કેળા

ગળ્યા ટપકાં

Sugar Spot

અન્ય

ટૂંકમાં

  • ફળની છાલ પર કથ્થાઈ ટપકાં.
  • ફળનો ગર નરમ હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

કેળાની લણણી પછી લક્ષણો દેખાય છે. શરૂઆતમાં, કેળાની છાલ પર નાના, કથ્થાઈ રંગના ટપકાં દેખાય છે, કે જે સમય જતાં મોટા વિકસે છે. કથ્થાઈ રંગના ટપકાં ફળના ગર માં પણ જોઇ શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ફળના વિકાસની પ્રક્રિયા કુદરતી હોવાથી ,કોઈ જૈવિક સારવાર જરૂરી નથી અથવા ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

ફળના વિકાસની પ્રક્રિયા કુદરતી હોવાથી ,કોઈ રાસાયણિક સારવાર જરૂરી નથી અથવા ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

કેળાની કુદરતી રીતે પાકવાની પ્રક્રિયા દરમ્યાન લક્ષણો નિર્માણ થાય છે. લણણી પછી પણ તેઓ પાકવાનું ચાલુ રાખે છે. ટપકાં સ્ટાર્ચ નું ખાંડમાં રૂપાંતર થયાનો સંકેત છે કે આપે છે, જેનો અર્થ એ થાય કે વધુ પડતો કથ્થાઈ રંગ ઉચ્ચ માત્રામાં ખાંડ ધરાવે છે. પોલિફીનોલ ઓક્સીડેસ એન્ઝાઇમ અથવા ટાયરોસિનેઝની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કથ્થાઈ રંગ નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે. ઇથિલિન હોર્મોન ફળ માનાં એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને તેને તોડે છે, જેનાથી કેળું પોચું બને છે. જ્યારે ફળ ચકદાયેલ હોય ત્યારે કુદરતી રીતે કથ્થાઈ રંગનું નિર્માણ અને પોચા બનવાની પ્રક્રિયા વધુ સામાન્ય હોય છે.


નિવારક પગલાં

  • કથ્થાઈ રંગમાં ફેરવવાની પ્રક્રિયા ધીમી કરવા માટે, તમારા લણણી કરાયેલ ફળોને અંધારી અને સૂકી જગ્યાએ રાખો.
  • ઇથિલિન પેદા કરતાં અન્ય ફળ સાથે, જેમ કે સફરજન અથવા ટમેટાં , કેળાનો સંગ્રહ કરશો નહીં.
  • ફ્રિજ જેવા ઠંડા પર્યાવરણમાં તેનો સંગ્રહ કરવો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો