Thermal stress
અન્ય
ચોખાનો પાક કયા તબક્કામાં છે તે ઉપરથી ગરમીથી નિર્માણ થતા તણાવના લક્ષણો બદલાઈ શકે છે. શરૂઆતમાં, રોપાઓનો નાશ અને રોપાના ઓછા વિકાસ તરફ દોરી જાય છે. પાંદડા વાંકડિયા બને છે અને બળેલા હોય તેવા દેખાય છે. ફૂલો આવવાના તબક્કા દરમિયાન, ડૂંડા સફેદ અને સુકાઈ ગયેલા દેખાય છે, જે નબળા પરાગ દર્શાવે છે. જ્યારે ચોખાના દાણા તૈયાર થવાના હોય ત્યારે તાપ અપૂર્ણ વિકાસનું કારણ બની શકે છે. મુખ્ય પરિણામ એ આવે છે કે ગરમીના કારણે તૈયાર થયેલ ચોખા ઓછી માત્રા અને તેની ગુણવત્તા બંને ઘટાડે છે.
આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું કાર્બનિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી.
આ બાબત જંતુ કે રોગ નથી; તેથી, તેને લાગતું રાસાયણિક નિયંત્રણ ઉપલબ્ધ નથી અથવા તો જરૂરી નથી.
આ પ્રકારની તાણ ત્યારે નિર્માણ થાય છે જ્યારે પાકને ઉગવા, વિકાસ પામવા અને ઉત્પાદન માટે જરૂરી કરતાં તાપમાન વધુ હોય છે. આમ તો દિવસ અને રાત્રિ એમ બંને સમય દરમિયાનનું તાપમાન આ પરિસ્થિતિનું કારણ બની શકે છે, તેમ છતાં રાત્રિની ગરમી દિવસ કરતાં વધુ ખરાબ હોય છે. વૈશ્વિક પર્યાવરણમાં બદલ એ આ સમસ્યાનું મુખ્ય કારણ છે અને તેથી સામાન્યરીતે હવે તેના બનાવ જોવા મળે છે. તે યાદ રાખવું મહત્વનું છે કે અતિશય ગરમી અને અપૂરતું પાણી બંને આ સમસ્યાનું કારણ બની શકે છે.