ટામેટા

એડીમા

Transpiration disorder

અન્ય

ટૂંકમાં

  • પાંદડા, ડાળી અને ફળો પર ફોલ્લા.
  • બરડ પાંદડા.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

પાંદડાની નીચેની બાજુએ પાણીવાળી ફોલ્લીઓ અને પીળા રંગના ટપકાં જણાય છે. આનાથી અસામાન્ય રીતે પાંદડા વળી શકે છે. આ ફોલ્લીઓ ડાળી અને ફળો પર પણ નિર્માણ થઈ શકે છે. પાંદડા બરડ થઈ શકે છે અને તેને અડકવાથી તેમાં તિરાડ પડી શકે છે. ફોલ્લીઓ પાંદડાની રચનાને નબળી પાડે છે તેથી આવું થાય છે. જોકે સામાન્ય રીતે એડીમા છોડની તંદુરસ્તીને નુકસાન કરતી નથી, તેમ છતાં તેના કારણે ફળો વેચાણ માટે આકર્ષક રહેતાં નથી અને જેથી આર્થિક નુકસાન થાય છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો શાકભાજીના પાકના તમામ નરમ ભાગોમાં એડીમા થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું કાર્બનિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી.

રાસાયણિક નિયંત્રણ

આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું રાસાયણિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી.

તે શાના કારણે થયું?

વધુ પડતું પાણી, જમીનમાંથી પાણીનો નિકાલ ન થવો, ઠંડુ અને વાદળછાયું વાતાવરણ, વધુ ભેજ. એડીમા ત્યારે થાય છે જ્યારે છોડ બાષ્પીભવન કરી શકે તેના કરતાં વધુ પાણી શોષી લે. ઘણીવાર અપૂરતા પ્રકાશ, વધુ ભેજ અથવા ઓછા હવાઉજાસ સાથેના વાદળછાયા દિવસોમાં વધુ પડતા પાણીને કારણે તે નિર્માણ થાય છે. ખાસ કરીને, પાણીના ભરાવા વાળી જમીનમાં ઉછેરેલા કોબીજ અને ટામેટાંનો પાક વધુ સંવેદનશીલ હોય છે. હવામાનની પરિસ્થિતિમાં સુધારો થવા છતાં પણ એડીમાના કારણે થયેલ ફોલ્લા રહી જાય છે.


નિવારક પગલાં

  • ખાસ કરીને ઠંડા અને વાદળછાયા દિવસોમાં જ્યારે છોડને થોડો સૂકો રાખવાની જરૂર હોય છે, ત્યારે વધુ પડતી પિયત ન કરો.
  • હવાની અવરજવર રહે તે માટે વેન્ટિલેશન વધારો અને છોડ નજીક-નજીક ન હોય તેનું ધ્યાન રાખો.
  • જ્યારે હવામાન એડીમાને અનુકૂળ હોય ત્યારે પાણી આપવાનું બંધ કરો, પરંતુ છોડ સંપૂર્ણપણે સુકાય નહિ તેનું ધ્યાન રાખો.
  • પાણી હંમેશા સવારે જ પીવડાવો.
  • જયારે વિકાસનો દર ધીમો હોય ત્યારે વધુ પડતું ખાતર ન આપો.
  • પોટેશિયમ અને કેલ્શિયમ થી છોડની પેશીઓની સુસંગતતા સારી રહે છે તેથી જમીનમાં તેનું સ્તર જળવાઈ રહે તેનું ધ્યાન રાખો.
  • છોડની કેટલીક પ્રજાતિ એડીમા પ્રત્યે પ્રતીકરક્ષમ હોય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો