ચોખા

ચોખાના સ્કીપર

Pelopidas mathias

જંતુ

ટૂંકમાં

  • પાંદડાના માર્જિન અને ટોચ પર પોષણનો અભાવ.
  • પાંદડાની નસો અને કુંપળોનો નાશ.
  • પાંદડા અવળા વળી જવા અથવા જાળી સાથે ચીપકવુ.
  • કુંણા પાદડા આછા બદામી કે લીલા રંગના અને ટોચ અણીદાર.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

કુમળા પ્રત્યારોપિત ચોખાના રોપાઓ ઉપર સૌ પ્રથમ હુમલો થાય છે. મોટા કીટકો પાંદડાનો મોટા ભાગનો નાશ કરે છે. તે પાંદડાઓના માર્જિન્સ અને ટોચ ને ખાય છે. જેનાથી પાંદડાની પેશીનો મોટો ભાગ નીકળી જાય છે. ધીમે ધીમે વચ્ચેની તરફ આગળ વધે છે. તે જંતુઓ પાંદડાની ટોચને પાંદડાનe ધારવાળા ભાગ તરફ વાળી દે છે અથવા તે જ પાંદડાના બે છેડાને વાળીને ભેગા કરે છે અથવા બે નજીકના પાંદડાના છેડાને વાળીને ભેગા કરે છે અને રેશમની દોરીથી બાંધે છે. આ રક્ષણાત્મક ચેમ્બર તેમને દિવસ દરમ્યાન આરામ કરવા અને બીજા શિકારી કીટકોથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ખાઉધરા હોય છે અને થોડા મોટા જંતુઓ પાંદડાની નસો અને પેશીઓને દૂર કરીને ઘણુ નુકશાન કરી શકે છે એને કેટલીક વખત તો ફક્ત પાંદડા વચ્ચેની મજબૂત નસ જ બાકી રહે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પરોપજીવી કીટકો અને શિકારીઓ ખેતરમાં ચોખાના સ્કીપર્સની વસ્તીની ઘનતાને નિયંત્રિત કરી શકે છે. નાના પેરાસિટોઇડ વેપ્સ રાઇસ સ્કીપર્સના ઇંડાને લક્ષ્યાંક બનાવે છે, જ્યારે મોટી ભમરીઓ અને ટેચીનિડ ફ્લાય્સ નાના કીટકોને પરોપજીવી બનાવે છે. શિકારીઓમાં રીડુવીડ બગ્સ, ઇયરવિગ્સ અને ઓર્બ-વેબ સ્પાઈડર (એરેનેડે) સમાવેશ થાય છે, જેઓ પુખ્ત વયના જંતુઓને ઉડતા હોય ત્યારે ખાઇ જાય છે. ચોખા પર્ણસમૂહને ફટકારવા માટે લાકડીઓનો ઉપયોગ અને નાના જીવજંતુને નીચે પાડવા માટે (જે પછી ડૂબી જાય છે) પણ ઉપયોગી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. પી. મેથિયાસ સામે રાસાયણિક નિયંત્રણ સામાન્ય રીતે જરૂરી નથી, કારણ કે તે ચોખાનો એક નાનો કીટક માનવામાં આવે છે. જો કુદરતી દુશ્મનો અને વંશીય પ્રક્રિયાઓ પી. મથિયસના ગંભીર ચેપને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય, તો ડાંગરના પાણીને કાઢી નાંખવામાં આવે છે અને ક્લોર્પિરિફોઝનાનો છંટકાવ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

ચોખાના સ્કીપર્સ બધા પ્રકારના ચોખાના હવામાનમાં જોવા મળે છે, પરંતુ તે વરસાદી ચોખાના ખેતરમાં વિપુલ પ્રમાણમાં હોય છે. તેઓ આછા બદામી રંગના અને નારંગી રંગની છાંટવાળા અને તેમની પાંખો પર સફેદ રંગના ટપકાવાળી પેટર્ન જોવા મેળ છે. પુખ્ત જીવડાં દિવસ દરમ્યાન સક્રિય હોય છે અને તે અનિયંત્રિત રીતે ઉડીને હલનચલન કરે છે. એક છોડથી બીજા છોડ ઉપર ઉડા ઉડ કરે છે જે તેમના નામ પ્રમાણે છે. માદાઓ સફેદ અથવા આછા પીળાં રંગના ગોળાકાર ઇંડા મૂકે છે. નાના કીટાણું નિશાચર છે. તે લીલા રંગના હોય છે અને માથાના દરેક પાર્શ્વીય બાજુ પર લાલ વળાંકવાળી પટ્ટી હોય છે અને લગભગ 50 મીલીમીટરની સાઇઝની હોય છે. પ્યુપા આછા બદામી અથવા આછા લીલા રંગના હોય છે અને છેડા ધારદાર હોય છે. તેમનો વિકાસ ભારે હવામાન ઘટનાઓ જેમ કે દુષ્કાળ, ભારે વરસાદ અથવા પૂર વખતે વધારે થાય છે. જંતુનાશક દવાઓનો દુરુપયોગ લાભદાયી જંતુઓને મારી નાખે છે અને તેના કારણે જ રોગના જંતુઓ દેખાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ડાંગરના રોપાની વાવણી ઋતુમાં વહેલાસર કરો.
  • જેથી પેલોપિડાસ મેથિયસની વસ્તી દેખાવા લાગે તે પહેલા છોડ મજબૂત અને પરિપકવ થઇ જાય તેની ખાત્રી કરવામાં આવે.
  • છોડ એટલા ગીચ વાવો કે જેથી કીટકોને અંદર પ્રવેશવાનુ મુશ્કેલ બને.
  • ખેતરની નિયમિતપણે કીટકોના લક્ષણો જાણવા માટે તપાસ કરતા રહો.
  • ઉદાહરણ તરીકે નાના કીટકો હાથ વડે પકડીને ડુબાડી દો.
  • જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ ટાળવા માટે લાભકારી કીટકો અથવા બીજા પર નિર્ભર કીટકોનો વધારો કરવાની ખાતરી કરો.
  • ડાંગરના છોડને પોષણના અભાવ સામે કુદરતી પ્રતિકારક્ષમતા વધારવા માટે યોગ્ય ખાતરની જાળવણી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો