પ્લાન્ટીક્સ જંતુઓનું ટ્રેકર

ભારતમાં લશ્કરી ઈયળના રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને, અમે વિચારી રહ્યા છીએ કે અમે કેવીરીતે અમારી તકનીકો સાથે તમને શક્ય એટલી સારી અને અસરકારક રીતે મદદ કરી શકીએ. આમ, અમે અમારું નવું સાધન "પ્લાન્ટિક્સ જંતુ ટ્રેકર" પ્રસ્તુત કરીએ છીએ જે તમને જે તે સમયે આક્રમક જીવાતોને ટ્રેક કરવા માટે મદદ કરશે. અમે ધીરે ધીરે આ સાધનને ભારતના થતાં વધુ સામાન્ય અને આક્રમક જીવાતો તથા રોગોના માટેના વધુ નકશા સાથે વધારીશું જેથી તમારી પાસે વહેલી ચેતવણી માટે હાલની માહિતી સાથે સજ્જ એવું એક વિશ્વસનીય સાધન હશે.

ડેટાનો સ્રોત: અમારી ખેડૂત માટેની એપ્લિકેશન પ્લાન્ટીક્સ સાથે, અમને ફક્ત ભારતમાંથી દરરોજ 20,000 થી વધુ ફોટા મળે છે. અમે આ ડેટાનો ઉપયોગ માહિતી પેદા કરવા માટે કરીએ છીએ જે અમે બધા જ લગતા વળગતા સભ્યો સાથે વહેચીયે છીએ. લાઇવ ટ્રેકિંગના નકશામાં બતાવેલ માહિતી નિષ્ણાતો દ્વારા માન્ય કરાયેલ હોય છે. બધા જ માપ 10કિમિ ની ચોકસાઇથી દર્શાવાય છે અને તેમાં દરરોજ સુધારા-વધારા થાય છે. કાચો ડેટા મેળવવા અથવા નકશામાં તમારો ડેટા ઉમેરવા માટે, કૃપા કરીને contact@peat.ai પર સંપર્ક કરો.