કેપ્સિકમ અને મરચાં

રુવાંટીવાળી ઈયળ

Euproctis sp.

જંતુ

ટૂંકમાં

  • પાંદડાને ખોરાકમાં લેવાથી થતું નુકસાન.
  • આખરે યજમાન છોડમાં પાનખર નિર્માણ થાય છે.
  • બંને બાજુ એક ચોટલી વાળા લાલાશ પડતાં કથ્થઈ રંગના, સફેદ વાળવાળા લાર્વા.
  • ફૂદાં ઘેરા રંગની રેખા વાળા તેજસ્વી પીળા રંગના અને આગળની પાંખ પર કાળા ટપકાં ધરાવે છે.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

રુવાંટીવાળી ઈયળના શરૂઆતના તબક્કામાં લાર્વાને શરીરના પાર્શ્વ બાજુએથી વધતાં લાંબા સફેદ વાળ હોય છે. તે સમૂહમાં આંબાના અને અન્ય કેટલીક વૃક્ષની પ્રજાતિઓના પાંદડાં પર નભે છે, છેવટે તેમાં પાનખરનું નિર્માણ કરે છે. પુખ્ત લાર્વા ફરતે સફેદ વાળ સાથે લાલ માથું અને લાલાશ પડતું કથ્થઈ શરીર ધરાવે છે. તેઓને એક ચોટલી માથાના ભાગે અને અન્ય એક ગુદાના વિસ્તારમાં હોય છે. પાંદડાઓ અથવા શાખાઓ પર વાળના કોશેટામાં લાર્વા વિકાસ પામે છે. ફૂદાં તેજસ્વી પીળા રંગના હોય છે અને આગળની પાંખ પર ઘેરા રંગની ત્રાંસી રેખાઓ તથા તેની ધાર પાસે કાળા ટપકાં હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

લાર્વા ચુસ્ત સમૂહમાં ખોરાક લેતા હોવાથી તેને રોકવા માટે સળગતી મશાલનો ઉપયોગ કરી શકાય છે. લીમડા(અજદિરાચટા ઇન્ડિકા એલ.) અને ધતૂરાના(ધતૂરો સ્ટ્રેમોનિયમ એલ) અર્કથી છંટકાવ કરવાથી ઈયળની વસતીમાં ઘટાડો થાય છે. જૈવિક જંતુનાશક બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ છાતી તોડીને ઇયળનો નાશ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સાયફરમેથ્રિન, ડેલ્ટામેથ્રિન, ફ્લુવેલીનેટ ધરાવતાં જંતુનાશકોથી છંટકાવ રુવાંટીવાળી ઈયળ સામે અસરકારક હોય છે.

તે શાના કારણે થયું?

સમાન લાક્ષણિકતાઓ વાળી ઇયળોની બે પ્રજાતિના કારણે પાંદડાંને નુકશાન અને પાનખર નિર્માણ થાય છે. પાંદડાની નીચેની સપાટી પર માદા સમૂહમાં પીળા રંગના, ચપટા, ગોળાકાર ઇંડા મૂકે છે. ઈંડાના માળા સુસ્પષ્ટ હોય છે કારણ કે તે પીળા કથ્થાઈ વાળ અને ભીંગડાથી આવરેલા હોય છે. 4-10 દિવસ પછી તેમાંથી લાર્વા બહાર આવે છે. તે કોશેટા બનાવે ત્યાં સુધી, 13 થી 29 દિવસ ઝાડના પાંદડા ને ખાય છે. 9-25 દિવસ પછી રેશમી કોશેટા માંથી પુખ્ત ફૂદાં બહાર આવે છે. શિયાળા દરમિયાન લાર્વા નિષ્ક્રિય રહી શકે છે.


નિવારક પગલાં

  • ઇંડા, લાર્વા, ફૂદાં અને કોશેટા માટે નિયમિતરીતે ફળની વાડીનું નિરીક્ષણ કરો.
  • હળવા કિસ્સામાં ઈયળ, કોશેટા અને ઈંડાના સમૂહને ભેગા કરી તેનો નાશ કરો.
  • પુખ્ત ફૂદાંને તેજસ્વી છટકાંની મદદથી નિયંત્રિત કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો