કેરી

કેરીના ગોટલામાં ધનેરા

Sternochetus mangiferae

જંતુ

ટૂંકમાં

  • ફળ પર ફરતે પાણી શોષાવાથી નિર્માણ થતાં વિસ્તાર સાથે રાતા -બદામી રંગના ટપકાં દેખાય છે.
  • આ ટપકાં માંથી કઠણ, રાતાં રંગના દ્રવ્યનો સ્ત્રાવ થાય છે.
  • ગોટલા પર કાણાં હોય છે અને અંદરનું દ્રવ્ય કાળું અને સડેલું દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

છાલ પર ઝખ્મ અને કાણાં ફરતે પાણી શોષાવાથી નિર્માણ થતાં વિસ્તાર સાથે રાતા -બદામી રંગના ટપકાં સાથે જોઈ શકાય છે, તેથી દૂષિત ફળોનું સરળતાથી નિદાન કરી શકાય છે. આ માદા દ્વારા ઇંડા મુક્યા હોવાનું દર્શાવે છે. આ વિસ્તારમાંથી કઠણ, રાતાં રંગના દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. લાર્વા બહાર આવે છે અને બીજ સુધી પહોંચવા માટે કેરીના ગરમાં કાણું પાડે છે. કેરીના ગોટલા પર કાણાં હોય છે અને અંદરનું દ્રવ્ય કાળું અને સડેલું દેખાય છે. ઉપદ્રવના કારણે શરૂઆતના તબક્કામાં જ ફળ ખરી પડે છે અને બીજની અંકુરણક્ષમતામાં ઘટાડો થાય છે. કેટલાક કિસ્સાઓમાં, ઉદાહરણ તરીકે કેટલીક મોડી પાકતી જાતોમાં, પુખ્ત જંતુ બીજમાંથી બહાર નીકળી જાય છે અને ફળમાં બોગદું રચે છે. આ લાર્વા ફળની છાલને ખોતરે છે જે આગામી ગૌણ ચેપને આકર્ષિત કરે છે અને ફળને ઉજાડી નાખે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પુખ્ત કીડા સામે જૈવનિયંત્રક તરીકે કીડી, ઓકોફિલા સમેરેગડીના નો ઉપયોગ કરી શકાય છે. ફળો પર તેના વિકાસના વિવિધ તબક્કા દરમ્યાન જંતુને મારવા ગરમ અને ઠંડી સારવાર કરી શકાય છે. કેટલાક વાઈરસ પણ એસ. મેંજીફેરે ના લાર્વાને અસર કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ડેલ્ટામેથ્રિનના બે છંટકાવ દ્વારા સફળ નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે, પ્રથમ, જ્યારે ફળો 2-4 સે.મી કદના હોય અને બીજુ 15 દિવસ બાદ. એસ. મેંજીફેરે ને રોકવા માટે અનેક સક્રિય ઘટકો પર આધારિત જંતુનાશકના છંટકાવ અત્યંત અસરકારક હોય છે.

તે શાના કારણે થયું?

કેરીના ગોટલાના પુખ્ત કીડા એક લાંબાયેલ માથા સાથે જે ચાંચની રચના કરે છે, અંડાકાર ફૂદું છે. માદા અડધી પાકેલ કે પાકી કેરી પર એકલા, પીળાશ પડતા સફેદ, લંબગોળ ઈંડા મૂકે છે. ફળની છાલ પર ચીરા અને તેમાંથી નીકળતા આછા બદામી રંગના સ્ત્રાવની લાક્ષણિકતા દ્વારા છિદ્રની જગ્યા જોઈ શકાય છે. 5-7 દિવસમાં, 1 મીમી લાંબા લાર્વા બહાર આવે છે અને કેરીના ગોટાલા સુધી પહોંચવા માટે ફળના ગરમાં બોગદું રચે છે. સામાન્ય રીતે, દર ગોટલા દીઠ એક લાર્વા નભે છે, જે ક્યારેક 5 પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, લાર્વા ગરમાં જ નભે અને વિકાસ પામે છે. સામાન્યરીતે પુખ્ત જંતુ ફળ પડયા પછી બહાર આવે છે અને નવા ફળ ન આવે ત્યાં સુધી વૃદ્ધિનો અટકેલો ગાળો પસાર કરે છે. જ્યારે કેરીનું ફળ વટાળાના કદ જેટલું થાય, ત્યારે તે ફરીથી સક્રિય બને છે અને પાંદડાં પર નભે છે અને સમાગમ શરૂ કરે છે. જંતુનો લાંબા અંતરે ફેલાવો લાર્વા, પ્યુપા કે પુખ્ત જંતુ ધરાવતાં ફળ, બીજ, રોપાઓ અને / અથવા કાપેલ ભાગો મારફતે થાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્ત્રોત તરફથી મેળવેલ બીજ નો જ ઉપયોગ કરવો.
  • લાર્વાના પ્રવેશ સામે પ્રતિરોધક ફળો ની જાતો ઉગાડો.
  • ગોટલાને ફોડીને તેની અંદરના શક્ય નુકસાનનું નિરીક્ષણ કરી શકાય છે.
  • નિયમિતપણે વૃક્ષની નજીકમાં રહેલ માટીને ખેડી જંતુને શિકારી માટે ખુલ્લા કરી શકાય છે.
  • જમીન પરથી વેરવિખેર ગોટલા અને ખરી ગયેલ ફળોને દૂર કરો.
  • ફળોને થેલીમાં વીંટવાથી જંતુને તેમાં ઇંડા મુકવાથી રોકી શકાય છે.
  • અસરગ્રસ્ત બીજ અથવા કેરીના ફળોનું અન્ય વિસ્તારોમાં પરિવહન ન થાય તે માટે કાળજી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો