બટાટા

કંદમાં વિકૃતિકરણ

Anthocyanin pigmentation

અન્ય

ટૂંકમાં

  • બટાકાના કંદમાં ગુલાબી રંગનું વિકૃતિકરણ.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

બટાકાના કંદમાં ગુલાબી અથવા જાંબલી રંગનો ગોળ વીંટી જેવો વિસ્તાર અથવા બટાકાના અંદર ડાઘ. ગુલાબી રંગ આછો કે ઘેરો હોઈ શકે છે. ઘણીવાર સમગ્ર બટાકાની અંદર તે ફેલાઈ શકે છે. પીળી છાલવાળા કેટલાક પ્રકારના બટાકા બહારથી પણ ગુલાબી દેખાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું કાર્બનિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી.

રાસાયણિક નિયંત્રણ

આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું રાસાયણિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી. એકવાર આ લક્ષણો પાકમાં દેખાયા બાદ તેને દૂર કરી શકાતા નથી.

તે શાના કારણે થયું?

બટાકાના કંદમાં ગુલાબી રંગનું વિકૃતિકરણ, જેને એન્થોસાયેનીન પિગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, તે ઘણા કારણોસર થઈ શકે છે. કેટલીક પ્રકારની જાતોમાં જયારે બટાકાના પાંદડાને વાળતા વાયરસનો ચેપ લાગે ત્યારે આ ગુલાબી રંગ દેખાય છે. આ રંગ વિવિધ આબોહવાના કારણે પણ નિર્માણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, પ્રકાશના સંપર્કમાં આવતા, ખાસ કરીને જે બટાકાં જમીનની સપાટી પાસે હોય, રાત્રે ઠંડી અને દિવસે ગરમી, અથવા સૂકી કે નાઇટ્રોજન યુક્ત જમીનમાં ઉગાડવામાં આવે.


નિવારક પગલાં

  • બટાકાના કંદમાં ગુલાબી રંગના વિકૃતિકરણને ઓછું કરવા, ચાસ મોટા રાખો.
  • વારંવાર સિંચાઈ કરો પરંતુ વધુ પાણી ન આપો.
  • ઉપરાંત, લણણી, સંગ્રહ અને પેકિંગ જેવી જરૂરી પ્રવૃત્તિઓ સિવાય બટાકાને દિવસના પ્રકાશથી દૂર રાખો અને શક્ય હોય તો સીધા સૂર્યપ્રકાશમાં ન આવે તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો