ચોખા

શીંગડાંવાળી લીલી ઈયળ

Melanitis leda

જંતુ

ટૂંકમાં

  • પાંદડાંની મુખ્ય પેશી સાથે બધા કોષો નાશ પામે છે.
  • બે શિંગડા સાથે લીલી ઈયળ.

માં પણ મળી શકે છે

10 પાક
કઠોળ
કારેલા
જામફળ
કેરી
વધુ

ચોખા

લક્ષણો

શીંગડા વાળી લીલી ઈયળ મુખ્ય શીરાને સમાન્તર, પાંદડાની નીચેની બાજુએ રહે છે અને મોટે ભાગે રાત્રી દરમ્યાન પાંદડાંને ખાય છે. પાંદડાંની મુખ્ય શીરાની સાથે ખોરાક લેવાનું શરુ થાય છે અને થોડી મજબૂત શીરા સહિત પાંદડાંના કોષોનો મોટો ભાગ દૂર થાય છે. નિર્માણ થતું નુકસાન ચોખાના સ્કીપર ફૂદાં અને લીલી અર્ધગોળ વળેલ ઈયળ જેવું દેખાય છે, તેથી ચોક્કસ પ્રજાતિને અલગ પાડવા ઈયળ શોધવી જરૂરી છે. લાર્વા પણ વૈકલ્પિક યજમાનોની વિશાળ શ્રેણી પર નભે છે જે તેમનું જીવન ચક્ર પૂર્ણ કરવા અને ખેતરમાં તેમના વિકાસને સતત આધાર આપવા માટે મદદ કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેલ્સિડ ભમરી (ટ્રાયકોગ્રામાની પ્રજાતિ) અને ટેકિનિડ માખીઓની બે પ્રજાતિ કે જે લાર્વા પર હુમલો કરે છે તેનો શિંગડાવાળી લીલી ઈયળના કુદરતી દુશ્મનોમાં સમાવેશ થાય છે. વેસ્પીડ ભમરીની કેટલીક પ્રજાતિઓ લાર્વાનો શિકાર કરે છે. કારણકે આ જંતુ સામાન્યરીતે ઓછી સંખ્યામાં જોવા મળે છે અને લાભદાયક જંતુઓનું દબાણ વધુ રહે છે, ખોરાકના કારણે થયેલ નુકશાન માંથી છોડના આપમેળે સારો થઇ જાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખાસ કરીને મેલાન્ટીસ લિડા ઇસ્મેને લક્ષ્ય બનાવે તેવા કોઈ રાસાયણિક નિયંત્રણ પગલાં ઉપલબ્ધ નથી. જંતુનાશકોનો વ્યાપકપણે ઉપયોગ જંતુનો નાશ કરશે પરંતુ તેના કુદરતી દુશ્મનોનો પણ નાશ કરી શકે છે. તેથી, ખૂબ જ ગંભીર ઉપદ્રવના કિસ્સાઓમાં જ આ પ્રકારના જંતુનાશકોનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પાંદડા પર રોગના લક્ષણો સામાન્ય રીતે શીંગડાવાળી લીલી ઈયળ મેલાનિટિસ લેડા દ્વારા નિર્માણ થાય છે, પરંતુ જીનસ માયકેલિસિસ ની અન્ય પ્રજાતિઓ પણ સાથે સંકળાયેલ હોઈ શકે છે. આ જંતુઓ ચોખાના તમામ વિસ્તારમાં જોવા મળે છે અને તે વરસાદવાળા વિસ્તારોમાં વધુ સામાન્ય છે. પુખ્ત ફૂદાં આંખ જેવા ટપકાંની લાક્ષણિકતા વાળી પાંખો વાળા મોટા સોનારી કથ્થાઈ પતંગિયા છે. નોંધનીય છે કે, તે પ્રકાશિત છટકાંથી આકર્ષાતાં નથી. માદા, વ્યક્તિગત રીતે ચોખા પાંદડા પર હરોળમાં મોતી જેવા, ચળકતાં ઈંડાં મૂકે છે. તેમના શરીરના પીળા, લીલા રંગ ના કારણે, કે જે નાના અને પીળા મણકા જેવા વાળ દ્વારા અવારેલ હોય છે, લાર્વા ચોખાના પાંદડાંમાં સરળતાથી ભળી જાય છે. તેઓ તેમના માથા પર બે બદામી રંગના શિંગડા ધરાવે છે અને તેથી જ તેમનું સામાન્ય નામ આવું છે. તે વૈકલ્પિક યજમાનો પર નભે છે જે પણ ખેતરમાં તેમના વિકાસને સતત સમર્થન આપે છે. બાળ થી પુખ્ત વચ્ચેનો વિકાસ પાંદડા પર જોવા મળે છે. શિંગડા વાળી લીલી ઇયળો ચોખા માટે સામાન્ય જંતુ છે. સામાન્ય રીતે તેમની સંભવિત ગંભીરતા ઉપજમાં નુકશાનકારક બનવા માટે ખૂબ જ ઓછી છે.


નિવારક પગલાં

  • જંતુના લક્ષણો માટે નિયમિતરીતે ખેતરનું નિરીક્ષણ કરો.
  • ખેતરમાંથી ઈંડાના દ્રવ્ય, લાર્વા, ચેપગ્રસ્ત છોડ અને છોડના ભાગને હાથથી વીણી લઇ અને નાશ કરો.
  • જાળીની મદદથી જંતુઓને પકડો અને છોડને સંરક્ષણ પૂરું પાડો.
  • સંતુલિત ખાતર, પર્યાપ્ત સિંચાઈ અને યોગ્ય નિંદામણ દ્વારા ખેતીની સારી પદ્ધતિ જાળવો.
  • ખેતર અને આસપાસમાંથી વૈકલ્પિક યજમાનોને દૂર કરો.
  • નૈસર્ગીક દુશ્મનોને થતી અસર ટાળવા માટે જંતુનાશકોનો નિયંત્રિત ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો