દાડમ

કરમાયેલા દાડમ

Ceratocystis fimbriata

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પીળા પડવા.
  • પાંદડાં સંપૂર્ણપણે ખરી પડવા.
  • થડ પર ઉભી તિરાડ.
  • મૂળ, થડ પરની છાલ અને નીચલી ડાળીઓ વિભાજીત થવી.
  • વાહક પેશીઓમાં ઘેરા કથ્થાઈ-રાખોડી રંગના કણો.

માં પણ મળી શકે છે

5 પાક
બદામ
ખાટાં ફળો
કેરી
કાસાવા
વધુ

દાડમ

લક્ષણો

શરૂઆતમાં, વૃક્ષની એક અથવા કેટલીક ડાળીઓ પરના પાંદડાં પીળા પડે છે. પાછળથી, તે સમગ્ર વૃક્ષ પર ફેલાય છે અને સંપૂર્ણ પાનખર તરફ દોરી શકે છે. સામાન્ય રીતે નીચેના ભાગથી શરુ કરી ઉપર તરફ પાંદડા સુકાતા જાય છે, પરંતુ કેટલાક છોડ પર બધા જ પાંદડાં એક સાથે ખરી શકે છે. આ રોગમાં થડ પર ઉભી તિરાડ પડવી એ ખુબ જ સામાન્ય છે. મૂળ, થડની છાલ અને ખાસ કરીને નીચલા ભાગની ડાળીઓ વિભાજિત થઈ શકે છે. આ, અસરગ્રસ્ત છોડના ભાગોનો ઉભો અથવા આડો છેદ લેતાં તેની વાહકપેશીઓમાં ઘેરા રાખોડી-કથ્થઈ રંગના કણો જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બેસિલસ સબટિલીસ સાથેની જમીનની સારવાર કરવાથી કરમાવાના રોગના ચેપમાં ઘટાડો જોવા મળેલ છે. ટ્રાઈકોડર્મા એસપી ની, 2કિગ્રા સારીરીતે કાર્બનિક ખાતરમાં ભેળવેલ 25ગ્રા પાઇસીલોમાયસીસ સાથે દાડમના થડની આસપાસ સારવાર કરવાથી પણ કરમાવાના ચેપને રોકવામાં મદદ મળે છે. લીમડા, કણજી, મહુઆ અને દિવેલાના ચોસલા સાથે જમીનની સારવાર પણ સી. ફિમ્બ્રિટા સામે અસરકારક રહે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચેપગ્રસ્ત અને તંદુરસ્ત છોડની આજુબાજુ અથવા આખી વાડીમાં પ્રોપેક્ટોનાઝોલ (0.1%) + બોરિક એસિડ (0.5%) + ફોસ્ફૉરિક એસિડ (0.5%) થી ડ્રિંચિંગ કરવાની ભલામણ કરવામાં આવે છે. રોપણી પહેલા જમીનને ફૂગનાશક (0.2%) થી જંતુમુક્ત કરવાથી પણ કરમાવાના રોગને નિયંત્રિત કરી શકાય છે. જમીનને પ્રોપેકોનાઝોલ (0.15%) અથવા ક્લોર્પિરિફોસ (0.25%) સાથે પણ ડ્રિંચ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફૂગના કણો ચેપગ્રસ્ત છોડના ભાગોમાં નિષ્ક્રિય અથવા સક્રિય માયસેલીએ તરીકે 190 દિવસ સુધી અને જમીનમાં ઓછામાં ઓછા ચાર મહિના સુધી ટકી રહે છે. છોડના જમીન ઉપરના ભાગોમાં તેની પર પડેલા ઘા મારફતે ચેપ લાગે છે. મૂળને કોઈપણ પ્રકારની ઇજા વિના પણ અસર થઇ શકે છે. રોગના કણ ચેપગ્રસ્ત રોપાઓ, સિંચાઇ અને વરસાદી પાણી, જંતુઓ અને ખેતી કામ દ્વારા ફેલાય છે. યજમાન છોડમાં દાખલ થયા પછી, માયસેલીએ અને રોગના કણ વૃક્ષની વાહકપેશીઓમાંથી પસાર થાય છે, જેના કારણે તેમાં લાલાશ પડતાં કથ્થાઈ થી જાંબલી અથવા કાળા રંગના ધબ્બા નિર્માણ થાય છે.


નિવારક પગલાં

  • રોગને ફેલાતો અટકાવવા માટે છોડના ચેપગ્રસ્ત ભાગને દૂર કરો અને તેનો નાશ કરો.
  • ઉપયોગ કરતાં પહેલાં અને પછી કાપણી અને કલમ બનાવવા માટેના સાધનોને જંતુમુક્ત કરો.
  • દાડમના પાકનું બિન-યજમાન પ્રજાતિઓ સાથે ફેરબદલી કરો અને જ્યાં સી.
  • ફિમ્બ્રીયાતા પહેલેથી હાજર હોય તેવી જગ્યાનો ઉપયોગ ન કરો.
  • વૃક્ષો વચ્ચે પૂરતી જગ્યા રાખો (ફૂગ ફેલાઈ શકે તેવી જગ્યા પર મૂળનો એકબીજા સાથે સંપર્ક ટાળવા માટે).
  • પાણીના નિકાલની નબળી વ્યવસ્થા કરમાવાના ચેપની શક્યતામાં વધારો કરી શકે છે.
  • ખેતરમાં કામ કરતી વખતે તમારા વૃક્ષોને ઇજા ન પહોંચે તેની કાળજી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો