વટાણા

હિમ પડવાથી થતું નુકશાન

Cell injury

અન્ય

ટૂંકમાં

  • પાંદડાંના રંગ અને આકારમાં વિકૃતિ.
  • પાંદડાંની ટોચનું સુકાવું.

માં પણ મળી શકે છે

59 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

વટાણા

લક્ષણો

પાંદડાની નસો વચ્ચે બળેલા અને આછા બદામી રંગના ડાઘાં દેખાય છે. ઉપરાંત ફૂલો અને કુમળા ફળોને નુકશાન થાય છે. પાંદડાની સપાટી પર જખમ અથવા ખાડા, વિકૃતિકરણ, સુકારો જોવા મળે છે. નુકસાનગ્રસ્ત પેશીઓ રાતા રંગની દેખાય છે અને દુર્ગંધ નિર્માણ કરી શકે છે. પાંદડાઓ અકાળે ખરી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

તે કુદરતી ઘટના હોવાથી તેનું જૈવિક નિયંત્રણ શક્ય નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. તે કુદરતી ઘટના હોવાથી તેનું રાસાયણિકરીતે નિયંત્રણ શક્ય નથી.

તે શાના કારણે થયું?

જયારે છોડની આંતરિક પેશીઓમાં બરફ નિર્માણ થાય અને તેના કોષોને અસર પહોંચે ત્યારે હિમ થી થતું નુકશાન જોવા મળે છે. ઠંડી હવા ના કારણે મૂળ દ્વારા નિર્માણ થાય, તેના કરતા વધુ માત્રામાં લીલા પાંદડા પરનો ભેજ દૂર થાય છે. આના કારણે, પાંદડા બદામી રંગના બને છે, ખાસ કરીને પાંદડાંની ટોચ અને કિનારી. સંપૂર્ણપણે વિકાસ પામેલ છોડની સરખામણીએ કુમળા છોડ હિમ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • હિમ જમા થાય તેવી જગ્યા નિર્માણ ન પામે તે માટે વાવેતરની સ્થિતિ કાળજીપૂર્વક પસંદ કરો.
  • સામાન્ય રીતે, સ્થાનિકરીતે નીચાણ વાળી ભૌગોલિક જગ્યા પર તાપમાન વધુ ઠંડું હોય છે અને તેથી ત્યાં નુકસાન વધુ જોવા મળે છે.
  • જે જગ્યા પર ઠંડી હવા જમા થવાની શક્યતા હોય અને ઠંડી હવા સરળતાથી દૂર થાય તે માટે તેવી જગ્યાને છોડી દો.
  • આગામી ઠંડીના સમયમાં રક્ષણ મળી રહે તે માટે નાશ પામેલ પાંદડા અને ડાળીઓને છોડ પર જ રહેવા દો.
  • છોડ પર નવો વિકાસ દેખાય ત્યારે નાશ પામેલ ભાગોને દૂર કરો.
  • હિમની આગાહી હોય ત્યારે છોડને રક્ષણ મળી રહે તે માટે કોથળી કે તેના જેવા બીજા આવરણથી ઢાંકી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો