Blossom drop
અન્ય
છોડ સરસ રીતે ખીલે છે, પરંતુ પછી ઘણીવાર ફૂલો નાશ પામે છે અને ખરી પડે છે. કેટલીકવાર, ખરતા પહેલા, ફૂલની દાંડી પીળી થઈ જાય છે.
નિવારક પગલાં લેવા એ જૈવિક નિયંત્રણ માટે મુખ્ય બાબત છે. તમારા ઓર્ગેનિક ઉત્પાદન માટે છોડના વિકાસનું નિયંત્રણ કરતા પદાર્થ માટે પરવાનગી છે કે કેમ તે તપાસો. અને જો એવું હોય તો, રાસાયણિક નિયંત્રણ માટેની માર્ગદર્શિકા વાંચો.
GA3 અથવા NAA જેવા ખાસ છંટકાવ કરીને ખેડૂત તેમના ગ્રીનહાઉસ માં રહેલ છોડ પર વધુ ફૂલો નિર્માણ કરી શકે છે. સૂચન દર્શાવે છે તેમ, યોગ્ય સમયે ફૂલો પર છંટકાવ કરવો જરૂરી છે. ધ્યાનમાં રાખો કે ફૂલો પર ઘણી બાબતો અસર કરતી હોવાથી, આ છંટકાવ દર વખતે કામ ન પણ આપે. આ દરેક સમસ્યાનું નિવારણ નથી.
પરાગનયન અને છોડની તંદુરસ્તીને બગાડતા પરિબળો અથવા પરાગનયન કરતા પરિબળોની ગેરહાજરીને કારણે ફૂલોમાં ઘટાડો થઈ શકે છે. ફૂલો ખીલ્યા બાદ અનુકૂળ ન હોય તેવું વધુ-ઓછું તાપમાન, તેમજ ભેજનું સ્તર મહત્વપૂર્ણ કારણો છે. વધુ પડતા નાઇટ્રોજનના કારણે ફૂલોને બદલે પાંદડાનો વધુ વિકાસ થાય છે જેથી ફળોનો વિકાસ ઓછો થાય છે, જ્યારે નાઇટ્રોજન ખૂબ જ ઓછું હોય તો વેલા નબળા રહે છે અને ફળને ટેકો આપી શકતા નથી. ઓછા પાણીમાં છોડ સુકાય છે, અને પાણી વધુ હોય તો મૂળને હવા મળતી નથી જેથી ફૂલો ઘટી શકે છે. થ્રીપ્સ અને જીવાત છોડની પેશીઓને નુકસાન પહોંચાડે તો પણ ફૂલો ખરી શકે છે, અને ફૂગ પડે તો પણ ફૂલો ઘટી જાય છે.