કપાસ

વનસ્પતિનાશકથી થતી હાનિ

Herbicides Cell Membrane Disruptors

અન્ય

ટૂંકમાં

  • પાંદડા પર પાણીથી ભરેલા ડાઘ.
  • પર્ણસમૂહનું છીકણી રંગનાં થવું અને નમી જવું.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

લક્ષણો વપરાયેલ વનસ્પતિનાશક, છંટકાવના સમય અને માત્રા પર આધાર રાખે છે. સામાન્ય રીતે, પાંદડા પર પાણી ભરેલ ફોલ્લીઓ જોવા મળે છે, જે પછીથી સુકાઈ જાય છે. જયારે છોડ ઉગ્યાં પહેલાં વનસ્પતિનાશકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પેશીઓ બળી જાય છે અને છોડ ઉગતાં નથી. છોડ ઉગ્યાં બાદ આ વનસ્પતિનાશકનો ઉપયોગ કરવાથી પાંદડા પર નાનાં-નાનાં ડાઘની પેટર્ન જોવા મળે છે. આ સ્થિતિને paraquat થી થતી ઈજા માની લેવાય છે, પરંતુ તેની જેમ આમાં કાંસ્ય રંગની કોઈ વિકૃતિ જોવા મળતી નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ પરિસ્થિતિ માટે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. શરૂઆતથી જ નિવારક પગલા અને ખેતી કરવાની યોગ્ય રીત જ આ પરિસ્થિતિથી બચવાની ચાવી છે. જો વધારે પડતો છંટકાવ થઇ ગયો હોય, તો તમે છોડ પર પાણી છાંટી તેને ધોઈ શકો છો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વનસ્પતિનાશકનો ઉપયોગ કરતા પહેલા નીંદણનો પ્રકાર જાણો અને પછી ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ ઉપાય પસંદ કરો (સામાન્ય રીતે મોટા પાંદડાવાળું નીંદણ કે ઘાસ). લેબલ ધ્યાનથી વાંચો અને જણાવ્યા અનુસાર માપસર તેનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

PPO અવરોધકો, diphenyl ether પરિવારના અન્ય વનસ્પતિનાશકો જેવા કે Flumioxazin, Fomesafen, Lactofen, Carfentrazone, Acifluorfenનાં કારણે આ નુકસાન થાય છે. અન્ય અસરો ઉપરાંત, તે ક્લોરોફિલ (હરિતદ્રવ્ય)નું ઉત્પાદન રોકીને પેશીના મેમ્બ્રેનમાં અવરોધ પેદા કરે છે. તડકા અને પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે પાંદડા પર ૧-૩ દિવસમાં લક્ષણો જોઈ શકાય છે. તડકાનાં કારણે લક્ષણો તીવ્ર બને છે અને ગરમીના દિવસોના કારણે વધુ ખરાબ અસર જોવા મળે છે.


નિવારક પગલાં

  • નીંદણનાં પ્રકારને જાણો (સામાન્ય રીતે મોટા પાંદડાવાળું નીંદણ કે ઘાસ).
  • તમારા હેતુને પરિપૂર્ણ કરે તેવા વનસ્પતિનાશકને કાળજીપૂર્વક પસંદ કરો.
  • લેબલ ધ્યાનથી વાંચો અને તેના પર જણાવ્યા અનુસાર માપસર તેનો ઉપયોગ કરો.
  • વપરાશ કાર્ય બાદ સ્પ્રે છાંટવાના પાત્રને યોગ્ય રીતે સાફ કરો, જેથી અન્ય વનસ્પતિનાશક સાથે તેનું સંયોજન ન થાય.
  • ભારે પવનવાળા વાતાવરણમાં છંટકાવ કરવાનું ટાળો, જેથી તે અન્ય ખેતરમાં ન ફેલાય.
  • જેમ તેમ છાંટવાને બદલે એવા નાળચાનો ઉપયોગ કરો, જેનાથી નીંદણને લક્ષ્ય બનાવી તેના પર છંટકાવ કરી શકાય અને બિનજરૂરી જગ્યાએ ફેલાય નહી.
  • આ વનસ્પતિનાશકનો ખેતરમાં ઉપયોગ કરતાં પહેલા ચારો વાવવાની જગ્યામાં તેને અજમાવી શકાય છે, જેથી પરિણામનો અંદાજ આવી શકે.
  • હવામાનની આગાહી કાળજીપૂર્વક ચકાસો અને વધુ તડકા કે ગરમીના વાતાવરણમાં તેનો છંટકાવ ના કરશો.
  • છંટકાવની તારીખ, વાપરેલ ઉત્પાદનનું નામ, છંટકાવની જગ્યા અને હવામાનની પરિસ્થિતિઓની નોંધ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો