Wind Damage on Citrus
અન્ય
ઘણીવાર આ લક્ષણોને થ્રીપ્સની હાજરી ગણવાની ગેરસમજ થઈ જાય છે. છોડના ઉપરના મૂળ અને જમીન નજીકની થડની છાલ પર માટી ઉડવાના કારણે ઘર્ષણની નિશાનીઓ જોવા મળે છે. આ માટીના ઘર્ષણથી પાંદડા અને ડાળીઓ પર પણ ફોલ્લીઓ જોવા મળે છે, પરંતુ મૂળ આગળ નોંધપાત્ર અસર જોવા મળે છે. ભારે પવનથી થતાં નુકસાનના કારણે ઉપજનો દર ઓછો થાય છે અને ઝાડની જે બાજુએ પવન વધારે લાગતો હોય તે બાજુમાં ઓછા પ્રમાણમાં ફળ આવે છે અથવા સાવ આવતાં નથી. પાછળની ઋતુમાં નવા ફળો (વ્યાસ ૮ મીમી)ને વધુ નુકસાન થવાની શક્યતા છે. ફળની છાલ પર ઘણી ત્રાંસી અને સીધી રેખાઓ જોવા મળે છે. થ્રીપ્સથી થયેલ નુકસાનની તુલનામાં, પવનથી થતું નુકસાન ફળ પર નાનાં ડાઘ કરે છે, જયારે થ્રીપ્સના કારણે ફળ પર સતત ડાઘ પડેલા જોવા મળે છે.
પહેલા નુકસાનનો આશરો કાઢો. તેની ગંભીરતા અને પાકના વિકાસ તબક્કાના આધારે નક્કી કરો કે શું તે પાક/વૃક્ષને બચાવી શકાશે. ચેપગ્રસ્ત શાખાઓ અને ફળને ઝાડમાંથી કાપીને દૂર કરો. ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં, જ્યાં ફૂગ અને બેક્ટેરિયા થતાં હોય તે જગ્યાએ જૈવિક પેસ્ટ લગાવો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાકના વિકાસના તબક્કા અને અને નુકસાનની ગંભીરતા પર આધાર રાખે છે. ગંભીર કિસ્સાઓમાં, ઉપચાર ફૂગ અને બેક્ટેરિયાના નિયંત્રણ પર આધારિત હોવો જોઈએ. ઉદા. તરીકે ચેપગ્રસ્ત ડાળીઓને કાપી, ફૂગનાશક અને ચેપનાશક દવા છાંટવી જોઈએ.
આ લક્ષણો પવનના કારણે જોવા મળે છે અને મુખ્યત્વે જ્યાં પવન અવરોધો લગાવેલા હોતા નથી, તેવા ભાગમાં વધુ જોવા મળે છે. જો પવન સતત અથવા ભારે હોય તો સાઈટ્ર્સના મોટા ભાગની ઉપજની ગુણવત્તા ઓછી થઇ જાય છે અથવા તે વેચવા લાયક રહેતા નથી. યુવાન ફળો પર થતાં ડાઘ, ભારે પવનનાં કારણે ફળની આજુબાજુના જૂના પાંદડા ઘસાવાથી થાય છે. તેના પર આ ઘાવને ઢાંકવા બીજા રંગનું ભીંગડાવાળું આવરણ રચાય છે. જયારે ફળ લગભગ ૩ સેમી જેટલું થાય, ત્યારે છાલ કડક થઇ જાય છે અને સૂકાયેલ ડાળીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. પેશીમાં થયેલ નુકસાન બેક્ટેરિયા અને ફૂગ માટે પ્રવેશનું અને ઉપદ્રવનું સ્થાન બને છે, આમ ત્યાં વધારે નુકસાન થાય છે. ખાસ કરીને સૂકા પવન ઝાડને નુકસાન કરે છે અને તે કારણે પાંદડા ખરી પડે છે, ઘર્ષણના કારણે નુકસાન થાય છે.