Parawilt
અન્ય
પેરાવિલ્ટ, જેને 'અચાનક છોડનું નમી જવું' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખેતરમાં અસામાન્ય અને અકલ્પનીય રીતે વિતરિત થાય છે. આ રોગની કોઈ ખાસ પેટર્ન નથી અને તેને ઘણીવાર ચેપથી થતાં રોગ જેવો માનવામાં આવે છે. મુખ્ય લક્ષણોમાં પાંદડાઓનું નમી જવું અને વિકૃતિકરણ છે. પાંદડાનો રંગ ક્લોરોટિકથી કાંસ્ય અથવા લાલમાં બદલાય છે અને ત્યારબાદ તે પેશીઓને સૂકવી નાખે છે. આ રોગ ખાસ કરીને ઝડપી વિકસિત થતા, વિશાળ છત્ર ધરાવતા અને ફળનું ભારે વજન ધરાવતા છોડને અસર કરે છે. પાંદડાઓ અને ફૂલો શરૂઆતમાં ખરી પડે છે અને ફૂલ પાક્યા વિના ખુલી જાય છે. છોડ ફરીથી સાજા થઈ શકે છે પરંતુ ઉપજ પર નકારાત્મક પ્રભાવ થાય છે.
પેરાવિલ્ટ માટે કોઈ જૈવિક નિયંત્રણના પગલાં નથી. આ રોગને ટાળવા માટે, કપાસના છોડની સિંચાઇ અને ખાતરનું સરખું આયોજન કરવું અને ડ્રેનેજની સારી યોજના કરવી આવશ્યક છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પેરાવિલ્ટ માટે કોઈ રાસાયણિક સારવાર નથી. જો કે, તમે ડ્રેનેજ ચેનલ દ્વારા વધારાનાં પાણીને દૂર કરીને શરૂઆત કરી શકો છો. પછી ૧૫ ગ્રામ યુરિયા, ૧૫ ગ્રામ પોટાશ મ્યુરેટ અને ૨ ગ્રામ કોપર ઓક્સિચનું ૧ લિટર પાણીમાં સોલ્યુશન તૈયાર કરો. છોડના મૂળની નજીક ૧૦૦-૧૫૦ મીલી પાણીનો છંટકાવ કરો. આ ઉપાય છોડને તાત્કાલિક પોષક તત્વો પૂરાં પાડે છે અને ફૂગનાશક ફૂગના ચેપને અટકાવે છે.
પેરાવિલ્ટ એક શારીરિક રોગ છે, જેનો અર્થ છે કે કોઈ ફૂગ, બેક્ટેરિયા, વાઇરસ સમાન કંઈ શામેલ નથી. અન્ય રોગો કે જે કપાસના છોડમાં સમાન લક્ષણોનું કારણ બને છે તેનાથી વિપરીત, પેરાવિલ્ટ કલાકોના સમયગાળામાં અને કોઈ વિશિષ્ટ પેટર્ન વિના વિકાસ પામે છે. છૂટાછવાયા વિતરણ અને અનિશ્ચિત રીતે આમ થવું એ પેરાવિલ્ટના લાક્ષણિક ચિહ્નો છે. હવે જાણવામાં મળ્યું છે કે આ રોગ એ મૂળની આસપાસ પાણીનાં ભરાવા (વધુ સિંચાઈ કે વરસાદ) બાદ ગરમ તાપમાન અને તડકાના કારણે થાય છે. છોડની ઝડપી વૃદ્ધિ અને પોષક તત્વોનું અસંતુલન પણ આમાં સામેલ છે. ઉચ્ચ માટી સામગ્રી અથવા ગંદા પાણીવાળી જમીનની માટીમાં આ રોગના વિકાસની શક્યતા વધારે છે.