Adventitious roots
અન્ય
છોડની ડાળીઓ પર ટેકરા, નાની ગાંઠો, સોજો અથવા નાના તાંતણા. તેઓ ડાળીઓ પર વિવિધ જગ્યાએ દેખાઈ શકે છે.
આ બિનહાનિકારક સમસ્યા માટે કોઈ પણ પ્રકારના જૈવિક નિયંત્રણની જરૂર નથી; તેને ટાળવા માટે ફક્ત નિવારક પગલાંને અનુસરો.
આ બિનહાનિકારક સમસ્યા માટે કોઈ પણ પ્રકારના રાસાયણિક નિયંત્રણની જરૂર નથી; તેને ટાળવા માટે ફક્ત નિવારક પગલાંને અનુસરો.
ડાળીઓ પર દેખાતા આ ટેકરા હાનિકારક હોતા નથી, જો કે તે ટામેટાના છોડમાં તાણ છે એવું દર્શાવે છે. શક્ય છે કે આ તણાવ મૂળ પ્રણાલીમાં નુકસાન, અયોગ્ય સિંચાઈ, વધુ પડતો ભેજ અથવા ફૂગના ચેપ ના કારણે હોઈ શકે છે. આવા મૂળ નીકળવા એ તણાવનું સંચાલન અને અનુકૂલન કરવા માટે છોડની કુદરતી પ્રક્રિયા છે. ચોક્કસ પરિસ્થિતિમાં (વધુ પડતો ભેજ, પાણીની અછત) વાવણી કરેલ ટામેટાની કેટલીક પ્રજાતિ ભૈતિક રીતે આવા મૂળ નિર્માણ કરી શકે છે. પરંપરાગત જાતો આવા આકસ્મિક મૂળના નિર્માણ થવા માટે વધુ સંવેદનશીલ હોય છે.