકીય નવી વ્યવસ્થાઓના અમલીકરણ માટે કંપનીની વ્યૂહરચના નક્કી કરવાનું છે.
પ્રેસને લગતી તમામ પૂછપરછ માટે, કૃપા કરીને અમને ઇમેઇલ કરો:
press@plantix.net