Abiotic Sunburn
અન્ય
અબાયોટિક સનબર્ન (તડકાના કારણે થતો બળિયો) એ છોડ, ઝાડીઓ કે ઝાડ પર થતી સૂર્યપ્રકાશની સીધી અસર અને ઊંચા તાપમાનના સંયોજનને દર્શાવે છે. આ લક્ષણો છોડની પેશીઓમાંના ભેજને શોષી લે છે અને આખરે નાનાં કૂમળાં પાંદડાઓનાં વળી જવાનું કારણ બને છે. આ પાંદડાઓ ધીરે ધીરે ઝાંખા લીલા રંગનાં બને છે અને ૨-૩ દિવસ પછી તેની કિનારીઓ અને ટોચ પર ફોલ્લા પડે છે. આ સૂકાયેલ ફોલ્લાના ડાઘ પછીથી પાંદડાની મધ્ય સપાટી તરફ આગળ વધે છે. ભેજની કમી અથવા જંતુના ઉપદ્રવને કારણે પાંદડા ખરી પડવાથી ફળ અને થડની છાલ પર છાંયડો રહેતો નથી, જેને કારણે તેનાં પર પણ બળિયા જેવા ડાઘ જોવા મળે છે. છાલ પર તે તિરાડો કે સડાના સ્વરૂપમાં દેખાય છે, જે આખરે થડ પરનો મૃત ભાગ બને છે.
પાંદડા અને થડ પર સફેદ માટી કે પાવડર જેવી વસ્તુનો છંટકાવ કરવાથી પણ ભૌતિક રીતે સૂર્યપ્રકાશને રોકી શકાય છે. આમ કરવાથી પાક માટે વાતાવરણને ૫-૧૦°C જેટલું ઓછુ કરી શકાય છે. કેલ્શિયમ કાર્બોનેટ અથવા ક્રિસ્ટલાઈન ચૂનાના પથ્થર પર આધારિત ઉત્પાદનો પણ ફાયદાકારક છે. Carnauba વેક્સ ઉત્પાદનો છોડ માટે સનસ્ક્રીનની જેમ કામ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. Abscisic acid ને ખાતરના પૂરક તરીકે વાપરવાથી સફરજનના ફળમાં થતાં બળિયાના નુકસાનને કાબૂમાં લઈ શકાય છે, આ ઉપાય બીજા પાકમાં પણ કામ કરી શકે છે. Poly-1-P menthene જેવી ચેપ પ્રતિકારક પ્રોડક્ટ્સ એ પણ પાંદડામાં ભેજ ગુમાવવાની પ્રક્રિયાને ધીમી કરી ઘણા અભ્યાસોમાં સારું પરિણામ દર્શાવ્યું છે.
સૌરકિરણોનું ઉચ્ચ પ્રમાણ, હવાનું ઊંચુ તાપમાન અને સરખામણીમાં ઓછો ભેજ ધરાવતી જગ્યાઓમાં આવા બળિયાની હાજરી સામાન્ય છે. ઊંચાઇવાળા પ્રદેશોમાં અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનું ઉત્સર્જન વધુ હોવાથી સ્થળની ઊંચાઈ પણ મહત્વનો ભાગ ભજવે છે. પાંદડા, ફળો અને છાલ પર તેના લક્ષણો જોવા મળે છે. તેની તીવ્રતા અને પ્રમાણ છોડની જાતિ, વૃદ્ધિના સ્તર અને જમીનના ભેજ પર આધાર રાખે છે. ફળ પાકવાના સમયમાં, જયારે ગરમીના કલાકો વધુ હોય અને હવાનું તાપમાન ઊંચું હોય ત્યારે નુકસાનની તીવ્રતા વધુ હોય છે. વાતાવરણમાં બદલાવ પણ મહત્વનું પરિબળ છે, તેથી જ જયારે ઠંડુ અથવા મધ્યમ તાપમાન બાદ ગરમ કે વધુ તાપમાનવાળું વાતાવરણ થાય છે, ત્યારે પણ પાકને નુકસાન થઇ શકે છે.