મકાઈ

ટૂંકા શીંગડાવાળા તીતીઘોડા અને તીડ

Oxya intricata & Locusta migratoria manilensis

જંતુ

ટૂંકમાં

  • ચમકદાર લીલો રંગ અને પાંદડા, અંકુર અને પર્ણદંડ પર ખોરાક લેવાથી નિર્માણ થતા 5 મિમિ થી 11સેમી લાંબા ચિન્હો( કાપા).
  • પુખ્ત ઝૂંડમાં આવે છે અને સ્થળાંતર કરે છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

તીતીઘોડા પાંદડા ઉપર નભે છે જે તેની કિનારી ને નુકસાન પહોંચાડે છે અથવા પાંદડાના મોટા ભાગને કાપી નાખે છે. તે અંકુર ને કાતરે છે અને પર્ણદંડને પણ સખ્ત બનાવે છે. તેઓ પણ અંકુરની પર વખોડવું અને ઘણી વખત ઝૂમખાંમાં કાપવું. ચોખાની શીંગોમાં ઈંડા ની હાજરી અને ચોખા ના પાંદડા ઉપર પીળા તથા કથ્થાઈ રંગના બાળ અને પુખ્ત વયના કીડા એ જંતુની હાજરી માટે વધુ લાક્ષણિકતા દર્શાવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નૈસર્ગિક રીતે મળી આવતા ભમરી, પરોપજીવી માખીઓ અને ઈયળ, કીડીઓ, પક્ષીઓ, દેડકા, જાળા બનાવવા કરોળિયા જેવા જૈવિક નિયંત્રકોને પ્રોત્સાહન આપવું જોઈએ. લાર્વાની વસ્તી અને ગીચતા ઓછી કરવા માટે ફુગજન્ય જીવાણુઓ અને એન્ટોમોપેથોજેનિક ફૂગ (મેટરહીઝીયમ એક્રિડિમ) જો ઉપયોગ કરી શકાય. મીઠાના પાણી અને ચોખાની કુશકીમાંથી ઘરે બનાવેલ ઝેર ના છટકાં વાપરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચોખાના ખેતરમાં 10% થી વધુ નુકસાન દર્શાવતા તીતીઘોડાને નિયંત્રિત કરવા માટે પાંદડા ઉપર જંતુનાશકનો છંટકાવ કરવો. દાણાદાર જંતુનાશકો અસરકારક રહેતા નથી. પુખ્ત કીડાને આકર્ષવા માટે ઝેરી છટકાનો ઉપયોગ કરી શકાય. આ જંતુઓ સામે જે જંતુનાશકોનો છંટકાવ કરી શકાય તેમાં કલોરોપાયરીફોસ, બ્યુપ્રોફેઝીન કે એટોફેનપરોક્ષનો સમાવેશ થાય છે. ચોખાની શીંગો પર છંટકાવ કરતા પહેલા મેલેથિયોનનો પાવડર છાંટી શકાય. બીજા એફએઓ દ્વારા ભલામણ કરાયેલ રસાયણોમાં બેન્ડીયોકાર્બ 80% ડબલ્યુ.પી. @ 125 ગ્રા/હેક્ટર, કલોરપાયરીફોસ 50% ઇસી @ 20ઇસી @ 480મિલી/હેક્ટર, ડેલ્ટામેથ્રિન 2.8% ઇસી @ 450મિલી/હેકટર નો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

બાળ અને પુખ્ત વયના કીડા ના કારણે પાંદડા અને પર્ણદંડ ઉપર લાક્ષણીક ચિન્હો નિર્માણ થાય છે. ભેજવાળું વાતાવરણ તેમના વિકાસ માટે અનુકૂળ રહે છે( ઉદાહરણ તરીકે ચોખાનુ ખેતર). તિત્તીધોડા કદમાં 11 સેમી થી લઇને 5મિમિ ની વિવિધતા પૂર્ણ લંબાઈ ધરાવે છે, અને તે લાંબા અને પાતળા અથવા ટૂંકા અને જાડા હોઇ શકે છે. તે લીલા અથવા ઘાસ જેવા રંગના હોવાથી તેમની આસપાસની પરિસ્થિતિમાં સરળતાથી ભળી જાય છે. માદા ચોખાના પાંદડાં પર પીળા રંગના ઈંડા મૂકે છે. પુખ્તો પાંખો વિકસાવે છે, જૂથમાં અને સ્થળાંતર કરી શકે છે.


નિવારક પગલાં

  • વાવણી સમયે, ચોખાની પાળનું નિરીક્ષણ કરો અને ઈંડાના સમૂહ તથા બાળ કીડાનો નાશ કરો.
  • નુકસાનના લાક્ષણીક ચિન્હો તથા બાળ કે પુખ્ત તીતીઘોડા ની હાજરી માટે ખેતરનું નિયમિત પણે નિરીક્ષણ કરો.
  • રાત્રિ દરમિયાન જ્યારે પુખ્ત કીડા સુસ્ત હોય ત્યારે તેમને પાંદડાં પરથી વીણી લો.
  • જંતુઓને ધોઇ કાઢવા માટે ક્યારીમાં પાણી વહેવડાવો.
  • જંતુઓને જાળી વડે પકડી નાની ક્યારીઓને ચોખ્ખી રાખો.
  • વિકલ્પિક યજમાન તરીકે વર્તી શકે તેવા નીંદણને દૂર કરો.
  • લાભદાયક જંતુઓને અસર કરે તેવા જંતુનાશકોનો વારંવાર છંટકાવ ન કરવો.
  • ઈંડાને શિકારી સામે ખુલ્લા કરવા માટે શિયાળાની ઋતુમાં ઊંડી ખેડ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • આગળ વધતાં તીડની સામે 45 સેમી ઊંડો અને 30 સે.મી.
  • વિશાળ ખાડો ખોદવો તથા તે ખાડાની ફરતે ધાતુના અવરોધો રાખવા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો