Chimera
અન્ય
પર્ણ વિવિધતા પાંદડા અને ક્યારેક દાંડીના ભાગોમાં અસમાન સફેદથી પીળા રંગનું વિકૃતિકરણ દર્શાવે છે. સામાન્ય લીલા રંગવાળી પેશીઓ એકબીજાને અડીને ગોઠવાયેલી હોય છે, પરિણામે એક અલગ મોઝેઈક, ડાઘ જેવી અથવા રેખીય રચના જોવા મળે છે. કેટલીકવાર નસોમાં વિવિધતા જોવા મળે છે, એટલે કે, અમુક નસો રંગવિહીન સફેદ થઈ જાય છે જ્યારે બાકીના પાનની નસો ઘેરા લીલા રંગની હોય છે. જો મોટા ભાગના છોડ પર અસર થાય, તો હરિતદ્રવ્યના અભાવના કારણે છોડનો વિકાસ રૂંધાય છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આ રોગ પાકની થોડી જ ટકાવારીને અસર કરે છે અને આખી ઉપજનું નુકશાન કરતો નથી.
આ વિકૃતિ માટે કોઈ સીધું પર્યાવરણીય કારણ નથી, તેથી તેની સારવાર માટે કોઈ જૈવિક ઉપચાર પણ ઉપલબ્ધ નથી.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. પર્ણ વિવિધતા એ આનુવંશિક અથવા શારીરિક અસામાન્યતા છે અને તેથી તેની સારવાર માટે કોઈ રાસાયણિક ઉત્પાદનો ઉપલબ્ધ નથી.
પર્ણ વિવિધતા એ આનુવંશિક અથવા શારીરિક અસામાન્યતા છે, જે પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખતી નથી, એટલે કે, આમાં કોઈ જીવ સંકળાયેલ નથી. પર્ણ વિવિધતાનું મુખ્ય કારણ પાંદડાની પેશીઓના કેટલાક ભાગોમાં હરિતદ્રવ્યનો અભાવ છે. તેની અસર નાના પાયે થાય છે અને છોડ અથવા ઉપજ પર જોખમ બનતી નથી. જો કે, કેટલાક સુશોભન અને બગીચાના છોડ કુદરતી રીતે આવી પર્ણ વિવિધતા ધરાવે છે, અને તે તેમની સુંદરતાનો એક ભાગ છે.