Wind Damage on Cucumber
અન્ય
આ સ્થિતિમાં જોવા મળતાં લક્ષણોમાં છોડની હાલત ગંભીર દુષ્કાળની સ્થિતિમાં ઉગાડવામાં આવેલા છોડ જેવી દેખાય છે. પવનનાં ભારે વેગના કારણે હાલમાં જ વાવેલ બીજ ઊડી જાય છે. નવા ઉગેલા રોપાઓ રેતીની ડમરીઓના કારણે નુકસાન પામી શકે છે. પુખ્ત છોડમાં, સતત પવનનાં કારણે પાંદડા વળી જાય છે, આખરે સુકાઈને બરડ થઈ જાય છે. પર્ણસમૂહ આંતર નેક્રોસિસના સંકેતો પણ જોવા મળી શકે છે અને ગંભીર કેસોમાં કાપલી અને છોડની હાલત ચીંથરેહાલ થઇ જાય છે. જો છોડ સતત પવનમાં રહે તો છોડનો વિકાસ રૂંધાય છે. પછીની ઋતુમાં, ફૂલોનું ખરી પડવું, ફળ પર ઉઝરડા કે ઘા એ લક્ષણોની સૂચિમાં શામેલ છે. ખીલ જેવા જખમવાળા ફળ વેચવા યોગ્ય રહેતા નથી. ફૂલો ટકતા નથી અને ફળની ગુણવત્તામાં ઘટાડો થવાથી ઉપજમાં ખોટ આવી શકે છે.
પવનના નુકસાન સામે કોઈ જૈવિક નિયંત્રણ ઉપાયો નથી. નિવારક પગલાં, ઉદાહરણ તરીકે પવન અવરોધો જ આ નુકસાનને ટાળવા માટે મદદ કરશે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશાં ધ્યાનમાં રાખો. પહેલા નુકસાનનું મૂલ્યાંકન કરવું અને પાકને બચાવી શકાય કે કેમ તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે. સંભવિત ઉપચાર પણ છોડની વૃદ્ધિના તબક્કા પર આધારિત છે. ગંભીર કિસ્સાઓમાં સારવાર ફંગલ અને બેક્ટેરિયલ રોગોના નિવારણ પર કેન્દ્રિત હોવી જોઈએ, ઉદાહરણ તરીકે નુકસાન થયેલા છોડના ભાગોને કાપવા અને ફૂગનાશક તથા એન્ટીબેક્ટેરિયલ ઉત્પાદનોનો ઉપયોગ કરવો.
ખાસ કરીને સતત તીવ્ર પવન ધરાવતા વિસ્તારો અને પવન અવરોધ લગાવ્યાં વગરના ખેતરોમાં આ લક્ષણો ખાસ જોવા મળે છે. છોડના ભાગો પર માટીના કણો અથવા ડાળીઓના હલનચલનના કારણે પણ છોડને નુકસાન થાય છે. પવનની ગતિ, સમયગાળો અને છોડનાં વિકાસનો તબક્કો લક્ષણોની તીવ્રતા નક્કી કરે છે. રેતાળ જમીન પર ઉગાડવામાં આવેલા કાકડીના નાના છોડ ખાસ કરીને રેતીના કારણે ઘર્ષણ અને ઈજા દ્વારા સંવેદનશીલ હોય છે. ડાળીઓની હલનચલન પાંદડા અને ફળની સપાટી પર ઘા કરે છે. બેક્ટેરિયા અને ફૂગ છોડની ક્ષતિગ્રસ્ત પેશીઓને પર વસાહત બનાવે છે અને તેને સડાવી દે છે. આ લક્ષણોની સારવાર છોડની વૃદ્ધિના તબક્કા અને જમીનમાં ભેજના પ્રમાણ તેમજ હવામાન પર આધારિત છે.