Fertilizer Burn
અન્ય
વધારે પ્રમાણમાં ખાતર નાખવાથી થયેલ નુકસાન સામાન્ય રીતે પાંદડાની ધારના છીકણી થવાથી અથવા પાંદડાના જીર્ણ થવાથી ઓળખાઈ શકે છે. ખાતરોમાં રહેલ દ્રાવ્ય મીઠું મૂળની પેશીઓમાંથી ભેજ ખેંચી શકે છે અને છોડના નમી જવાનું, પીળા પડવાનું તથા છોડનો વિકાસ રૂંધાવાનું કારણ બને છે. બળેલ પાંદડા અથવા જીર્ણ પાંદડાઓ ખાતરના પાંદડા સાથેના સીધા સંપર્કનું પરિણામ પણ હોઈ શકે છે - જેમ કે છુટ્ટું નાખેલ દાણાદાર ખાતર અથવા સ્પ્રે કરેલ પ્રવાહી ખાતર. જમીનનો પ્રકાર, સિંચાઇ પદ્ધતિ, મીઠાનું સ્તર અને છોડની સંવેદનશીલતા જેવા પરિબળો નુકસાનની માત્રાને પ્રભાવિત કરી શકે છે.
જ્યારે જંતુઓ અથવા રોગો વનસ્પતિના છોડને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, ત્યારે ઘણી વખત નુકસાન પામેલા ભાગોને કાપી નાખવું અથવા ફરીથી વાવણી કરવી સારી રહે છે અને આગલી વખતે સમસ્યાને કેવી રીતે અટકાવવી તે શીખવું શ્રેષ્ઠ છે.
ખાતરના લીધે બળેલ પાંદડા માટે કોઈ રસાયણિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી.
વધુ પડતા ખાતરથી વનસ્પતિના છોડને થતું નુકસાન ગરમ સૂકા હવામાનમાં વધુ ગંભીર બને છે. ખાતરમાં રહેલા ક્ષાર દુષ્કાળની પરિસ્થિતિ જમીનમાં વધારે શોષાય છે. આ સીધું મૂળની ઇજા તરફ દોરી શકે છે, જેની અસર છોડના હવાઇ ભાગ જેમ કે પાંદડા પર દેખાય છે. પણ, દ્રાવ્ય ક્ષાર છોડ દ્વારા પાણીની ગતિવિધિને અનુસરે છે અને પાંદડાઓમાં કેન્દ્રિત થાય છે જ્યાં ગરમ, શુષ્ક દિવસોમાં બાષ્પીભવન દ્વારા ભેજ ઝડપથી ગુમાવવામાં આવે છે. ઠંડા, વાદળછાયા હવામાનમાં, જ્યારે જમીનમાં બરાબર માત્રામાં ભેજ હોય ત્યારે, પાંદડાઓમાંથી ભેજનું બાષ્પીભવન ધીમું હોય છે, જેથી વસંત મહિનામાં જમીનમાં મીઠાના ઊંચા સ્તરને વનસ્પતિ સહન કરે છે, પરંતુ ઉનાળામાં આમ થતું નથી. તેથી, જ્યારે હવામાન અત્યંત સુકું હોય ત્યારે છોડ પર દાણાદાર ખાતર ન નાખવાની ભલામણ કરવામાં આવે છે, અને જો તે નાખવામાં આવે તો તેના પછી પાણી છાંટવાનો આગ્રહ રાખવો જરૂરી છે.