Phytoplasma spp.
બેક્ટેરિયા
ફાયટોપ્લાસ્મા ચેપથી રોગના વિવિધ લક્ષણો થાય છે પરંતુ આ રોગને કાસાવાના છોડની ટોચ પરના પાંદડાંનો સાવરણી જેવા દેખાવ પરથી જ ઓળખવામાં આવે છે. મોટેભાગે, તે નિષ્ક્રિય અંકુરના નિર્માણ માટેનું કારણ બને છે, જેનાથી છોડની ટોચ પર સાવરણી જેવા નાના, પીળા પાંદડા ઉત્પન્ન થયેલા દેખાય છે. થડના નીચલા ભાગમાં સહેજ સોજો, તેમજ પાંદડાનું વળવું અને તેના પર એક લીલા અને પીળા રંગની ભાટ હોઈ શકે છે. મૂળ જાડા બાહ્ય આવરણ, અને ઊંડી તિરાડ સાથે પાતળા અને લાકડાં જેવા વિકાસ પામે છે. કેટલીકવાર તિરાડો મૂળની આસપાસ એક રિંગ બનાવે છે, જેનાથી છોડના ઉપરના ભાગોમાં પાણી અને પોષક તત્વોના પરિવહનમાં અવરોધ નિર્માણ થાય છે અને એક ચોક્કસ પ્રકારે જ વિકાસમાં થાય છે. .
વાવેતર પહેલા કસાવાની કલમ અથવા બિયારણને 0.01% સ્ટ્રેપ્ટોમાસીસીનના દ્રાવણથી છ કલાક સારવાર આપવી એ છોડના મૃત્યુદરમાં ઘટાડો કરવા અને બીજના અંકુરણ દરમાં વધારો કરવા માટેની એક અસરકારક પદ્ધતિ છે. રોગ માટેના વાહક જંતુની વસતીને નિયંત્રિત કરવા માટે કેટલાક પરોપજીવીનો ઉપયોગ કરવામાં આવે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કસાવામાં ફાયટોપ્લાસ્માના રોગ માટે, 100% અસરકારક એવી કોઈ રાસાયણિક સારવાર હાલમાં ઉપલબ્ધ નથી. કલમ અને બિયારણને એન્ટિબાયોટિક સારવાર કરવાથી મૂળની ઉત્પાદનક્ષમતા અને સ્ટાર્ચમાં નોંધપાત્ર રીતે વધારો થાય છે અને તેનો ઉપયોગ ફાયટોપ્લાઝ્માના રોગચાળોને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે.
ફાયટોપ્લાસ્મા નામના બેક્ટેરિયા જેવા જીવો દ્વારા લક્ષણો નિર્માણ થાય છે જે ફક્ત છોડની વાહક પેશીઓમાં જ ટકી શકે છે. તે મુખ્યત્વે કાસાવાના છોડના સત્વને ચૂસતા કેટલાક જંતુઓની આ રીતે ખોરાક લેવાની ટેવના કારણે ફેલાય છે. ખેતર અથવા વિસ્તારો વચ્ચે સંક્રમિત છોડની સામગ્રીનો ઉપયોગ અથવા પરિવહન એ રોગના ફેલાવાનું અન્ય એક કારણ છે. આ રોગ ઘણા દેશોમાં કાસાવાના ઉત્પાદન માટે ગંભીર ખતરો છે. જયારે કાસાવાના છોડના વિકાસના પ્રારંભિક તબક્કામાં ફાયટોપ્લાસ્મા રોગનો ફેલાવો થાય ત્યારે ઉપજમાં સંપૂર્ણપણે નુકશાન થાય છે. સંક્રમિત છોડની સામગ્રીના પરિવહન સામે પ્રતિબંધ માટે કેટલાક દેશોમાં ક્વૉરૅન્ટિન ના પગલાં અસ્તિત્વમાં છે અને તેને વધુ મજબુત કરી શકાય છે.