Phytotoxicity
અન્ય
ફાયટોટોક્સિસીટી તરીકે પણ ઓળખાતો આ રોગ, છોડ પર રસાયણોના દુરૂપયોગ અથવા રસાયણનો ઉપયોગ કરવાની અનુચિત પદ્ધતિને કારણે થાય છે. લક્ષણોમાં પાંદડા પર ફોલ્લીઓ, નેક્રોટિક બળિયા, કિનારીઓનું બળી જવું વગેરેનો સમાવેશ થાય છે અને કેટલીકવાર તેને રોગ, જંતુ અથવા જીવાત કે પર્યાવરણીય પરિસ્થિતિઓને લીધે થયેલ નુકસાન સમજવામાં આવે છે. પવનને કારણે બીજા સંવેદનશીલ છોડ પર પહોંચેલ જંતુનાશકના કારણે પણ આમ બની શકે છે. જ્યારે અસંગત રસાયણોનો એક જ સમયે ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ ફાયટોટોક્સિસીટીની સ્થિતિ ઉદ્ભવી શકે છે.
જ્યારે જંતુઓ અથવા રોગ વનસ્પતિ કે છોડને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, ત્યારે વધુ નુકસાન થયેલ ભાગોને કાપી નાખી તેને ફરીથી વાવવું તે સારો વિકલ્પ છે અને સાથે જ આ સમસ્યાને ફરી આવતા કેવી રીતે અટકાવી શકાય તેનું પણ ધ્યાન રાખો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં લો. જંતુનાશકનાં બળિયા માટે કોઈ રાસાયણિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી. સૂચનો અનુસાર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની ખાતરી કરો. જો ગંભીર નુકસાન થયેલ હોય તો ૧૦ ગ્રામ યુરીયા પ્રતિ એક લિટર પાણી અથવા ૧૦ ગ્રામ પોલિફીડ પ્રતિ એક લિટર પાણીનો છંટકાવ કરો.
જ્યારે છોડ માટે પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે ત્યારે પણ ફાયટોટોક્સિસીટી વારંવાર થઈ શકે છે. સામાન્ય રીતે ઉચ્ચ તાપમાન અને ભેજ પણ જંતુનાશકો (ફૂગનાશકો; ખાસ કરીને સાબુ, તેલ અને સલ્ફરના સંયોજનો)થી નુકસાન થવાની સંભાવનામાં વધારો કરી શકે છે. જયારે ઠંડા ભીના વાતાવરણમાં તાંબા પર આધારિત ફૂગનાશક દવાઓ દ્વારા નુકસાન થવાની સંભાવના વધી શકે છે. શાંત, શુષ્ક અને ઠંડી પરિસ્થિતિઓમાં જંતુનાશકોનો છંટકાવ કરવો જોઈએ. મોટાભાગના જંતુનાશકોને ૨૫ ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનમાં વાપરવા શ્રેષ્ઠ રહે છે. જૈવિક તણાવના વાતાવરણ (દુષ્કાળ કે જંતુ દ્વારા થયેલ નુકસાન) છોડને રાસાયણિક નુકસાન તરફ દોરી જાય છે. ગરમ, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જેમાં છોડ ભીના જ રહે છે અને સુકાઈ શકતા નથી, ત્યારે તે વધુ સંવેદનશીલ બને છે.